આમચી મુંબઈમનોરંજનમહારાષ્ટ્ર
કિસાન સભાએ કંગનાના નિવેદનની ટીકા કરી
થાણે: ઓલ ઈન્ડિયા કિસાન સભાએ સોમવારે ભાજપના લોકસભાના સાંસદ કંગના રણૌત દ્વારા ખેડૂતોના આંદોલન અંગે કરેલી ટિપ્પણીની ટીકા કરી હતી. કિસાન સભાના અધ્યક્ષ ડો. અશોક ધવલેએ કહ્યું હતું કે કંગનાનું નિવેદન અત્યંત નિંદનીય છે. આ નિવેદન તેમના આંતરીક અને બાહ્ય બોસને ખુશ કરવા માટે હતું જેઓ કૃષિ ક્ષેત્રનો નાશ કરવા માગે છે.
દેશના સાર્વભૌમત્વને અસર કરી શકે એવા ત્રણ કૃષિ કાયદાઓ સામેનો ખેડૂતોનો સંઘર્ષ વિપરિત વાતાવરણ, કોરોનાના રોગચાળા અને સરકારી હિંસા વચ્ચે થયો હતો. જેમાં 736 લોકોએ જીવ ગુમાવ્યા હતા. દેશની આઝાદીની લડતને દગો આપીને અંગ્રેજોના મળતિયા બનેલા કોમી દળોને ખેડૂતો અને કામગારોના રાષ્ટ્રપ્રેમ અંગે સવાલ ઉઠાવવાનો કોઈ નૈતિક અધિકાર નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માફી માગવી જોઈએ અને સુપ્રીમ કોર્ટે રણૌતની ટિપ્પણીની સુઓ-મોટો દખલ લેવી જોઈએ, એમ પણ તેમણે કહ્યું હતું.
Taboola Feed