મરણ નોંધ

હિન્દુ મરણ

ઘોઘારી લોહાણા
નલિનીબેન હંસરાજ લીલાધર ઠક્કર (ધાબલીવાલા) (ઉં. વ. ૬૯) તે જયશ્રીબેન વાસુદેવન, ગં.સ્વ. દીપાબેન યોગેન્દ્ર શ્રોફ, તે ગં.સ્વ. નયાબેન બીપીનભાઈ કોટક, સ્વ. ભરતભાઈ હંસરાજ ઠક્કર, સ્વ. પ્રતિમાબેન હંસરાજ ઠક્કરના બેન. કલ્પના ભરતભાઈ ઠક્કરના નણંદ તથા આદિત્ય પ્રતિક ભાવિકના માસી. પૌલોમી, વૈભવ દેસાઈના ફૈબા તા. ૧૮.૮.૨૪ રવિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહારની પ્રથા બંધ રાખેલ છે.

કપોળ
ઉમેજવાળા હાલ કાંદિવલી સ્વ. ચીમનભાઈ નાથાલાલ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. અનસુયાબેન (ઉં. વ. ૯૦) તે સ્વ. મુકેશભાઈ, રશ્મિબેન, પ્રિતીબેન, ભાવેશભાઈના માતુશ્રી. તે ગં. સ્વ. કામિનીબેન, પ્રેમલકુમાર, જસ્મીન કુમાર, સોનલબેનના સાસુ. તે સંસ્કૃતિ, આકાંક્ષા, ફોરમ, ઝીલ, સાહિલ, ધ્વનિ, ખુશમી, નેહલ અને મહેકના દાદી. તે પિયરપક્ષે સિહોરવાળા સ્વ. પ્રાણકુવરબેન ભૂપતરાય મહેતાના દીકરી. તે સ્વ. રમાબેન કાંતિલાલ પારેખ, સ્વ. ધીરજબેન શાંતિલાલ સંઘવીના ભાભી ગુરુવાર તા. ૧૫.૮.૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

કચ્છી લોહાણા
ગં.સ્વ. દેવકાંબાઈ રામજી ચોથાણી (રાચ્છ) ગામ સાયરા (યક્ષ)ના પુત્ર સ્વ. હરિરામ રામજીના ધર્મપત્ની ગં.સ્વ. વીરબાળાબેન (ઉં.વ. ૯૦) તા. ૧૮-૮-૨૪, રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે ગં.સ્વ. સાકરબાઈ ભીમજી સચદે ગામ મસ્કાવાળાની પુત્રી. દક્ષા ભરત ચંદે, અતુલ અને યોગેશના માતુશ્રી. જીજ્ઞા તથા છાયાના સાસુમા. વિકાસ, રાશિ, જીનલ, આદિત્યના દાદીમા. કાજલ અને રિતેષ શેઠના દાદી સાસુ. સ્વ. પોપટભાઈ, સ્વ. વિઠ્ઠલભાઈ, શંકરભાઈ, ગં.સ્વ. સાવિત્રીબેન, ગં.સ્વ. કમળાબેન અને હેમલતાબેનના ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૦-૮-૨૪ના સાંજે ૫થી ૬.૩૦ ગોપૂરમ હોલ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, ડૉ. આર.પી. રોડ, મુલુંડ (વેસ્ટ).

દસગામ પંચાલ સુથાર
ગામ – પરિયા હાલ નાલાસોપારા, સ્વ પ્રમીલાબેન પ્રવિણચંદ્ર પંચાલ (ઉ. વ. ૮૨) ગુરુવાર, તા. ૧૫-૦૮-૨૪ ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ જીતેન્દ્રભાઈ, અશ્ર્વિનભાઈના માતુશ્રી. કિશોરીબેન, પૂર્વીબેનના સાસુજી. સ્વ મણિલાલ ગણેશ પંચાલ ઉદવાડાવાળાની દીકરી. સ્વ જ્યંતીલાલભાઈ, સ્વ ધનસુખભાઈના બેન, ચંદનબેન અને મંજુલાબેનના નણંદ. બન્ને પક્ષની પ્રાર્થના સભા બુધવાર તા. ૨૧-૮-૨૪ ના ૪ થી ૬.શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય સભા, પેહલે માળે, ચંદનનાકા સ્ટેશન રોડ નાલાસોપારા (પૂર્વ) રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

વૈષ્ણવ
ઘાટકોપર નિવાસી સ્વ. નવીનચંદ્ર પાંચાલના પત્ની સુદેવીબેન (ઉં. વ. ૭૮) તા. ૧૫-૮-૨૪ના નિધન થયું છે. તે વિપુલ, ગૌતમના મમ્મી. રૂચાના સાસુ. હર્ષ, લક્ષના દાદી. તે ખાતલવાડાના ચિંતામણી પાંચાલ અને હંસાબેનના દીકરી. પ્રાર્થનાસભા ઘાટકોપર જોલી જીમખાના ખાતે ગુરુવાર તા. ૨૨-૮-૨૪ના ૪થી ૬.

કચ્છી લોહાણા
સ્વ. લિલાવતીબેન કૃષ્ણકુમાર (બાબુભાઇ) ગોપાલજી આઇયા કચ્છ ગામ ગોઇર હાલ મુલુંડવાળાના પૌત્ર વિરલ (લખન) (ઉં. વ. ૩૩) તે ગં. સ્વ. ભાવનાબેન સતીશભાઇ આઇયાના નાના પુત્ર. તે ધવલભાઇના નાનાભાઇ. તે કાજલબેનના દીયર. તે માનવના કાકા. તે સ્વ. લીલાવતીબેન હેમરાજ રાયચના ગામ મોરા ભાડીયાના દોહિત્ર. તા. ૧૮-૮-૨૪ના રવિવારના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૦-૮-૨૪ના મંગળવારના ૫.૩૦થી ૭. ઠે. ગ્રાઉન્ડ ફલોર, મહાજનવાડી, આર. આર. ટી. રોડ પર રાખેલ છે. બૈરાઓએ તે જ દિવસે આવા વિનંતી, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button