આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિકસિત મનાતા મહારાષ્ટ્રમાં મહિલા-બાળકો કેટલા સુરક્ષિત, ગુનાના આંકડા જાણશો તો…

મુંબઈ: કોલકાતાની હૉસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો હજી તાજો જ છે ત્યારે મહારાષ્ટ્રના બદલાપુરમાં અને ચંદ્રપુરમાં પણ આવી હેવાનિયતની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. દેશમાં બનતી આ તમામ ઘટનાઓ મહિલાઓ માટે સમાજને આપણે કેટલો સુરક્ષિત કરી શક્યા છે, તેની ચાડી ફૂંકે છે.

આપણે હાલમાં મહારાષ્ટ્રની જ વાત કરીએ તો નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા 2022માં જારી કરાયેલા આંકડાઓ અનુસાર મહારાષ્ટ્રમાં દર કલાકે મહિલાઓ વિરુદ્ધ સરેરાશ પાંચ અને બાળકો વિરુદ્ધ બે ગુના નોંધાયા હતા. આ તો 2022ના આંકડા છે. એ પછી તો ગુનાખોરીના કેસમાં વધારો થયો હોઇ શકે છે. રાજ્યમાં 2021ની સરખામણીએ 2022માં મહિલાઓ સામેના ગુનાઓમાં 15%નો વધારો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે આમાં મોટા ભાગના કેસમાં આરોપી ફરિયાદીને ઓળખતા હતા.

મેટ્રો શહેરોની વાત કરીએ તો મુંબઈમાં મહિલાઓ અને બાળકો પરના ગુનાઓની સંખ્યા સરેરાશ ઓછી છે. જો કે, ગુનાઓની સંખ્યામાં ક્રમશઃ વધારો થયેલો જોવા મળે છે. મુંબઇ ક્રાઈમ રેટ પર 12મા ક્રમે છે મહિલાઓ અને બાળકો સાથે સંકળાયેલા ગુનામાં તે 16મા ક્રમે છે. મહારાષ્ટ્રના મોટા ભાગના કેસો છેડતી, અપહરણ અને પોક્સો એક્ટના ગુનાઓ સાથે જોડાયેલા હતા.

આ પણ વાંચો: ‘એમ બોલે છે જાણે તારા પર બળાત્કાર થયો હોય’: નેતાની જીભ લપસી

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટાના આધારે અગાઉના વર્ષે હત્યા સંબંધિત એફઆઈઆર માટે પણ મુંબઈ મહાનગરોમાં ત્રીજા સ્થાને હતું. સોમવારે જાહેર કરાયેલા NCRBના ડેટા અનુસાર, શહેરમાં 2022માં 135 હત્યાના કેસ નોંધાયા હતા. પહેલા ક્રમે દિલ્હીમાં 501 અને ત્યાર બાદ બેંગલૂરુમાં 173 કેસ નોંધાયા હતા.

મહિલા અને બાળ અધિકાર કાર્યકર્તા પ્રીતિ પાટકરે જણાવ્યું હતું કે, અદાલતોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંસાધન માટેની જોગવાઈઓ જરૂરી છે. પીડિતાની સુરક્ષા પણ જરૂરી છે. પીડિતા આરોપીની નજરમાં ન આવે તેની ખાતરી કરવા માટે પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ.પીડિતો ન્યાય મેળવવા માગે છે, પણ સુનાવણીમાં વિલંબ થાય છે.

ક્યારેક એવા કિસ્સાઓ પણ બને છે કે જ્યાં સગીર વયની છોકરીઓ સંબંધોમાં હોય, પરંતુ સંમતિ માટેની કાયદેસરની ઉંમર 18 વર્ષ છે, તેથી તેને બળાત્કાર માનવામાં આવે છે અને ફોજદારી ગુનો નોંધવામાં આવે છે. બીજી પણ એક મહત્વની બાબત એ છે કે કિશોરોમાં અપરાધ દરમાં યુપી અને બિહાર પછી મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે છે.

આ પણ વાંચો: લંડનની હોટલમાં એર ઈન્ડિયાની મહિલા ક્રૂ મેમ્બર પર હુમલો, બળાત્કાર થયો હોવાના પણ અહેવાલ

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) એ તેનો વાર્ષિક અપરાધ અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં ભારતમાં મહિલાઓ સામેના ગુનાઓમાં થયેલા વધારો જણાવવામાં આવ્યો છે, જેમાં મોટા ભાગના ગુનાઓ પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા જ આચરવામાં આવ્યા છે.

બાળકો અને મહિલાઓ સામે ગુનાખોરીના કેસોમાં જે રીતે વધારો થઇ રહ્યો છે તે બાબત ખરેખર સમાજ માટે ચિંતાજનક અને માનસિક સંતાપ આપનારી છે. સરકાર અને કાયદો પોતાનું કામ સખતાઇથી કરે અને ગુનેગારોને સજા કરે તો જ આવા કેસોની સંખ્યામાં ઘટાડો થઇ શકે છે.

અદાલતોમાં પણ પેન્ડિંગ રહે છે કેસ

મહિલાઓ અને બાળકો સામે થયેલા મોટા ભાગના કેસોમાં લાંબા સમય સુધી અદાલતમાં કેસ પેન્ડિંગ રહેતા હોવાથી અને આરોપીને ઓછી સજા થતી હોવાથી આવા કેસો વધી રહ્યા હોવાનું લોકોનું માનવું છે, કારણ કે લોકોને કાયદા કાનૂનનો કોઇ ડર જ નથી રહ્યો. જોકે, નિષ્ણાંતો એમ પણ જણાવે છે કે કોર્ટમાં જજની ખાલી જગ્યાઓ કેસોની પેન્ડન્સીનું એક મહત્વનું કારણ છે. પોક્સો એક્ટ ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા અને પીડિતના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરને રોકવા માટે ગુનાની જાણ થયાના સમયથી એક વર્ષમાં કેસોનો નિકાલ કરવાની જોગવાઈ કરે છે ખરી.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…