મનોરંજન

Salman Khanની આ હાલત જોઈને ફેન્સને થઈ ચિંતા. પૂછ્યું આ શું થઈ ગયું?

બોલીવૂડના સુપરસ્ટાર અને ત્રણ ખાનમાંથી સુપર સ્ટાર એવા Salman Khanની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે અને તેઓ જ્યાં પણ જાય છે ત્યાં લોકો એને ભાઈજાન ભાઈજાન કહીને બોલાવતા થાકતા નથી. પરંતુ હાલમાં જ એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચેલા સલમાન ખાનની હાલત જોઈને ફેન્સ થોડા ચિંતામાં મૂકાઈ ગયા છે. સલમાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ આખરે એવું તે શું થયું સલમાનને-

વાત જાણે એમ છે કે સલમાન ખાન ગઈકાલે જ ગણેશ ચતુર્થીના એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યો હતો દરમિયાન તેને સોફા પરથી ઉઠવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સલમાન ખૂબ જ ધીરેથી સોફા પરથી ઊબો થયો હતો. આ વીડિયોમાં બોલીવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પણ જોવા મળી રહી છે. સલમાન સોનાક્ષીને મળવા માટે સોફા પરથી ઉઠવાનો પ્રયાસ કરે છે, પણ તેને આવું કરવામાં પરિશ્રમ કરવો પડે છે.

સલમાનનો આ વાઈરલ વીડિયો જોઈને ફેન્સ ચિંતામાં પડી ગયા છે અને તેમને એ સવાલ સતાવી રહ્યો છે કે આખરે તેમના લાડકા ભાઈજાનને આ શું થઈ ગયું છે. વાત કરીએ સલમાન ખાનના લૂકની તો સલમાન ખાન આ સમયે ખૂબ જ ડેશિંગ લાગી રહ્યો હતો હર હંમેશની જેમ જ. અહીં તમારી જાણ માટે કે એક્ટરને પાંસળીઓમાં ઈજા પહોંચી છે અને આ ઈજા છતાં પણ તેમણે વોન્ટેડ ફિલ્મના ગીત જલવા પર ડાન્સ પણ કર્યો હતો.

આ પણ વાંચો : સૌથી વધુ કમાણી કરવાના મામલામાં આ એક્ટરે પાછળ છોડી દીધા Salman Khan, Amir Khanને…

એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે મારા હીરોને વૃદ્ધ થતો જોવું એ ખૂબ જ દુઃખદ છે. બીજા એક યુઝરે લખ્યું છે કે ઘાયલ સિંહની ગર્જના ખૂબ જ ખતરનાક હોય છે. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે અલ્લાહ તમારા રસ્તામાં આવનારી તમામ મુશ્કેલીઓ અને દુઃખ, દર્દ દૂર થઈ જાય છે.

મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદરનું શૂટિંગ પણ અટકી પડી છે કારણ કે ભાઈજાનને હાલમાં આરામની જરૂર છે. એક્ટર હજી સુધી પોતાની સર્જરીમાંથી સંપૂર્ણપણે સાજો નથી થયો અને એ એના ચહેરા પરથી પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button