અડધી દુનિયા વિના આપણે વિકસિત દેશ બની શકતા નથી
ફોકસ – કિરણ ભાસ્કર
જો ભારતને ૨૦૪૭ સુધી દુનિયાના વિકસિત દેશોમાં સામેલ કરવો છે તો તેની અર્થવ્યવસ્થામાં વર્તમાનમાં મહિલાઓની જે મહત્ત્વ ૨૦ ટકા ભાગીદારી છે તેમને વધારીને ૫૦ ટકા કરવી પડશે. આ કહેવું છે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષનું. પરંતુ એકલું આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ જ આ વિચાર સાથે સહમત નથી પરંતુ દુનિયાના તમામ મહત્ત્વપૂર્ણ આર્થિક સંગઠન અને આર્થિક ફોરમ પણ એમ કહે છે. તમામનું એક જ સ્વરમાં માનવું છે કે જો ભારતમાં મહિલાઓને અર્થવ્યવસ્થામાં પુરુષોની બરોબર ભાગીદારી આપવામાં આવે તો ચમત્કાર થઇ શકે છે. આઇએમએફના મતે આવી સ્થિતિમાં ભારતની આવક એક ઝાટકામાં ૨૭ ટકા વધી જશે. એટલું જ નહીં હિંદુસ્તાનને યુરોપિયન સંઘની સરખામણીએ વધુ કર્મચારીઓ મળી શકશે. જે ભારતને રાતોરાત આર્થિક તાકાત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે. સાથે દેશમાં બહુ જલદી ગરીબી ભાગી જશે.
દાવોસ ૨૦૨૩માં રજૂ કરાયેલા ૨૬મા વાર્ષિક વૈશ્ર્વિક સીઇઓ સર્વેક્ષણ પરથી જાણી શકાય છે કે દુનિયામાં આર્થિક મંદીના સમયગાળામાં પણ ભારત ઇચ્છે તો પોતાની અર્થવ્યવસ્થાને ઝડપી કરી શકે છે. જોકે આ મામલે તેણે મહિલાઓની વર્ક ફોર્સમાં ભાગીદારી વધારવી પડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે હિંદુસ્તાન ૨૦૪૭ સુધી વિકસિત દેશનો દરજજો હાંસલ કરી લેશે. જ્યારે વિશ્ર્વમાં અનેક સંગઠનો માને છે કે ભારત આ અગાઉ મોટી આર્થિક શક્તિ બની શકે છે. ભારતમાં ડિઝિટલ લેવડદેવડ અવિશ્ર્વસનીય રીતે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આવું એટલા માટે થયું છે કે કારણ કે તેમાં મહિલાઓની ૪૦ ટકા ભાગીદારી છે. અગાઉ મોડ ઓફ પેમેન્ટમાં મહિલાઓની ભાગીદારી ફક્ત ૧૦ થી ૧૫ ટકા રહેતી હતી. પરંતુ યુપીઆઇમાં મહિલાઓની ભાગીદારી પુરુષો કરતાં ૧૦ ટકા ઓછી છે. જેનું પરિણામ એ છે કે આખી દુનિયા ભારતના ડિઝિટલ લેવડદેવડને ચમત્કારની જેમ જોઇ રહી છે. વર્ષ ૨૦૨૨માં એટલા માટે ભારતનો ડિઝિટલ રૂપિયો સમય કરતા વહેલા બજારમાં આવી ગયો કારણ કે ડિઝિટલ લેવડદેવડમાં મહિલાઓની ભૂમિકા જબરદસ્ત રહી છે.
પરંતુ યુપીઆઇ એક અપવાદ ક્ષેત્ર છે, બાકી મોટાભાગનાં ક્ષેત્રોમાં મહિલાઓની ખૂબ દયનીય સ્થિતિમાં છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમને તાજેતરમાં જ વર્ષ ૨૦૨૨માં પોતાના ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ જાહેર કરી હતી. જેના પરથી જાણવા મળે છે કે ભારત ૧૪૬ દેશોમાંથી મહિલાઓના વિવિધ અવસરોમાં ભાગીદારીઓ મામલામાં ૧૪૩મા સ્થાન પર હતું. જોકે, તાજેતરનાં વર્ષોમાં તેમાં કેટલાંક વર્ષોમાં વૃદ્ધિ જોવા મળી હતી. પરંતુ વિશ્ર્વ સ્તર પર જોવામાં આવીએ તો તેમાં કાંઇ ખાસ નથી. ફક્ત ઇરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતા આપણે થોડા જ ઉપર છીએ. ભારતનાં શહેરોમાં ૭૧.૭ પુરુષ ગ્રેજ્યુએટ કાર્યરત છે એટલે કે શહેરોમાં ૭૧ ટકાથી વધુ પુરુષ સ્નાતકોના રોજગાર હાંસલ છે. જ્યારે મહિલાઓની આ હિસ્સેદારી ફક્ત ૨૩.૬ ટકા છે. ભારતીય અર્થવ્યવસ્થા સદીઓથી પુરુષ પ્રધાન રહી છે અને તેના કારણે મહિલાઓની ભાગીદારી ઓછી રહી છે. વાસ્તવમાં કોઇ પણ અર્થવ્યવસ્થામાં જ્યારે પુરુષોનું વર્ચસ્વ હોય છે તો કીધા વિના જ માની શકાય છે મહિલાઓ પછાત હોવું જરૂરી છે.
નારીવાદી લેખિકા અમિયા શ્રીનિવાસન તેને પુરુષોની સ્વતંત્રતાની શરત અને મહિલાઓની ગુલામીના રૂપમાં ચિહ્નિત કરે છે. મહિલાઓને ભારતમાં ઘણાં કામો કરવાની છૂટ નથી જેવી પુરુષોની હોય છે. જ્યારે આ વિષય પર ચર્ચા થાય છે તો પણ પુરુષ, પુરુષોના પક્ષમાં હોય છે. એ અકારણ નથી કે ભારતમાં ફક્ત ૧૭ ટકા મહિલાઓ અને નિયમિત અને સ્થિર પગારદાર કર્મચારી છે, પરંતુ મહિલાઓ જે રીતે કામ કરે છે તેમાં તેમને કામ પ્રમાણે પગાર આપવામાં આવતો નથી. કાર્યસ્થળો પર મહિલાઓ જે રીતે પુરુષોના વર્ચસ્વનો શિકાર બને છે તેમાં એક મોટો હિસ્સો તેમની અસુરક્ષા સાથે જોડાયેલો હોય છે. જો મોટાભાગનાં ક્ષેત્રોમાં આ સ્થિતિ છે. ફક્ત આર્થિક જ નહીં સામાજિક અને બીજાં ક્ષેત્રોમાં મહિલાની અગ્રિમ ભાગીદારી નથી.
જો ભારતને વિકસિત દેશ બનવો છે તો આપણે ખાસ કરીને પોતાના કૃષિ, શિક્ષણ, રોજગાર, સેવા ક્ષેત્ર અને સ્ટાર્ટ અપ જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં મહિલાની વર્તમાન ભાગીદારીને ૨૦ થી ૨૫ ટકા વધારવી પડશે. સ્વાસ્થ્ય કૌશલ્ય વિકાસમાં પણ મહિલાઓની મોટી ભૂમિકા આપવી પડશે. જેથી આપણો આર્થિક વિકાસ થશે પરંતુ વિકસિત દેશોમાં સામેલ થવામાં આપણી સુનિશ્ર્ચિત હાજરી હશે. વિવિધ અર્થશાસ્ત્રીઓનું આંકલન છે કે જો ભારતને આગામી ૨૩ વર્ષોમાં વિકાસશીલમાંથી વિકસિત દેશ બનવું હશે તો સતત આપણો વિકાસ દર ૮ ટકાથી ઉપર લગભગ ૯ ટકા રાખવો પડશે. એ ત્યારે જ સંભવ છે કે જ્યારે શ્રમબળમાં મહિલાઓની ભાગીદારી વર્તમાનની ૧૭ થી ૩૦ ટકાના બદલે ૪૨ થી ૪૫ ટકાની વચ્ચે રહેવી પડશે. આજની તારીખમાં ૩ કરોડથી વધુ ભણેલી અને લાખો મહિલાઓ કોઇ વિશેષ ક્ષેત્રમાં પારંગત હોવા છતાં અથવા તો નોકરીથી વંચિત છે અથવા તેમના પરિવારનું એવું માળખું છે જેના કારણે તેઓની ઇચ્છા હોવા છતાં નોકરી કરી શકતી નથી. ભારતીય ઉદ્યોગ જગતને આ બેકાર થઇ રહેલી શ્રમશક્તિનો ઉપયોગ કરવો પડશે.
પરંતુ તેનાથી વધુ ભયાનક સ્થિતિ સ્વરોજગાર ક્ષેત્રમાં છે. ભારતમાં ૨૩ કરોડથી વધુ લોકો સ્વરોજગારથી પોતાની આજીવિકા મેળવે છે અને તેમાં એક કરોડથી વધુ એવા લોકો છે જે ઓછામાં ઓછા બે અન્ય લોકોને નોકરીઓ આપી રહ્યા છે. પરંતુ આ સ્વરોજગાર કરનારાઓમાં મહિલાઓની ભાગીદારી ૬ થી ૭ ટકા જ છે. આ ખૂબ મોટી ગેપ છે. જો ભારતને ગંભીરતાથી નક્કી કરેલા સમયમાં વિકસિત બનવું હશે તો અડધી દુનિયાના શ્રમબળને તેમનાં વિવિધ કૌશલ્યોનો ઉપયોગ કરવો પડશે. ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં મહિલાઓ રોજગારથી વંચિત છે. જો મહિલાઓના હાથમાં ખરીદશક્તિ વર્તમાન ૨૩થી ૨૪ ટકાના બદલે ૩૫ થી ૪૦ ટકા થઇ જાય તો તમામ ક્ષેત્રમાં માંગ વર્તમાનની સરખામણીએ ૧૦ થી ૨૦ ટકા વધી જશે. રોજગાર ક્ષેત્રમાં નિર્મિત થનારી મૂડી વર્તમાનની સરખામણીએ ૩ થી ૪ અબજ રૂપિયા વધી જશે. જેનાથી ના ફક્ત બિઝનેસનો ઝડપથી વિકાસ થશે પરંતુ આપણા પારંપરિક જીવનસ્તરમાં સુધારો આવશે. જેનાથી ભારત દેશ વિકસિત દેશ બની શકશે. મહિલાઓની અર્થવ્યવસ્થામાં ઉચિત ભાગીદારી વિના આ લક્ષ્ય મુશ્કેલ છે. એ વાસ્તવિક પરિવર્તનનું સૂચક પણ નથી. એટલા માટે અડધી દુનિયાને અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ ભાગીદારી આપવાને સુનિશ્ર્ચિત કરવું પડશે.