આમચી મુંબઈમહારાષ્ટ્ર

લોકસભાની ચૂંટણીમાં મહાયુતિને કાંદાએ રડાવ્યા, તો વિધાનસભામાં કોનો વારો?

મુંબઈ: ચૂંટણી દરમિયાન સૌથી મહત્ત્વનો મુદ્દો સામાન્ય જનતા માટે મોંઘવારી હોય છે અને ખેડૂતો માટે પાકના મળતા ઓછા ભાવ હોય છે. લોકસભાની ચૂંટણી દરમિયાન કાંદાના સાવ ગબડી ગયેલા ભાવના કારણે ખેડૂતોને નુકસાન પહોંચ્યું હતું અને તેની અસર મહારાષ્ટ્રમાં મહાયુતિને મળેલા મત પર થઇ હતી.

જોકે હવે વિધાનસભાની ચૂંટણી માથે છે અને સોયાબીનના પાકની કિંમત ઘટી જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. જો ખેડૂતોને સોયાબીનના પાકનો યોગ્ય ભાવ નહીં મળે તો તેની અસર મહાયુતિને ચૂંટણીના પરિણામ સ્વરૂપે જોવા મળી શકે.

આ પણ વાંચો: મહાયુતિ જ વિધાનસભાની હાંડી ફોડશે: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

પશ્ચિમ અને ઉત્તર મહારાષ્ટ્રમાં શેરડી અને કાંદાનો પાક વધુ થાય છે જ્યારે મરાઠવાડા અને વિદર્ભમાં સોયાબીનની ખેતી વિપુલ પ્રમાણમાં થાય છે. આ ખરીફ ઋતુ દરમિયાન અહીંના ખેડૂતોએ રેકોર્ડ 50.36 લાખ હેક્ટર જમીન ઉપર સોયાબીનનો પાક વાવ્યો છે. એવામાં જો સોયાબીનના ભાવ ઘટી જાય તો ખેડૂતોને મોટું નુકસાન થાય તેવો ભય તેમને સતાવી રહ્યો છે.

સતત ત્રણ વર્ષથી સોયાબીનના પાકનો ભાવ ઘટી રહ્યો છે હાલ લાતુરનાજ જથ્થાબંધ માર્કેટમાં સોયાબીનનો ભાવ 4,300થી 4,350 પ્રતિ ક્વિટંલ હોય છે. જ્યારે 2023માં આ ભાવ 4850થી 4900 પ્રતિ ક્વિટંલ હતો.

આ પણ વાંચો: મુંબઈ-ગોવા એક્સપ્રેસની સમીક્ષા કરતા એકનાથ શિંદે થયા લાલઘૂમ, આપ્યા આ આદેશો

તેના પૂર્વે પ્રતિ ક્વિન્ટલ સોયાબીનનો ભાવ અહીં 6000 રૂપિયા જેટલો હતો. હવે પહેલાથી જ આ ભાવ એમએસપી (4892 રૂપિયા) કરતાં ઘટી ગયા છે ત્યારે ભાવ વધુ ઘટશે તો તેમની હાલત કફોડી થવાનો ભય ખેડૂતોને છે.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો