આમચી મુંબઈટોપ ન્યૂઝનેશનલ

પહેલી સપ્ટેમ્બરથી બદલાઈ રહ્યા છે આ નિયમો, જાણી લેશો તો ફાયદામાં રહેશો….

દર મહિનાની પહેલી તારીખે કેટલાક ચોક્કસ નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે અને આ ફેરફારોની આમ આદમીના ખિસ્સા પર સીધીસીધી અસર જોવા મળે છે. પહેલી સપ્ટેમ્બરથી અનેક મહત્ત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે જેમાં આધારકાર્ડ ફ્રીમાં અપડેટ, ગૂગલ પ્લે સ્ટોર પોલિસી, એલપીજી-ગેસના દરોમાં ભાવ વધારો, NPCI, UIDAI અને TRAI સહિતના અનેક મહત્ત્વના ફેરફારો થવા જઈ રહ્યા છે. ચાલો જોઈએ આખરે પહેલી સપ્ટેમ્બરથી શું-શું બદલાવા જઈ રહ્યા છે.

Google Playstore પરથી આ એપ્સ થશે દૂર
ગૂગલની નવી પ્લે સ્ટોર પોલિસી પહેલી સપ્ટેમ્બર, 2024થી લાગુ કરવામાં આવી રહી છે અને એની સીધી અસર સામાન્ય યુઝર્સ પર થશે. ગૂગલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પહેલી સપ્ટેમ્બરથી ગૂગલ પ્લે સ્ટોર પરથી આવી હજારો એપ્સને દૂર કરવા જઈ રહ્યું છે, જેની ગુણવત્તા ખરાબ ક્વોલિટીની એપ્સ છે. ગૂગલ માને છે કે આ એપ્સ માલવેર સોર્સ હોઈ શકે છે. આવી પરિસ્થિતિમાં ગૂગલ ક્વોલિટી કંટ્રોલ દ્વારા આવી તમામ એપ્સને હટાવવાની સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય તેના યુઝર્સની સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી કરવામાં આવે છે અને એ જ અનુસંધાનમાં પહેલી સપ્ટેમ્બરના કૂકિંગ ગેસથી લઈને કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવશે. અહીંયા તમારી જાણ માટે કે આ પહેલાં કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 8.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે સાથે જ ઓઇલ કંપનીઓ દ્વારા પણ હવાઈ ઈંધણ એટલે કે એર ટર્બાઇન ફ્યૂલ (ATF), સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં આની કિંમતમાં વધારો-ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, જેની અસર પણ સામાન્ય માણસના ખિસ્સા પર જોવા મળી શકે છે.

TRAI બદલશે ફેક કોલનો આ નિયમ
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા ટેલિકોમ કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે કંપની મોબાઈલ યુઝર્સ માટે માથાનો દુઃખાવો બની રહેલાં ફેક કોલ અને મેસેજને રોકવા માટે આવશ્યક પગલાં ભરે. પરિણામે પહેલી સપ્ટેમ્બરથી આવા કોલ્સ પર લગામ લગાવવામાં આવી શકે છે. ટ્રાય દ્વારા ટેલીકોમ કંપનીઓને જણાવવામાં આવ્યું છે કે તેઓ 140 મોબાઈલ નંબર સિરીઝથી શરૂ થનાર ટેલીમાર્કેટિંગ કોલ અને કોમર્શિયલ મેસેજિંગને બ્લોકચેન બેઝ ડિસ્ટ્રીબ્યૂટેડ લેઝર ટેક્નોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરી દે.

HDFC ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઇન્ટની મર્યાદા કરશે નક્કી
HDFC બેંક દ્વારા પહેલી સપ્ટેમ્બરથી યુટિલિટી ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટની મર્યાદા નક્કી કરવાની જાહેરાત કરવામાં એવી છે. આ સાથે સાથે જ ગ્રાહકો દર મહિને માત્ર 2000 પોઈન્ટ્સ મેળવી શકશે અને થર્ડ પાર્ટી એપ દ્વારા શૈક્ષણિક પેમેન્ટ કરવા પર બેંક દ્વારા કોઈ પણ પ્રકારના રિવોર્ડ પોઇન્ટ આપવામાં આવશે નહીં.

IDFC First Bank Credit Cardનો બદલાશે નિયમ
પહેલી સપ્ટેમ્બરથી ક્રેડિટ કાર્ડ પર ચૂકવવા પડતાં મિનીમમ ફીમાં ઘટાડો થવા કરવામાં આવી શકે છે. આ સિવાય ચુકવણીની મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે આ મર્યાદા 18 દિવસને બદલે 15 દિવસ કરવામાં આવી છે. આ તારીખથી જ RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોને અન્ય ક્રેડિટ કાર્ડ્સની જેમ જ રિવોર્ડ પોઈન્ટ્સ મળશે.
મોંઘવારી ભથ્થામાં થશે વધારો?

એવું કહેવાઈ રહ્યું છે કે કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત પણ પહેલી સપ્ટેમ્બરથી કરી શકે છે. વર્તમાનકાળની વાત કરીએ તો કર્મચારીઓને 50 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી આપવામાં આવી રહ્યું છે.

મફત આધાર કાર્ડ અપડેટ
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની અંતિમ તારીખ 14મી સપ્ટેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે, જે પહેલાં 14મી જૂન 2024 હતી. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે, તો તમે તેને 14મી સપ્ટેમ્બર પહેલા મફતમાં અપડેટ કરી શકો છો. જોકે, માય આધાર પોર્ટલ દ્વારા મફત આધાર કાર્ડ અપડેટ કરવામાં આવશે. જો તમે આધાર કેન્દ્રની મુલાકાત લઈને આધાર અપડેટ કરો છો, તો તમારે સર્વિસ ચાર્જ તરીકે 50 રૂપિયા ચૂકવવા પડશે. યુઝર્સને ફક્ત ઓનલાઈનમાં જ મફત આધાર અપડેટની સુવિધાનો આનંદ લઈ શકે છે.

રૂપેકાર્ડના રિવોર્ડ પોઈન્ટ
એનપીસીઆઈના નવા નિયમો અનુસાર, હવે રૂપે (RuPay) ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન ફી તમારા રૂપે રિવોર્ડ પોઈન્ટ્સમાંથી કાપવામાં આવશે નહીં. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તમામ બેન્કોને આ મામલે જાણ કરી છે. એનપીસીઆઈનો આ નવો નિયમ પહેલી સપ્ટેમ્બર, 2024થી સંપૂર્ણ દેશમાં લાગુ કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button