‘વૉટ્સઅપ’ કરવાનું બંધ કરો, શ્યામ! હવે રૂબરૂમાં આવવાનું રાખો.
કૃષ્ણ કવિતા -ભાગ્યેશ જહા
‘વૉટ્સઅપ’ કરવાનં ુબંધ કરો, શ્યામ!
હવે રૂબરૂમાં આવવાવું રાખો.
વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યા છે,
મોરલી મોબાઇલ જેવી રાખો…..
સાઇબર કાફેમાં હવે સર્ફિંગ કરે છે,
પેલી ગોપીઓની યુગજૂની આંખો,
ઇચ્છાના ગોધણને વાળો, હો શ્યામ!
હવે ગોવર્ધન માગે છે પાંખો,
ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ,
અને માખણને ફેટ ફ્રી રાખો
મોરલી મોબાઇલ જેવી રાખો….
વેબકેમ આંખોમાં આંજીને ગોપીઓએ
સંતાડી દીધા ઉજાગરા,
કપડા તો સૂકવ્યા છે, સદીઓથી ડાળ ઉપર
વહેવડાવો વાયરા કહ્યાગરા,
રાધાના આંસુને અટકાવો, શ્યામ!
હવે, મેકઅપને મોભામાં રાખો,
મોરલી મોબાઇલ જેવી રાખો….
ઇ-મેઇલ વાંચીને હવે અર્જુનને સમજાવો,
કે મનમાંથી કાટમાળ કાઢે,
ગાંડીવ ને શંખધ્વનિ સાચવે ભલે,
પણ પર્સમાંથી પામટોપ કાઢે,
કૌરવના કમ્પ્યુટર વાઇરસ લખે છે,
તેની ભોળી કોઇ ભાળ હવે રાખો,
‘વૉટ્સઅપ’ કરવાનું બંધ કરો, શ્યામ!
હવે રૂબરૂમાં આવવાનું રાખો….
ઇન્ટરનેટની અગાસીઓ પર ઇ-સૂર્યોદય જોયો અમે તમારી સોબત ખોઇ, પડછાયો પણ ખોયો
ઇ-રાધાએ જમનાજળ પર ખોલ્યું સાઇબર કાફે,
મોરપીંછનું છોગું પહેરી ઇ-મેઇલથી એડ્રેસ હાંફે!
બાઇટ બાઇટ પર કૃષ્ણ બિરાજે વેબસાઇટ વનરાવન,
વાઇરસવાળા વિચાર કરતા આ રસ છે મનભાવન!
માણસની આ ઇ-ભક્તિમાં વિભૂતિયોગ ગવાયો,
ઇન્ટરનેટની અગાસીઓ પર ઇ-સૂર્યોદય જોયો!
આ ઇ-નગરીમાં ઇ-સઘળું છે, માણસ નામે શંકા,
સાઇબર સીતા ડૂસકાં ભરતી શોધો ડોટ. કોમ લંકા!
આ થડકાને તડકાની વચ્ચે અર્થ બધો લકવાયો,
અમે તમારી સોબત ખોઇ પડછાયો પણ ખોયો!