Divorce અને પતિની બીજી સગાઈ બાદ એક્ટ્રેસે આપ્યા એવા કાતિલાના પોઝ કે… યુઝર્સે કહ્યું…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડિવોર્સ અને રિમેરેજ ખૂબ જ સામાન્ય થઈ ગયા છે. સાઉથ ઈન્ડિયન સુપર સ્ટાર સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) ખાસ કોઈ પરિચયની મોહતાજ નથી. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસે હાલમાં જ એવા ફોટો શેર કર્યા છે કે જેને જોઈને ફેન્સના હોંશ ઊડી ગયા હતા. આવો જોઈએ આખરે શું છે ખાસ છે આ ફોટોમાં…
છેલ્લાં કેટલાય સમયથી સામંથા ફિલ્મી ઝાકઝમાળથી દૂર છે, પણ હાલમાં તે ચર્ચામાં આવી છે અને એનું કારણ છે તેના પહેલાં પતિ નાગાચૈતન્ય (Naga Chaitnya)એ કરેલી બીજી સગાઈ. નાગા ચૈતન્યે હાલમાં જ શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી હોવાના અહેવાલો આવ્યા અને ફરી એક વખત નાગાચૈતન્ય અને સામંથાનું લગ્નજીવન ચર્ચામાં આવ્યું.
આ પણ વાંચો: સમંથા રૂથ પ્રભુનો આ અવતાર જોઇ ફેન્સ થઇ ગયા પાણી પાણી
હવે સામંથા લાઈમલાઈટમાં આવી એનું કારણ છે તેણે શેર કરેલાં લેટેસ્ટ ફોટો. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં લેટેસ્ટ ફોટોમાં સામંથા હર હંમેશની જેમ સુંદર લાગી રહી છે, એટલું જ નહીં તેણે આપેલા કાતિલાના પોઝ જોઈને ફેન્સની હાર્ટબીટ વધી ગઈ હતી.
સોશિયલ મીડિયા પર સામંથાના કરોડો ફોલોઅર્સ છે અને એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને ફેન્સ સાથે કનેક્ટ રહેવાની ટ્રાય કરે છે. હાલમાં જ સામંથાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક એવા ફોટો શેર કર્યા છે જે જોઈને લોકો એના પરથી નજર હટાવી શક્યા નહોતા. આ ફોટોમાં તે એકદન સ્લિમ એન્ડ ટ્રીમ દેખાઈ રહી છે. ફેન્સ તેના આ ફોટો જોઈને એકદમ બેકાબુ થઈ ગયા હતા.
એક્ટ્રેસે શેર કરેલાં ફોટોમાં સામંથાનું ઘટેલું વજન જોઈને ફેન્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. યુઝર્સ તો તેની હેલ્થ કંડિશન્સને જોઈને તેના માટે ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના લગ્ન થયા હતા, પરંતુ આ લગ્ન લાંબો સમય સુધી ટકી શક્યા નહોતા અને આખરે બંને જણ છુટા પડી ગયા. હવે આ જ મહિને નાગા ચૈતન્યએ શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી હતી.