હત્યાના કેસમાં ફરાર આરોપી 15 વર્ષે ભાયંદરમાં પકડાયો
પાલઘર: નાલાસોપારામાં બેરહેમીથી ફટકારી અને ગોળી મારી યુવાનની હત્યા કરવાના કેસમાં સંડોવાયેલો આરોપી 15 વર્ષે ભાયંદરમાં પકડાઈ ગયો હતો.
સેન્ટ્રલ ક્રાઈમ યુનિટના સિનિયર ઈન્સ્પેક્ટર રાહુલ રાખાએ જણાવ્યું હતું કે આરોપી જયપ્રકાશ કોમલ સિંહ ઉર્ફે જેપી (46) 2009થી ફરાર હતો. બે દિવસ અગાઉ તેને ભાયંદર રેલવે સ્ટેશનેથી પકડી પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રેલવે લાઇન પર આત્મહત્યા કરનાર ગ્રેહામ થોર્પને અંજલિ આપતી વખતે કૅપ્ટન હુસેન રડ્યો
પોલીસના જણાવ્યા મુજબ ઘટના 19 જાન્યુઆરી, 2009ના રોજ બની હતી. યુવાના ટોળાએ નાલાસોપારામાં આવેલી રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયાની ઑફિસમાં પ્રવીણ મુળે પર હુમલો કર્યો હતો. મારપીટ કર્યા પછી સિકંદર ઈમરાન શેખ અને અનિલ સિંહે મુળે પણ કથિત ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં મુળેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ પ્રકરણે પોલીસે ભારતીય દંડ સંહિતાની હત્યા સહિત અન્ય કલમો તેમ જ એસસીએસટી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાયો ત્યારથી જેપી ફરાર હતા. તે ચૉકલેટ કંપનીમાં માર્કેટિંગ રિપ્રેઝન્ટેટિવ તરીકે કામ કરતો હતો.
જેપી નાલાસોપારામાં નજરે પડ્યો હોવાની માહિતી તાજેતરમાં પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે પીછો કરી ભાયંદરમાં તેને પકડી પાડ્યો હતો. (પીટીઆઈ)