નેશનલસ્પેશિયલ ફિચર્સ

આ એક ભૂલને કારણે બેંકોએ ગ્રાહકો પાસેથી વસુલ્યા રૂ. 84950000000…તમે પણ નથી કરતાં ને?

નવી દિલ્હીઃ તાજેતરમાં જ નાણા પ્રધાન નિર્મલા સિતારમણ (Nirmala Sitaraman)એ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આ બેઠક 2024-25ના બજેટ અને ફાઈનાન્સ બિલને મંજૂરી મળ્યા બાદ યોજાઈ થઈ હતી. જેમાં નાણા પ્રધાને બેંકોમાં ડિપોઝિટ કરાયેલા રહેલી રકમમાં થઈ રહેલા ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

એટલું જ નહીં પણ તેમણે બેંકોને તેમ કંઈક નવું કરવા માટે અને ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા માટે જણાવ્યું હતું. સિતારમણે જણાવ્યું હતું કે બેંકોએ કંઈક એવું કરવું જોઈએ, જેથી લોકો બેંકોમાં વધુ પૈસા જમા કરે. પરંતુ, બેંકોએ એનાથી વિપરીત પગલાં લઈને ગ્રાહકો પાસેથી કોઈને કોઈ કારણસર દંડ પેટે કરોડો રૂપિયા વસૂલ કરી રહી છે.

છેલ્લા પાંચ વર્ષમાં બેંક દ્વારા ખાતામાં મિનિમમ બેલેન્સ મેઈન્ટેન ના કરવાને કારણે ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. આ આંકડાઓ પરથી જ સમજી શકાય છે કે આખરે લોકો બેંકોથી કેમ દૂરને દૂર જઈ રહ્યા છે.

આ પણ વાંચો: આંધ્રપ્રદેશના CM જગન મોહન રેડ્ડીએ PM મોદી અને નિર્મલા સિતારમણ સાથે કરી મુલાકાત

હાલમાં જ પ્રકાશિત થયેલાં એક રિપોર્ટ અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં માત્ર સરકારી બેંકોએ જ ગ્રાહકો પાસેથી દંડ તરીકે 8,495 કરોડ રૂપિયા વસૂલ્યા છે. આ દંડ એવા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવ્યો હતો જેમણે તેમના બચત ખાતા (Savings Account)માં મિનીમમ બેલેન્સ મેઈન્ટેન નહોતું કર્યું.

જોકે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ થોડા વર્ષો પહેલાં આ દંડ પાછો ખેંચી લીધો હતો. આ યાદીમાં પંજાબ નેશનલ બેંકે સૌથી વધુ દંડ વસૂલ કર્યો છે. પીએનબી બેંક દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં આ કારણસર રૂ. 1,538 કરોડ પેટે વસુલ્યો છે, ત્યાર બાદ ઈન્ડિયન બેંકે રૂ. 1,466 કરોડ, બેન્ક ઓફ બરોડાએ રૂ. 1,251 કરોડ અને કેનેરા બેંકે રૂ. 1,158 કરોડનો દંડ વસૂલ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ડ્યૂટી ઘટાડાના પગલે સોનામાં એક સપ્તાહમાં ₹ ૫૧૦૦નું ગાબડું, ગ્રાહકોની ચહેલપહેલ શરૂ

આ મામલે બેંકોનું એવું માનવું છે કે મિનીમમ બેલેન્સની શરત એટલે રાખવામાં એવી છે કારણ કે સેવિંગ્સ એકાઉન્ટ મેઈન્ટેન કરવામાં થોડો વધારે ખર્ચ આવે છે. જે ગ્રાહકો આ મિનીમમ બેલેન્સ નથી મેઇન્ટેન કરતાં તેમની પાસેથી નક્કી કરવામાં આવેલી રકમ દંડ પેટે વસૂલવામાં આવે છે. આ મિનીમમ બેલેન્સ અલગ અલગ બેંકના સેવિંગ એકાઉન્ટ દ્વારા ઓફર કરવામાં આવતી ફ્રી સર્વિસ પર આધારિત હોય છે અને એ અનુસાર બદલાય છે.

વાત કરીએ એવરેજ મંથલી બેલેન્સની રકમ નક્કી કરવાની તો તે એ નોમિનલ અમાઉન્ટ હોય છે જે તમારે તમારા બેંક એકાઉન્ટમ મેઈન્ટેન કરવાની હોય છે, જેથી તમારે નોન-મેન્ટેનન્સ ચાર્જ ચૂકવવો ન પડે. તમારા એએમબી પર પહોંચવા માટે બેંક મહિનાના તમામ દિવસોનું બંધ બેલેન્સ ઉમેરે છે. તેને મહિનામાં દિવસોની સંખ્યા દ્વારા વિભાજીત કરે છે.

જો સરેરાશ રકમ એએમબી કરતા ઓછી હોય, તો બેંક તમને બે મહિનામાં જાણ કરે છે કે તમારે નોન-મેન્ટેનન્સ ચાર્જ ટાળવા માટે ન્યૂનતમ બેલેન્સ જાળવી રાખવું પડશે. આ ફી સીધી તમારા સેવિંગ એકાઉન્ટમાંથી કાપવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને?