નેશનલ

Kangana Ranautની મુશ્કેલીમાં વધારો, હિમાચલ પ્રદેશ વિધાનસભામાં નિંદા પ્રસ્તાવ પસાર…

નવી દિલ્હી : હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ચોમાસુ સત્રના પહેલા દિવસે અભિનેત્રી કંગના રનૌતના(Kangana Ranaut)ખેડૂતો અંગેના નિવેદનને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ પક્ષે હિમાચલના મંડીના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતના નિવેદનને ખેડૂતોનું અપમાન ગણાવ્યું અને ગૃહમાં નિંદા પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જેને ગૃહમાં સ્વીકારવામાં આવ્યો હતો. આ દરમિયાન નિવેદનને લઈને સૂત્રોચ્ચાર પણ થયા હતા.

આ પણ વાંચો : Kangana Ranaut ની ફિલ્મ ઇમરજન્સી રિલીઝ પૂર્વે વિવાદમાં સપડાઈ, જાણો કારણ…

હરિયાણામાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન

કંગના રનૌતની ટિપ્પણીઓને વખોડતો ઠરાવ કોંગ્રેસે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં મૂક્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટીએ હરિયાણામાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.હરિયાણામાં 1 ઓક્ટોબરે ચૂંટણી યોજવવાની હોવાથી વિપક્ષે આ મુદ્દે ભાજપના સાંસદ પર પ્રહારો કર્યા હતા. આપના હરિયાણા પ્રમુખ સુશીલ ગુપ્તાએ કહ્યું કે આનાથી ખેડૂતો પ્રત્યેની ભાજપની માનસિકતા છતી થાય છે.

આ પણ વાંચો : કંગનાને ખેડૂતોના આંદોલન અંગે નિવેદન આપવાનું ભારે પડ્યું, પાર્ટીએ આપી આ સલાહ

કોઈએ ખેડૂતોનું અપમાન ન કરવું જોઈએ

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કંગના રનૌતના નિવેદનની ટીકા કરતા કહ્યું કે કોઈએ ખેડૂતોનું અપમાન ન કરવું જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ પણ આ નિવેદનની નિંદા કરી છે. સંસદીય બાબતોના પ્રધાને ગૃહમાં નિંદા પ્રસ્તાવ પણ મૂક્યો છે . બીજી તરફ ભાજપે કંગના રનૌતના નિવેદનથી દૂરી બનાવી લીધી છે અને કહ્યું છે કોઇપણ નિવેદન સમજી વિચારીને આપવું જોઇએ.

આ પણ વાંચો : કિસાન સભાએ કંગનાના નિવેદનની ટીકા કરી

પંજાબ બાંગ્લાદેશમાં ફેરવાઈ ગયું હોત

કંગના રનૌતે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, જો અમારૂ શીર્ષ નેતૃત્વ મજબૂત ન હોત તો ખેડૂત આંદોલન દરમિયાન પંજાબ બાંગ્લાદેશમાં ફેરવાઈ ગયું હોત. કંગના રનૌતના આ નિવેદન પર વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યું છે. કોંગ્રેસે કંગના સામે NSA હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button