મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ ધમડાછા (હાલ મુંબઈ)ના કાંતાબેન
(ઉં. વ. ૮૫) તા. ૧૮-૮-૨૪ને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સુખાભાઈ મગનભાઈના પત્ની. તે અશોકભાઈ, કિશોરભાઈ, ભરતભાઈ, નિર્મળાબેનના માતુશ્રી. તે ધનસુખલાલ, ભક્તિબેન, કવિતાબેન, અમિતાબેનના સાસુ. તે પવન, રાહુલ, પ્રથમેશ, મેઘના, ધરતીના દાદી. તે નિલેશ, હિરેન, પ્રિતીબેનના નાની. તેમનું બેસણું શનિવાર, તા. ૨૪-૮-૨૪ના બપોરે ૩.૩૦ થી ૫ બંને પક્ષનું સાથે રાખેલ છે. ઠેકાણું: ૪૦૩, બી-૩૩, અવધૂત શાંતિનગર, સેકટર-૫, મીરારોડ (ઈસ્ટ). પુષ્પાણીની ક્રિયા તા. ૨૯-૮-૨૪ને ગુરુવારે બપોરે ૩.૩૦ થી ૫.૦૦ કલાકે ઘરે રાખેલ છે. (લૌકિક વ્યવહાર સદંતર બંધ છે).

કચ્છી લોહાણા
મૂળ ગામ મસ્કા હાલ મુલુંડ નિવાસી ગં.સ્વ. મણીબેન શંભુલાલ રૂપારેલ (ઉં. વ. ૮૬) તે બચુભાઇ આશરીયા રાયકુંડલીયા ગામ મઉના દીકરી બુધવાર, તા. ૨૧-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. દિપક, ભાવેશ, દક્ષા જગદીશ પાંધી, રેખા નરેન્દ્ર કાણકિયાના માતા. તે બીના, દિપાલીના સાસુ. તે શ્રુતીના દાદી. તે સાગર તથા કૌશલના નાની. તે સ્વ. કસ્તુરબેન, સ્વ. સારસ્વતીબેન તથા સ્વ. કમળાબેનના ભાભી પ્રાર્થનાસભા તા. ૨૩-૮-૨૪ના શુક્રવાર ૫થી ૭. ઠે. ગોપુરમ હોલ, ડો. આર.પી. રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વે). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઇડર ઔદિચ્ય ૪૫ જ્ઞાતિ બ્રાહ્મણ
ગાંઠીયોલ નિવાસી હાલ પરેલ, મુંબઇ દિપક પ્રવીણભાઇ ઠાકરના ધર્મપત્ની અ. સૌ. રેખા (ઉં. વ. ૫૯) તે સ્વ. ડો. વિષ્ણુપ્રસાદ રાવલ અને મંજુલાબેનના પુત્રી. બુધવાર તા. ૨૧-૮-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે નિયતી અવિનાશ પારેખના માતુશ્રી. ક્રિશીવના નાની. ડો. મુકુલ રાવલના બહેન. જયશ્રી- સ્વ. અશોક -અવધાની, અંજુ-યોગેન પાઠક, સ્મિતા-ડો. મુકેશ પરીખ અને રશ્મિ-પ્રશાંત ડોકટરના ભાભી. પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૫-૮-૨૪ના ૧૧.૩૦થી ૧૨.૩૦. ઠે. શ્રી યોગી સભાગૃહ, શ્રી સ્વામિનારાયણ મંદિર, દાદર (પૂર્વ).

હાલાઇ લોહાણા
કરાંચીવાલા હાલ મુંબઇ દિલીપભાઇ કાથરાણી (ઉં. વ. ૭૯)તે મીનાક્ષીબેનના પતિ. સ્વ.કસ્તુરબેન, સ્વ. ધનજીભાઇના પુત્ર. તેજસભાઇના પિતા. ઝરમીના બેનના સસરા. કાંતિલાલભાઇ, સ્વ. જયંતીલાલભાઇ, હર્ષદભાઇ, હરીશભાઇ, પુષ્પાબેન,સ્વ. જયાબેન, નીતાબહેનના ભાઇ. સ્વ.જયાબેન, સ્વ. અમૃતલાલભાઇ પોપટના જમાઇ. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

કપોળ
સાવરકુંડલાવાળા (હાલ અંધેરી) અરુણભાઇ પ્રતાપરાય ગાંધીના ધર્મપત્ની અ. સૌ. રંજનબેન (ઉં. વ. ૮૬) તે શિલ્પાબેન જતીનભાઇ મહેતા, સમીરભાઇ, વિપુલભાઇના માતુશ્રી. અ. સૌ. સાધનાબેન, અ. સૌ. વિધિબેન, જતીનભાઇના સાસુ. તે સ્વ. નિરંજનાબેન ચંદ્રકાન્તભાઇ ભૂતા, સ્વ. રંજનબેન વસંતરાય શાહ, સ્વ. કૃષ્ણકાંતભાઇ તથા પ્રદીપભાઇના ભાભી. તે પિયર પક્ષે ભાવનગરવાળા સ્વ. ભાનુમતીબેન અમુલખભાઇ લક્ષ્મીદાસ કોઠારીની દીકરી. તા. ૨૨-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા.૨૩-૮-૨૪ના સંન્યાસઆશ્રમ, વિલેપાર્લે (વેસ્ટ), ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
મૂળ ગામ ડેડાણ હાલ કાંદિવલી સ્વ. સવિતાબેન પ્રભુદાસ ત્રંબકલાલ મહેતાના પુત્ર સ્વ. પંકજભાઇ (ઉં. વ. ૭૦) મંગળવાર તા. ૨૦-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે મંજરીના પતિ. હર્ષ, રુદ્ધિ, જિજ્ઞાના પિતા. રોહિત-ભારતી, દીપક-નીના, નીતા સંજય સંઘવીના ભાઇ. સથરાવાળા ગં. સ્વ. કંચન ગૌરી શાંતિલાલ રતિલાલ મહેતાના જમાઇ. પંકજ- સ્વ. જયશ્રી, ભાવના-મનોજ, બિંદુ-પ્રકાશ, પરિમલ-સંગીતાના બનેવી. પ્રાર્થનાસભા શનિવાર, તા.૨૪-૮-૨૪ના ૫થી ૭. ઠે. હાલાઇ લોહાણા બાળાશ્રમ હોલ, મથુરાદાસ રોડ, અતુલ ટાવર પાસે, કાંદીવલી (પશ્ર્ચિમ).

કચ્છી લોહાણા
કચ્છ ગામ અંજાર હાલ મુકામ નાશિક સ્વ. જયંતીલાલ મંગલજી શેઠીયાના ધર્મપત્ની ગં.સ્વ. તારાબેન શેઠીયા (ઉં.વ.૭૧) રામશરણ પામેલ છે. અજયભાઇ અલ્પેશભાઇના મમ્મી. દિવ્યાબેનના સાસુ. સિદ્ધાર્થ, હર્ષના દાદી. નીતીનભાઇ ભાવનાબેન રમેશકુમાર રાણાના ભાભી. સ્વ.પ્રેમજી નારાયણજી લખધીરના પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩-૮-૨૪ના ૪.૩૦થી ૬. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, પંચવટી નાશિક-૩, ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

લોહાણા
સ્વ. આશિષ લાખાણી (ઉં. વ. ૫૩) કોકીલાબેન તથા સ્વ.ચંદ્રકાન્ત કરસનદાસ લાખાણીના સુપુત્ર. લીનાબેનના પતિ. પ્રથમના પિતાશ્રી. આનંદીબેનના ભાઇતથા સ્વ.રસીકભાઇ નરોતમદાસ અઢિયાના જમાઇ. તા. ૨૧-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૪-૮-૨૪ના ૫થી ૭. ઠે. લોહાર સુથાર હોલ, કાર્ટર રોડ નં.૩,અંબાજી મંદિરની પાસે, બોરીવલી (ઇસ્ટ).

ઘોઘારી લોહાણા
સ્વ. રમણીકભાઇ તથા સ્વ. રજનીબેનના સુપુત્ર ભરતભાઈ ઠક્કર (ઉં.વ. ૬૮) તે શોભાબેનના પતિ. આકાશ તથા પૂજાના પિતાશ્રી. મયંકકુમાર તથા મિતીના સસરા. સ્વ. મમતાબેન, પ્રીતિબેન, નયનાબેન, મિતેષભાઈ તથા હિતેશભાઈના ભાઈ, તા. ૨૧/૮/૨૪ને બુધવાર અવસાન થયું છે. પ્રાર્થનાસભા શનિવાર, ૨૪/૮/૨૪ના ૪-૬. ચતવાણી બાગ, ગોખલે રોડ, વિલે પાર્લે ઈસ્ટ.

વિશા પોરવાળ
મહેસાણા નિવાસી હાલ માટુંગા કંચનબેન નવીનચંદ્ર પટવાના સુપુત્ર કમલેશભાઈ (ઉં.વ. ૬૮) તા. ૨૧-૮-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે પાયલબેનના પતિ. રાજેશભાઈ, પલ્લવીબેન, હેમાબેન અને અલ્કાબેનના ભાઈ. શ્રેયાંસ અને ઝીનલના પિતા. રાકેશકુમાર અને રિદ્ધિના સસરા. માહી, દિવ્યાના નાના-દાદા. લૌકિક વ્યવહાર બંધ છે.

દંઢાવ્ય ઔદિચ્ય સહસ્ત્ર છોતેર બ્રહ્મસમાજ
ગોઝારીયા નિવાસી હાલ કાંદિવલી સ્વ. મીનાક્ષીબેન અંબુપ્રસાદ પંડ્યા (ઉં.વ. ૭૩) તે અંબુપ્રસાદ પંડ્યાના ધર્મપત્ની. બ્રિજેશ તથા અવનીના માતુશ્રી. ગાયત્રી તથા જયેશકુમારના સાસુ. સ્વ. જીતેન્દ્ર તથા ગીતાબેનના ભાભી. દીપક, મુકેશ, રમીલા તથા દક્ષાના મોટાબહેન. ૧૫/૮/૨૪ના સ્વર્ગલોક પામેલ છે. બંનેપક્ષની પ્રાર્થનાસભા ૨૪/૮/૨૪ના ૪ થી ૬. પાવનધામ, મહાવીરનગર, કાંદિવલી વેસ્ટ.

મોચી
ગામ ચલાલા અમરેલી નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ. હંસાબેન તથા સ્વ. ધીરજલાલ શામજીભાઈ વંડરાના પુત્ર યોગેશભાઈ (ઉં.વ. ૪૮) તે ૧૯/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. વર્ષાબેનના પતિ. નિકિતા, ફાલ્ગુની તથા જયના પિતા. પારૂલ રાજેશ, દક્ષા રાજેશ, મનીષના મોટાભાઈ. સાસરાપક્ષે ધારગણીવાળા હાલ બોરીવલી સ્વ. ઇન્દુબેન તથા છબીલદાસ કલ્યાણજી મકવાણાના જમાઈ. પ્રાર્થનાસભા ૨૩/૮/૨૪ના ૪ થી ૬. બીએપીએસ સ્વામિનારાયણ હરિ મંદિર, અંબિકા દર્શન, પહેલે માળે, કાંદિવલી ઈસ્ટ.

ઘોઘારી દશા દિશાવળ વણિક
અ. સૌ. શોભા પારેખ (ઉં.વ. ૬૭) તે મહેન્દ્રભાઈ શાંતિલાલ પારેખના ધર્મપત્ની. જીગર તથા ગૌરાંગના માતુશ્રી. મોના તથા જયાના સાસુ. સ્વરા, મીત તથા હીરના દાદી. પિયરપક્ષે સ્વ. અમૂલખરાય અમૃતલાલ પારેખ ઉરણવાળાની દીકરી. ૨૧/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૩/૮/૨૪ના ૪ થી ૬. સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ ટી રોડ, બોરીવલી વેસ્ટ.

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
અમરેલી નિવાસી હાલ કાંદિવલી સ્વ. ભુપેન્દ્રભાઈ કાંતિલાલ મણિયારના ધર્મપત્ની જશવંતીબેન (ઉં.વ. ૭૩) ૨૦/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. ધર્મેશ તથા જીજ્ઞાશા શૈલેષભાઈ છાટબારના માતુશ્રી. પંક્તિના સાસુ. સ્વ. જગજીવનદાસ મકનદાસ જોગીના પુત્રી. સ્વ. મધુસુદન, સતિષભાઈ, ગીરીશભાઈના બહેન. પ્રાર્થનાસભા ૨૩/૮/૨૪ના ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા સોરઠીયા વણિક
રાણાવાવ નિવાસી હાલ બોરીવલીના સ્વ. તારાબેન મથુરાદાસ તલાટીના પુત્રવધૂ ગં.સ્વ. ભાવનાબેન તલાટી (ઉં.વ. ૭૩) ૨૧/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે રીતિ હર્ષિત તલાટીના માતુશ્રી. સ્વ. જયેન્દ્રભાઈ, ઇન્દુબેન, વીણાબેન, પ્રતિભાબેન, સાધનાબેન, ગીતાબેન, સ્વ. કોકિલાબેનના ભાભી. પિયરપક્ષે સ્વ. મંજુલાબેન કાંતિલાલ માંડવીયા મેંદરડાવાળાના દીકરી. સ્વ. જ્યોતિબેન, કૌશિકભાઈ, નિશાબેન, ઉષાબેન, સુધાબેન, દિવ્યેશભાઈના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હાલાઇ લોહાણા
ટંકારા સુરેન્દ્રનગર નિવાસી હાલ કાંદિવલીના વાસુદેવ તુલસીદાસ મીરાણી (ઉં.વ. ૭૩) ૨૧/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. મીનાબેનના પતિ. જીજ્ઞેશ તથા જયશ્રી કારિયાના પિતા. ધારા તથા સ્વ. વિરલકુમાર ગુણવંતરાયના સસરા. સ્વ. જગદીશભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ. રસિકભાઈ, સ્વ. શારદાબેન ભુપતાણી, સ્વ. સાવિત્રીબેન ચંદારાણા, સ્વ. સરસ્વતીબેન સોમમાણેક, સ્વ. પુષ્પાબેન મીરાણી, માયાબેન બાટવીયા, સ્વ. હરદેવીબેન, રાધાબેન ભેંડેના ભાઈ. સાસરાપક્ષે જામખંભાળિયાવાળા સ્વ. ધરમશી ઉંમરશી તન્નાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૪/૮/૨૪ના ૫ થી ૭. મહાવીર બેન્કવેટ, પીઝા હટની સામે, મહાવીરનગર, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
મહુવાવાળા હાલ વડોદરા સ્વ. હરેશભાઇ ભુપતરાય મહેતાના ધર્મપત્ની રેખાબેન (ઉં.વ. ૭૨) તે સ્વ. મંછાબેન ભુપતરાય મહેતાના પુત્રવધૂ. યશ, અમી અમિત આચાર્ય, અવની અજય સહાનીના માતુશ્રી. સ્વ. નિર્મળાબેન અરવિંદકુમાર મોદી, વિજયભાઈ, વિરેનભાઈ, હિતેષભાઇના ભાભી. પિયરપક્ષે શિહોરવાળા સ્વ. વિમળાબેન રસિકલાલ કરસનદાસ મહેતાના દીકરી. તા. ૧૯/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

નવગામ ભાટીયા
શ્રીમતી કોમુદ્દીબેન ઇન્દ્રવદનભાઈ ઉદેશી (ઉં.વ. ૮૭) તે ઇન્દ્રવદનભાઈના પત્ની. મીઠાપુરવાળા જમનાદાસ આશ્રરના પુત્રી. દિપ્તીબેન, વિક્રમભાઈના માતૃશ્રી. કાલિન્દીબેનના સાસુ. સાગર, એનજી, નિકિતાના નાની. ઓમના દાદી. તા. ૨૧-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. ઉઠામણું તા. ૨૩-૮-૨૪ સાંજે ૫:૦૦, ભાટીયા બોર્ડિંગ રાજકોટ રેલવે જંકશન સામે.

હાલાઈ લોહાણા
જુનાગઢ નિવાસી હાલ ઘાટકોપર છાયાબેન પ્રફુલ્લભાઈ અઢીયા (ઉં.વ. ૪૭) તે સ્વ. હંસાબેન મથુરાદાસ અઢીયાના પૌત્રી. સ્વ. રમાબેન પ્રફુલ્લભાઈ અઢીયાના પુત્રી. દિપક, રાજુના બહેન. મમતા, કોમલના નણંદ. જીમીત, ઉર્મીત, ઉજ્જવલના ફઈ. કનુભાઈ, જેચંદભાઈ ભીમજીયાણીના ભાણેજ, મંગળવાર, તા. ૨૦-૮-૨૪ના શ્રીજીચરણ પામેલા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૩-૮-૨૪ના ૩ થી ૫. સ્થળ- પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર-વેસ્ટ.

ઉત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય
સાગ્રાસણા હાલ બોરીવલી સ્વ. રમાબેન મફતલાલ ભેડા (ઉં.વ. ૮૯) તા. ૨૨-૮-૨૪ને ગુરૂવારના રામશરણ પામેલ છે. તે વિનોદભાઈ, વિજયભાઈ, રાજુલા (પ્રફુલ્લા) તથા જ્યોતિના માતુશ્રી. મધુબેન, દિવ્યાબેન, સ્વ. પ્રવિણકુમાર અને જયેશકુમારના સાસુ. પ્રતિક, યશ, પાર્થ, જયના દાદી. શીતલના દાદીસાસુ. સ્વ. દિનેશભાઈ લક્ષ્મીચંદ છાટબારના બહેન. પ્રાર્થનાસભા તા. ૨૩-૮-૨૪ને શુક્રવાર ૪.૦૦ થી ૬.૦૦. આધાર હૉલ, રોડ નં-૪, દૌલતનગર, બોરીવલી ઈસ્ટ.

હાલાઇ લોહાણા
સ્વ. ભાનુબેન, સ્વ. વિઠ્ઠલદાસ મશરાણીના સુપુત્ર ભુપેન્દ્રભાઈ (ઉં.વ. ૭૭) નાલાસોપારા ગામે જયશ્રી, સ્વ. નલીનભાઈ, રશ્મી રમેશ, જ્યોતિ જયેન્દ્ર (જયુ), પ્રતિમા બીપીનકુમાર શેઠિયા, ગં.સ્વ. પુષ્પા રજનીકાંત પરાવાણીના મોટાભાઈ. કાજલ પરેરા, જીજ્ઞા ચેતન, પૂજા હાર્દિક, હેતલ કશ્યપ, નિમિશા પુરવના અદા. મનીષ, ચિરાગ, નીતા, રાજુના મામા, શનિવાર, ૧૭-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button