આમચી મુંબઈ

Badlapur Sexual Abuse Case: 500થી વધુ આંદોલનકારી સામે ગુનો નોંધાયો

22 આંદોલનકારીની ધરપકડ

બદલાપુર: બદલાપુરની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં ભણતી બે માસૂમ બાળકીઓની જાતીય સતામણી કરવામાં આવી હતી. સ્કૂલના સફાઈ કર્મચારી અક્ષય શિંદેએ આ અત્યંત ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. દરમિયાન 20 ઓગસ્ટે બદલાપુરમાં આ ઘટનાનો પ્રકોપ જોવા મળ્યો હતો. દેખાવકારોએ લગભગ નવ કલાક સુધી લોકલ ટ્રેન સર્વિસ ઠપ કરી દીધી હતી. આની અસર બદલાપુરથી મુંબઈ જતા અને ત્યાંથી આવતા લોકો પર પડી હતી.

કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનમાં 300થી વધુ લોકો સામે કેસ નોંધવામાં આવ્યા હતા. બદલાપુર શહેરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન શાળાઓમાં તોડફોડ, બસોમાં તોડફોડ અને અન્ય વાહનોની તોડફોડ સહિત મામલામાં 500થી વધુ દેખાવકારો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: બદલાપુર સ્કૂલની ઘટના મુદ્દે પૂર્વ ગૃહ પ્રધાને સરકારને કરી આ માંગ

11 કલાક બાદ આંદોલનનો અંત લાવવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ મામલે બાવીસ દેખાવકારોની અટકાયત કરવામાં આવી છે. અદાલતે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. કલ્યાણની અદાલતે આ ચુકાદો આપતાની સાથે જ દેખાવકારોની શાલિની ઘોલપ નામની એક માતા કોર્ટ પરિસરમાં ઘૂસી ગઈ હતી.

આ પણ વાંચો: બદલાપુર વિરોધ રાજકીય રીતે પ્રેરિત, મોટાભાગના દેખાવકારો બહારના: એકનાથ શિંદે

પોલીસ અટકાયત કરી છે એમાં બીકેસીમાં નોકરી કરતા શાલિની તાઈનો પુત્ર રોહિત ઘોલપ પણ છે. શાલિનીએ રડતાં રડતાં અદાલતમાં જણાવ્યું હતું કે ‘મને ખબર નથી કે રોહિત આંદોલનમાં સહભાગી હતો કે નહીં. જોકે, એ તો માત્ર ટ્રેન ચાલુ છે કે નહીં એટલું જ જોવા ગયો હતો એમ અનેક લોકોએ મને કહ્યું છે. ટ્રેનની તપાસ કરતો હતો ત્યાં જ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. મહેરબાની કરીને તેને છોડી મૂકો.’

બદલાપુરની આ આંચકાદાયક ઘટના પછી આંદોલનકારીઓ સામે ભીડ એકઠી કરવી, ટ્રેન અટકાવવી, સ્ટેશન પરિસરમાં તોડફોડ કરવી અને પોલીસ પર પથ્થરમારો કરવો જેવી કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button