સૌથી વધુ કમાણી કરવાના મામલામાં આ એક્ટરે પાછળ છોડી દીધા Salman Khan, Amir Khanને…
ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હજી પણ બોલીવૂડનો જલવો છે અને ઈન્ડસ્ટ્રીમાં હિંદી બોલનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે, જેને કારણે બોલીવૂડનો હંમેશાથી જ એક અલગ દબદબો રહ્યો છે. બોલીવૂડમાં અનેક એવા સ્ટાર્સ છે કે એક ફિલ્મ માટે કરોડો રૂપિયાની ફી વસૂલે છે. વાત કરીએ ફોર્બ્સની 2024ની યાદી સામે આવી છે જેમાં આ વર્ષે સૌથી વધુ કયા એક્ટરે ફી ચાર્જ કરી છે, ફોર્બ્સની આ યાદીમાં બોલીવૂડથી લઈને સાઉથના સ્ટાર્સનો સમાવેશ થાય છે. ચાલો જોઈએ સૌથી વધુ કમાણી કરનારા હીરોની યાદીમાં નંબર વન પર કોણ છે?
હાઈએસ્ટ પેઈડ એક્ટર્સના લિસ્ટમાં બોલીવૂડના બાદશાહ, રોમાન્સ કિંગ શાહરૂખ ખાન (Shahrukh Khan) એકદમ ટોપ પર છે. કિંગખાન છેલ્લી વખત ફિલ્મ ડંકીમાં જોવા મળ્યો હતો અને એસઆરકે એક ફિલ્મ માટે 150થી 200 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ યાદીમાં બીજા નંબરે રજનીકાંત છે, તેઓ એક ફિલ્મ માટે 115થી 270 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ત્રીજા નંબરે આવે છે થલાપતિ વિજય. થલાપતિ વિજય એક ફિલ્મ માટે 130થી 250 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ચોથા નંબર પર આમિર ખાનનું નામ આવે છે. આમિર છેલ્લી વખત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળ્યો હતો. આમિરે 100થી 275 કરોડ રૂપિયાની કમાણી એક ફિલ્મથી કરે છે. પાંચમા નંબરે આવે છે 100થી 200 કરોડ ચાર્જ કરનારા પ્રભાસ.
ફોર્બ્સના લિસ્ટમાં છઠ્ઠા સ્થાને આવે છે તમિળ એક્ટર અજિત કુમાર. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર તેઓ એક ફિલ્મ માટે 105થી 165 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ફિલ્મમાં સાતમા નંબર પર આવે સલમાન ખાન. સલમાન ખાન એક ફિલ્મ માટે 100થી 150 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આઠમા નંબર પર આવે છે કમલ હાસન કે જેઓ પણ સલમાનની જેમ સોથી દોઢસો કરોડ રૂપિયા ચાર્જ કરે છે. નવા નંબર પર અલ્લુ અર્જુન તો 10મા નંબર આવે અક્ષય કુમાર. બંને જણ અનુક્રમે 100થી 125 કરોડ રૂપિયા અને 60થી 145 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ તમામ એક્ટર્સ પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોનું મનોરંજન તો કરે જ છે પણ એની સાથે સાથે બોક્સ ઓફિસ પર કમાણીને રેકોર્ડ્સ પણ તોડી નાખ્યા છે.