નેશનલ

ગંગા-યમુનાના જળસ્તરમાં વધારો; 24 કલાકમાં સવા ઇંચ વધ્યું જળસ્તર

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ગંગા અને યમુના બંને નદીના જળસ્તરમાં વધારાની શરૂઆયાત થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં બંને નદીના જળસ્તરમ લગભગ સવા ઇંચ જેટલો વધારો થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભારે ચિંતાનો માહોલ છે. યમુના નદીનું જળસ્તર 80 મીટરના આંકને પાર કરી ગયું છેઆ અને ગુરુવારથી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો હતો.

આ દરમિયાન પ્રયાગરાજમાં છેલ્લા 24 કલાક દરમિયાન 37.75 મીમી વરસાદ નોંધાયો હતો. કરછના તાલુકામાં સૌથી વધુ 74 મીમી જ્યારે યમુનાપારના મેજામાં 50 મીમી વરસાદ નોંધાયો હતો. આ સમયે જ ગંગાપાર હાંડિયા તાલુકામાં મહત્તમ 61 મીમી વરસાદ નોંધાયો હતો. બીજી તરફ પ્રયાગરાજમાં વિવિધ બેરેજ અને ડેમમાંથી નદીઓમાં છોડવામાં આવતા પાણીને કારણે ગંગા અને યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે.

આ પણ વાંચો : ત્રિપુરામાં ભીષણ પુરની સ્થિતિ, 22લોકોના મોત, 65,000 થી વધુ વિસ્થાપિત

મંગળવાર રાતે યમુનાનું જળસ્તર 79.23 મીટર નોંધાયું હતું અને 24 કલાકમાં જ વધીને 80.42 મીટર સુધી પહોંચી ગયું હતું. આ દરમિયાન છતનાગમાં ગંગાનું જળસ્તરનું મંગળવારે 78.52 મીટર નોંધાયુ છે, જ્યારે બુધવારે રાતે આઠ વાગ્યે 79.79 મીટર નોંધાયું છે. આમ ગંગાના જળસ્તરમાં 1.27 મીટર અને યમુનાના જળસ્તરમાં 1.19 મીટરન વધારો નોંધાયો છે.

પરંતુ ગંગા-યમુનાનો પ્રવાહ હજુ પણ ભયજનક સપાટીથી નીચે વહી રહી છે. અહી ભયજનક સપાટી 84.734 મીટર છે. બુધવારે રાત્રે 8 વાગ્યે નૈનીમાં યમુનાનું જળસ્તર 80.42 મીટર અને છતનાગમાં ગંગાનું જળસ્તર 79.67 મીટર હતું. સિંચાઈ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે પાણીના સ્તરમાં વધારો હજુ પણ ચાલુ રહી શકે છે.

પ્રયાગરાજમાં યમુના અને ગંગાનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. ઘાટ પર દુકાન રાખતા લોકો સલામત સ્થળે જવા લાગી રહ્યા છે. ત્રીજી વખત નદીના જળસ્તરમાં વધારો થયો છે. આ પહેલા પણ નદીના જળસ્તરમાં બે વખત વધારો નોંધાયો છે. ગંગા નદીનું પાણી એકવાર શ્રી બડે હનુમાન મંદિરમાં પ્રવેશ કરી ચૂકી છે અને બીજી વખત મંદિરે પહોંચતા પાછી વળી ચૂકી છે જો કે હવે ત્રીજી વખત નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button