આપણું ગુજરાતગાંધીનગર

મેઘતાંડવઃ ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, જામનગર જળબંબાકાર

ગાંધીનગરઃ ગુજરાતમાં બરોડા, જામનગર, દ્વારકા સહિત કચ્છમાં ભારે વરસાદને કારણે આજે પણ પરિસ્થિતિ ગંભીર ઊભી થઈ છે, જેમાં વહીવટી પ્રશાસન દ્વારા અસરગ્રસ્તોને મદદ કરવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદની એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે બે દિવસથી વરસાદ રાજ્યને ધમરોળી રહ્યું છે.

રાજ્યના મોટા ભાગના ડેમ-નદીઓ ઓવરફ્લો થયા છે, જ્યારે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વરસાદની સ્થિતિ અંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસેથી માહિતી મેળવી હતી.

જામનગર નવાગામ ધેડ ભીમવાસ, વિસ્તારના સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી લોકોના ઘરમાં પાણી ઘૂસતા હાલાકી વધી તંત્ર હજી સુધી ન પહોંચ્યું હોવાના લોકોના આક્ષેપ લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઇલેક્ટ્રિક વસ્તુઓને પહોંચ્યું નુકસાન. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 15 ઈંચ વરસાદ આવતા જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી.

આ પણ વાંચો: Gujarat ને મળશે ભારે વરસાદથી રાહત, ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ ફંટાવાની શક્યતા

રિવાબા જાડેજા મદદે પહોંચ્યા

જામનગરમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા ફાયર બ્રિગેડની ટીમ સાથે વિધાનસભ્ય રિવાબા જાડેજા બચાવ કામગીરીમાં જોતારાયા હતા. કેડસમા પાણીમાં લોકોને મદદ કરવા પહોંચ્યા હતા. જામનગરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાંચથી છ ફૂટ પાણી ભરાયા છે, જ્યારે અમુક નીચાણવાળા વિસ્તારો તો બેટમાં ફેરવાયા છે, ત્યારે જામનગરના વિધાનસભ્ય રિવાબા જાડેજા કેડસસા પાણીમાં ઉતરીને બચાવ કામગીરીમાં જોતરાઈને લોકોને મદદ કરી હતી.

રણજિતસાગર ડેમ ઓવરફ્લો

જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પર સૌથી ખરાબ અસર થઈ છે, જ્યારે શહેરના નદી-નાળા છલકાવવાને કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. જામનગરનો રણજિતસાગર ડેમ ઓવરફ્લો થવાને કારણે નાગરિકોને સતર્ક રહેવાની પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે..

આ પણ વાંચો: Monsoon 2024 : દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં રેડ અને મહારાષ્ટ્રમાં યલો એલર્ટ…

ખંભાળિયામાં સૌથી વધુ વરસાદ
સૌરાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં ખંભાળિયામાં વરસાદ પડ્યો છે. ખંભાળિયા તાલુકામાં 18 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે દ્વારકા તાલુકામાં 10 ઈંચ સાથે પણ સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. પાલિકા પ્રશાશન દ્વારા સેંકડો લોકોને બચાવવામાં આવ્યા હતા. ભાણવડ અને કલ્યાણપુર સહિત અન્ય તાલુકામાં નોંધપા વરસાદ પડ્યો છે. રાજકોટમાં મોસમનો 45 ઈંચ વરસાદ વરસ્યો છે.

એસડીઆરએફની મદદથી 40 લોકોને બચાવાયા

જામનગર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સતત ખડેપગે કામગીરી કરી રહ્યું છે. જિલ્લાની હાલની સ્થિતિ અંગે કલેકટરે બી. કે. પંડયાએ જણાવ્યું હતું કે એસડીઆરએફ, આર્મી અને એરફોર્સની મદદથી અસરગ્રસ્તોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આજે પણ અલગ અલગ બે લોકેશન પરથી એરફોર્સ દ્વારા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. એસડીઆરએફની ટીમ દ્વારા પણ ૪૦ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જ્યારે વિભાપર અને નથુવડલા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા ૨૪ જેટલા લોકોને બચાવવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો