મનોરંજન

એરપોર્ટ પર દેખાયો Abhishek Bachchan, ફેન્સે પૂછ્યું Aishwarya…

બચ્ચન પરિવાર હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવે છે. અનેક રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે જલસા બંગલામાં બધા જલસામાં નથી અને એનું કારણ છે અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) સંબંધોમાં પડેલું ભંગાણ. આ બધા વચ્ચે આજે અભિષેક બચ્ચન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો અને એનો એકલો જોઈને પેપ્ઝે પૂછ્યું હતું કે ઐશ્વર્યા ક્યાં છે? આવો જોઈએ શું કહ્યું જુનિયર બચ્ચને-

અભિષેક બચ્ચન આજે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો અને આ સમયે તેની સાથે માતા જયા બચ્ચન (Jaya Bachchan) અને બહેન શ્વેતા બચ્ચન (Shweta Bachchan) પણ જોવા મળ્યા હતા. જોકે, તેમ છતાં ફેન્સને ઐશ્વર્યાની કમી વર્તાઈ હતી અને તેમણે પૂછયું હતું ઐશ્વર્યા ક્યાં છે? અભિષેક અને ઐશ્વર્યા સાથે કેમ નથી? જોકે, આ મામલે અભિષેક બચ્ચને કોઈ પ્રતિક્રિયા નથી આપી.

એરપોર્ટ પર જયા બચ્ચન ગ્રે કલરના આઉટફિટમાં જોવા મળ્યા હતા અને તેમણે શ્રગ પણ કેરી કર્યો હતો. શૂઝ સાથે જયા બચ્ચને પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો. વાત કરીએ શ્વેતાની તો તેણે બ્લેક પેન્ટની સાથે લાઈટ કલરનું જેકેટ પહેર્યું હતું. ઓપન હેર સાથે શ્વેતાએ પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો. જયા અને શ્વેતા બંનેના હાથમાં બેગ પણ જોવા મળી હતી.

અભિષેક બચ્ચને આ સમયે બ્લેક પેન્ટ અને ગ્રે સ્વેટશર્ટ પહેર્યું હતું અને તેની ઉપર વ્હાઈટ શૂઝ પહેર્યા હતા. અભિષેકની આ ઈનકમ્પલિટ ફેમિલી ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે. ઈનકમ્પલિટ એટલા માટે કારણ કે ઐશ્વર્યા અને આરાધ્યા વગર તો અભિષેક બચ્ચનનો ફેમિલી ફોટો કમપ્લિટ ના જ થઈ શકે.

સોશિયલ મીડિયા પર બચ્ચન પરિવારના આ એરપોર્ટ અપિયરન્સનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. પણ ફેન્સ ઐશ્વર્યાને ખૂબ જ મિસ કરી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે ઐશ્વર્યા અને અભિષેક કેમ સાથે નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હોવાના અહેવાલો છેલ્લાં કેટલાય દિવસથી સામે આવી રહ્યા છે. અમુક રિપોર્ટ્સમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે ઐશ્વર્યા અને અભિષેક ડિવોર્સ લઈ રહ્યા છે. પરંતુ અભિષેકે આ રિપોર્ટ્સને રદીયો આપ્યો હતો અને વેડિંગ રિંગ દેખાડીને જણાવ્યું હતું કે તે હજી પણ મેરિડ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button