ના પોલીસ… ના પરિવાર… આખરે આધાર કાર્ડને કારણે ગૂમ થયેલ બાળકો 7 વર્ષ બાદ મળી આવ્યા
ચંપારણ: બિહારના પશ્ચિમ ચંપારણમાંથી એક અજીબ ઘટના સામે આવી છે. આધર કાર્ડ પર રહેલ અંગૂઠાના નિશાનને કારણે 7 વર્ષ બાદ બે બાળકો તેમના પરિવારને મળી શક્યા છે. તમામ પ્રયાસો બાદ પણ શિકારપૂર પોલીસ નરકટિયાગંજના પ્રકાશનગર નયા ટોલામાંથી સાત વર્ષ પહેલાં 21મી જૂન 2016થી ગૂમ થયેલ બાઇ બહેનને શોધી શકી નહતી. તેમનો પરિવાર પણ અથાગ પ્રયાસો બાદ પણ બાળકોને શોધી શક્યું નહતું. જોરે અંગૂઠાના નિશાનને કારણે બાળકોની ભાળ મળી શકી છે.
બહેન કૌશકી અને તેનો ભાઇ રાજીવ કુમાર ઉર્ફે ઇદ્રસેન આ બંને બાળકો નરકટિયાગંજથી ગૂમ થયા હતાં. તે સમયે તેમની માતા સુનીતા દેવીએ શિકારપૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ કિસ્સામાં સુનિતાએ એક મહિલાએ તેના બાળકોને ગાયબ કર્યા હોવાની શંકા વ્યક્ત કરી હતી. તે વખતે પોલીસે આ અંગે તપાસ કરી હતી પણ અથાગ પ્રયાસો બાદ પણ તેઓ આ બાળકોને શોધી શક્યા નહતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર આ કેસ હાઇકોર્ટમાં ગયો હતો. તે વખતે છોકરી લગભગ 12 વર્ષની હતી અને છોકરો 9 વર્ષનો હતો. પરિવારજનોએ ગોરખપુર, દિલ્હીથી કલકત્તા સુધી તમામ એનજીઓમાં શોધખોળ કરી હતી. છતાં બાળકો મળ્યા નહતાં.
બીજી બાજુ લખનઉના બાળગૃહમાં રહેનાર અંજલીને નવમાં ધોરણમાં એડમીશન લેવા માટે આધાર કાર્ડની જરુર હતી. આ પરિસ્થિતીમાં સંસ્થા દ્વારા અંજલીનું આધાર કાર્ડ બનાવવા માટે અંગૂઠાનું નિશાન લેવામાં આવ્યું. ત્યારે તેની ઓળખ છતી થઇ હતી. ત્યાર બાદ જાણવા મળ્યું કે, અંજલીનું આધાર કાર્ડ તો પહેલાં જ બની ગયું છે અને તેનું નામ કૌશકી છે.
આ રીતે લખનઉના બાળગૃહમાં રહેતાં આ બંને ભાઇ બહેન તેના પિરવારને મળી શક્યા હતાં. ત્યાર બાદ સંસ્થાએ શિકારપૂર પોલીસનો સંપર્ક કરી અને શિકારપૂર પોલીસ ત્યાં પહોંચી ત્યારે તેમને ત્યાં કૌશકી એટલે અંજલી મળી. તે પોલીસ સાથે તેના પિરવાર પાસે ગઇ. 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરનાર રાજીવની પરીક્ષા હોવાથી તે ગયો નહતો. ઘરે આવ્યા બાદ પરિવારને મળ્યા બાદ અંજલી ખૂબ જ ખૂશ છે.