આમચી મુંબઈમહારાષ્ટ્ર

ચંદ્રપુરમાં પણ બદલાપુરવાળી

શું હવે શાળાની બાળકીઓ પણ સુરક્ષિત નહીં! આ બધું ક્યાં જઇને અટકશે?

ચંદ્રપુરઃ બદલાપુરમાં સગીર છોકરીઓના જાતીય શોષણની ઘટનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. કોલકાતાની હૉસ્પિટલમાં મહિલા ટ્રેઇની ડૉક્ટરની બળાત્કાર અને હત્યાને મામલે દેશભરમાં આક્રોશ છે ત્યારે થોડા સમય પહેલા મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં પણ આવો જ એક કેસ નોંધાયો હતો, જેની માહિતી હવે બહાર આવી રહી છે. આ કેસમાં પીડિતા સગીર છે. . જોકે આટલા ગંભીર ગુનામાં આરોપી હજુ સુધી પોલીસના હાથે ઝડપાયો નથી. પીડિત પરિવારને હવે શંકા છે કે પોલીસ જાણીજોઈને આરોપીઓને બચાવી રહી છે.

આ ઘટનામાં ચંદ્રપુરની સગીર પીડિતા ટ્યુશન ક્લાસમાં જઈ રહી હતી. ત્યાં એક શિક્ષકે તેની સાથે દુર્વ્યવહાર કર્યો. શિક્ષક તેને બદનામ કરવાની ધમકી આપી હતી અને વારંવાર બળાત્કાર કરતો હતો, પણ શિક્ષકના અને બદનામીના ડરથી પીડિતાએ આ વાત કોઇને જણાવી નહી. ધીમે ધીમે શિક્ષકની હિંમત વધવા લાગી અને તેણે પીડિતા પાસે રૂપિયાની માગણી કરવા માંડી. પીડિતાએ ઘરના સોનાના દાગીના ચોરીને શિક્ષકને આપી દીધા. લગભગ દોઢેક વર્ષ સુધી આમ ચાલુ, ત્યાર બાદ પીડિતાની ધીરજ ગુમાવી દીધી અને જે બન્યું તે પરિવારને જણાવી દીધું. પરિવારના સભ્યો પણ આ સાંભળી આઘાતથી સ્તબ્ધ થઈ ગયા તેમણે શિક્ષક સામે પોલીસમાં જવાનું નક્કી કર્યું. 29 માર્ચ, 2024 ના રોજ પીડિતાના પરિવારે પોલીસ ફરિયાદ કરી, પણ પોલીસે ફરિયાદ લેવાનો જ ઇનકાર કરી દીધો. પહેલા આરોપીને પકડીએ પછી જ તેની સામે ગુનો દાખલ કરીશું એવું પોલીસે જણાવ્યું. જોકે, પીડિતાના પરિવારજનોએ દબાણ વધારતા પોલીસને ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી હતી.

આ કિસ્સામાં, કલમ 376 (1), POCSO અને અનુસૂચિત જનજાતિ નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ દાખલ થયાને લગભગ પાંચ મહિના વીતી ગયા છે. જો કે, હજુ સુધી આરોપી પોલીસના હાથે ઝડપાયો નથી. આથી પીડિતાના પરિવારજનોને હવે પોલીસ પર શંકા જઇ રહી છે.

તેમનું કહેવું છે કે આરોપીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશભરમાં યૌન ઉત્પીડનની ઘટનાઓને લઈને તોફાન ઊભું થયું છે. જો કે, પાંચ મહિના પછી પણ ચંદ્રપુર પોલીસ દ્વારા પોક્સોના આરોપીને પકડવામાં આવ્યો નથી. નિયમો અનુસાર, POCSO હેઠળ આરોપીની ધરપકડના 60 દિવસની અંદર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવી જરૂરી છે. આ ઘટનામાં તો પોલીસ અને આરોપીની સાંઢગાંઠ હોવાની પીડિતાના પરિવારને શઁકા છે.

તાજેતરમાં થાણેના બદલાપુર ખાતે કો-એડ શાળાની નર્સરીમાં ભણતી બે બાળકીના શાળાના સફાઇ કર્મચારીએ કરેલા યૌન શોષણ મામલે લોકોમાં ભારે આક્રોશ છે. લોકો ન્યાયની માગણી કરતા રસ્તા પર ઉતરી આવ્યા હતા.

9મી ઑગસ્ટના રોજ કોલકાતાની એમ જી કાર સરકારી હૉસ્પિટલની ટ્રેઇની ડૉક્ટરની બળાત્કાર બાદ ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પણ લોકોનો જનાક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે સુઓ મોટો સંજ્ઞાન લઇને આ કેસની સુનાવણી કરી હતી અને રાજ્ય સરકારને કડી ફટકાર લગાવી હતી.

દેશમાં બનતી આ તમામ ઘટનાઓ મહિલાઓ માટે સમાજને આપણે કેટલો સુરક્ષિત કરી શક્યા છે, તેની ચાડી ફૂેંકે છે. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ વારંવાર બનતી આ ઘટનાઓ વધારે ચિંતાજનક અને માનસિક સંતાપ આપનારી છે. સરકાર અને કાયદો પોતાપોતાનું કામ સખત્તાઈથી કરે તે જરૂરી છે, પરંતુ માણસ તરીકે આપણે કેમ નૈતિકતાની દૃષ્ટિએ આટલા હલકા થઈ રહ્યા છે તે પણ ચિંતનનો વિષય છે.

Show More

Related Articles

Back to top button
ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને