પંચાંગસ્પેશિયલ ફિચર્સ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૨૩-૮-૨૦૨૪,
નાગપંચમી, રક્ષાપંચમી
ભારતીય દિનાંક ૧, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૪
પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૯મો આદર, ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૮મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૮મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર રેવતી રાત્રે ક. ૧૯-૫૩ સુધી, પછી અશ્ર્વિની.
ચંદ્ર મીનમાં રાત્રે ક. ૧૯-૫૩ સુધી, પછી મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ), મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૯, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૫, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૪-૧૫, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૫૨ (તા. ૨૪) ઓટ: સવારે ક. ૦૭-૪૩, રાત્રે ક. ૨૦-૨૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – ચતુર્થી. જીવંતિકા પૂજન, નાગપંચમી, રક્ષા પંચમી (ઓરિસ્સા), ભારતીય ભાદ્રપદ માસારંભ, પંચક સમાપ્ત ક. ૧૯-૫૩.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ભૂમિ, ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા, પૂષાદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, સત્યનારાયણ દેવતાનું પૂજન, નાગદેવતાનું પૂજન, વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસીપૂજા, શ્રીસુક્ત, પુરુસુક્ત ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, બુધ ગ્રહદેવતાનું પૂજન, વિશેષરૂપે, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, નવા વસ્રો, આભૂષણ, વાસણ, વાહન, યંત્ર, દુકાન-વેપાર, દસ્તાવેજ, નોકરી, માલ લેવો, પશુ લે-વેંચ, સ્થાવર મિલકત લેવડદેવડ, બી વાવવું, ધાન્ય ભરવું, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન.
શ્રાવણ મહિમા: જન્મકુંડળીમાં શુક્ર-મંગળના ચંદ્રના અશુભ યોગો હોય તેમણે પ્રતિષ્ઠા પ્રાપ્તિ માટે શિવ ઉપાસના અવશ્ય જાળવી રાખવી. જન્મકુંડળીમાં ચંદ્રના રાહુ સાથેના અશુભ યોગો હોય, પિતૃદોષ, રાહુદોષ, કાલસર્પદોષ હોય તેમણે અવશ્ય શિવપૂજા જાળવી રાખવી લાભદાયી પુરવાર થશે.
આચમન: શુક્ર-મંગળ ચતુષ્કોણ કુટેવોથી દૂર રહેવું. ચંદ્ર-બુધ ત્રિકોણ વિચારો બદલાયા કરે.
ખગોળ જ્યોતિષ: શુક્ર-મંગળ ચતુષ્કોણ, ચંદ્ર-બુધ ત્રિકોણ,
ગ્રહગોચર: સૂર્ય-સિંહ મંગળ-વૃષભ, વક્રી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button