આમચી મુંબઈમહારાષ્ટ્ર

ડબલ-ડેકર ફ્લાયઓવર મુંબઈ અને મહારાષ્ટ્રની નોંધપાત્ર સિદ્ધિ: એકનાથ શિંદે

મેટ્રો વાયડક્ટ સાથેનો પ્રથમ ડબલ-ડેકર ફ્લાયઓવર ટ્રાફિક માટે ખુલ્લો મૂકાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં બંધાયેલો ડબલ-ડેકર ફ્લાયઓવર મુંબઈ અને મહારાષ્ટ્ર માટે નોંધપાત્ર સિદ્ધિ ધરાવે છે. આ પ્રોજેક્ટ ટ્રાફિકના પ્રશ્ર્નોને હળવા કરશે અને સમય તેમ જ ઈંધણની બચત કરશે અને આધુનિક ટેક્નોલોજી અને કાર્યક્ષમ આયોજનનો પુરાવો છે. તે એમએમઆરના વિકાસને વેગ આપશે અને એકંદરે ટ્રાફિક ફ્લો અને આરામદાયક પ્રવાસની ગુણવત્તા વધારશે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે કહ્યું હતું.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) માં પ્રથમ ડબલ-ડેકર ફ્લાયઓવર જે મેટ્રો લાઇન 9 માટે વાયડક્ટને જોડે છે તેનું ઉદ્ઘાટન બુધવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા કરવામાં આવ્યું હતું.

એક કિલોમીટર લાંબો ફ્લાયઓવર થાણે જિલ્લામાં મીરા-ભાયંદરમાં મેટ્રો લાઇન-9 માટે મેટ્રો વાયડક્ટ અને રોડ ફ્લાયઓવરને સાથે લઈ જાય છે.

આ પણ વાંચો: ગોખલે ફ્લાયઓવર બીજો તબક્કો ખુલ્લો મૂકવામાં વિલંબ, નાગરિકો ભોગવી રહ્યા છે હાડમારી

આ ફ્લાયઓવર ટ્રાફિકના પ્રવાહને નોંધપાત્ર રીતે સરળ કરવા અને મીરા રોડ પરના મુખ્ય જંકશનની ભીડને દૂર કરવા માટે નિયોજિત છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

મેટ્રો લાઇન-9 એ અંધેરીથી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને દહિસરથી મીરા રોડ સુધીની મેટ્રો લાઇનનું વિસ્તરણ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ફ્લાયઓવર મેટ્રો અને રોડ ટ્રાન્સપોર્ટ માટે અલગ લેવલ સાથે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય પ્રવાસીઓ માટે મુસાફરીનો સમય 8 થી 10 મિનિટ ઘટાડવાનો અને બળતણનો વપરાશ ઘટાડવાનો હતો.

ફ્લાયઓવરના બાંધકામમાં નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જેમાં મુખ્યત્વે ડબલ-સર્કિટ દહાણુ-વર્સોવા પાવર લાઇનના સ્થાનાંતરણનો સમાવેશ થતો હતો, જેને લગભગ 3 કિમી ખસેડવામાં આવી હતી અને 75 મીટર સુધી એલિવેટેડ કરવામાં આવી હતી, જે તેને મહારાષ્ટ્રમાં બીજા ક્રમે સૌથી ઊંચી પાવર ચેનલ બનાવે છે.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો