ટોપ ન્યૂઝનેશનલ

Monsoon 2024 : દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં રેડ અને મહારાષ્ટ્રમાં યલો એલર્ટ…

નવી દિલ્હી : દેશના અનેક રાજ્યો છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ(Monsoon 2024)વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાત અને રાજસ્થાન સહિત 22 રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં આગામી બે દિવસ સુધી વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. બુધવારે પશ્ચિમ રાજસ્થાન અને આંદામાન નિકોબાર ટાપુઓમાં અને ગુરુવારે પશ્ચિમ રાજસ્થાન, કેરળ અને ઓડિશામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : એલર્ટ ! Gujarat માં આજે પણ ભારે વરસાદની આગાહી, સોરાષ્ટ્ર-કચ્છ માટે રેડ એલર્ટ

મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક માં યલો એલર્ટ

જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર-પશ્ચિમથી પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.જ્યારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશાના કેટલાક વિસ્તારો, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળના મોટાભાગના ભાગો અને તમામ પૂર્વોત્તર રાજ્યો સહિત 22 રાજ્યોમાં બુધવારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

કેન્દ્રીય ટીમ ત્રિપુરામાં પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરશે

આ તરફ ભારે વરસાદને કારણે ત્રિપુરામાં પૂરની સ્થિતિ છે. ત્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું કે કેન્દ્ર રાજ્યમાં પૂરના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક ટીમ મોકલશે. રાજ્યમાં કુલ 17 લાખ લોકો કુદરતી આફતથી પ્રભાવિત થયા છે અને 1.37 લાખ લોકો બેઘર બન્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આશ્વાસન આપ્યું છે કે તેઓ ટૂંક સમયમાં પૂરથી થયેલા વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ટીમ મોકલશે.

આ પણ વાંચો : ગુજરાતમાં મેઘરાજા મુસીબત લાવ્યાઃ બચાવ-રાહત કામગીરી માટે NDRF સાથે આર્મીને તહેનાત કરાઈ

શિમલામાં મુશળધાર વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના લીધે અનેક જગ્યાએ ભૂસ્ખલનને કારણે 126 રસ્તાઓ બંધ છે. ભૂસ્ખલનને કારણે અની-કુલુ નેશનલ હાઈવે પણ 10 કલાક સુધી બંધ રહ્યો હતો.જ્યારે રાજધાની શિમલામાં મુશળધાર વરસાદને કારણે અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. સવારે વરસાદના કારણે શાળાએ જતા બાળકો અને ઓફિસ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગામી બે દિવસ વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Show More

Related Articles

Back to top button
બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર…