સ્પોર્ટસ

…તો રોહન જેટલી બની શકે છે નવા BCCI સચિવ

નવી દિલ્હીઃ દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ) ના પ્રમુખ રોહન જેટલી કથિત રીતે ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના નવા સચિવ બની શકે છે. બીસીસીઆઇના વર્તમાન સચિવ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નવા અધ્યક્ષ બને તેવી ચર્ચા શરૂ થઇ છે. રોહન જેટલી જય શાહનું સ્થાન લેવાની રેસમાં સૌથી આગળ છે.

તાજેતરમાં અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે બીસીસીઆઇના વર્તમાન સચિવ જય શાહ આઇસીસીના નવા અધ્યક્ષ બને તેવી સંભાવના છે. તેઓ ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે. ગ્રેગ બાર્કલે ચાર વર્ષના કાર્યકાળ પછી આઇસીસી અધ્યક્ષનું પદ છોડવાનો નિર્ણય લીધો હતો.

એક રિપોર્ટ અનુસાર, ડીડીસીએ પ્રમુખ રોહન જેટલી સ્વર્ગસ્થ ભાજપના નેતા અરુણ જેટલીના પુત્ર છે. બીસીસીઆઈના નવા સચિવ બનવાની રેસમાં તેઓ સૌથી આગળ છે. જેટલી 2023માં ડીડીસીએના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

આ પણ વાંચો: પટોલેએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનની મુખ્ય ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્ની અને અન્ય તેમના પદ પર યથાવત રહેશે, જેમનો કાર્યકાળ એક વર્ષ પછી સમાપ્ત થશે. ઘણા અહેવાલોમાં એવા તથ્યો સામે આવ્યા છે કે જય શાહને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત અનેક ક્રિકેટ બોર્ડનું સમર્થન છે.

જો જય શાહ આઇસીસીના નવા ચેરમેન તરીકે ચૂંટાય છે, તો તેઓ 35 વર્ષની વયે આ પદ સંભાળનાર સૌથી યુવા વ્યક્તિ બની જશે. તેઓ આઇસીસીના અધ્યક્ષ બનનારા જગમોહન ડાલમિયા, એન. શ્રીનિવાસન, શરદ પવાર અને શશાંક મનોહર જેવા ભારતીયોની યાદીમાં સામેલ થઇ જશે. આઇસીસી અધ્યક્ષની ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 27મી ઓગસ્ટ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button