સદી પુરાણા સ્ક્રોલ્સ કચ્છના શોક અનેઉજવણીને જીવંતતા પ્રદાન કરનારા દસ્તાવેજ છે
વલો કચ્છ -ડો પૂર્વી ગોસ્વામી
‘કુમાર’ના કોઈ જૂના અંકમાં વાંચ્યું હતું કે, ‘કલા અને રસસાહિત્યના ક્ષેત્રમાં સર્જક મનુષ્યના સ્વભાવની સાથે એ જ મનુષ્યના સૃજનનો સંબંધ, મને તો લાગે છે કે, એથીયે વધારે ઘનિષ્ઠ હોય છે. આવો ઉભય તત્ત્વોને એકત્ર કરી જોવાનો સુયોગ આપણને સર્વદા મળતો નથી. સદ્ભાગ્યે એવો સુયોગ મળી જાય તો રચયિતાના કાર્યની અકૃત્રિમ સત્યતા વિશે આપણી ધારણા સ્પષ્ટ થઈ શકે.’ આમ જોવા જઈએ તો કલાકારની કળાને સમજવા જેટલું જ મહત્ત્વનું છે એ કળાને સમજવાની દ્રષ્ટિ કેળવવી. જે કલાકારો દ્વારા વિવિધ સ્વરૂપે લોકો સમક્ષ રજૂ થાય છે જેમાં પૌરાણિક પ્રસંગો અને ઘટનાઓ, લોકકથા, રોજિંદા કામકાજનું ચિત્રણ કરે છે.
કચ્છના કામાંગર ચિત્રકારો દ્વારા ઉજવણી અને શોકની યાત્રાઓનું નિરુપણ સ્ક્રોલ્સ સ્વરૂપે ભુજના કચ્છ મ્યુઝિયમ ખાતે સચવાયેલ છે જેની વાત આજે કરવી છે. મ્યુઝિયમના વર્તમાન ક્યુરેટર બુલબુલબેનના કહેવા અનુસાર, ‘વર્ણનાત્મક સ્ક્રોલ ભારતીય ઉપ-સંસ્કૃતિઓએ વાર્તાઓ પસાર કરવા માટે વર્ણનાત્મક સ્ક્રોલનો ઉપયોગ કર્યો છે. કથા કે પ્રસંગોનું નિરુપણ કરતા સ્ક્રોલ તેના પૃષ્ઠભૂમિ તરીકે રજૂ થતાં.’ ભીંતચિત્રો પર બહોળા પ્રમાણમાં યોગદાન આપનાર કચ્છી સપૂત પ્રદીપભાઈ ઝવેરીએ આ અંગે સુંદર માહિતી અને ફોટોગ્રાફ્સ એકત્ર કર્યા છે જેનો કલાપ્રેમી લોકોને આ લાભ અપાવવાની તક આજે સાંપડી છે કારણકે બુલબુલબેનના કહ્યા અનુસાર આ સ્ક્રોલ્સની જર્જરીત હાલત હોવાના લીધે જાહેરમાં જોવા મૂકી શકાય તેમ નથી.
પ્રાદેશિક ભીંતચિત્રો જે સમુદાયને આભારી છે તે કામાંગરોનું આશ્રયસ્થાન કચ્છ રહ્યું હોવાથી તે સમયની પ્રખ્યાત સવારીઓને સ્ક્રોલ્સ રૂપે સંગ્રહવાનો પ્રશંશનીય પ્રયાસ શાહી પરિવાર દ્વારા થયો છે. એક તો નાગ પંચમીની ઉજવણી તથા નગરમાં નીકળતી શાહી સવારી સાથે મહોરમમાં તાજિયાના જુલૂસ દ્વારા પ્રદર્શિત કરતાં શોકના વર્ણનોનો સમાવેશ થાય છે.
ઘટતી જતી અથડામણો સાથે પોતાના પરંપરાગત કામથી વંચિત કમાંગરોએ કડિયાકામ જેવા મામૂલી કામ પસંદ કર્યા અને બાદમાં આશ્રયદાતાઓની જરૂરિયાતો અનુસાર ચૂનાની પ્લાસ્ટર્ડ દીવાલોની સપાટીને રંગવાનું શરૂ કર્યું. એ ઉપરાંત ધાર્મિક અને સામાજિક પ્રસંગોએ ઘરોની સજાવટનાં કામો પણ કરીને આપ્યાં. દીવાલો પર ચિત્રકામ કરવા સિવાય તેમણે અન્ય માધ્યમોનો ઉપયોગ કર્યો છે જેમ કે કાગળ, લાકડું, કાચ, વહાણમાં વપરાતા કેનવાસ અને કેટલીક જગ્યાએ છત પર ચોંટેલી ગેલ્વેનાઈઝ્ડ શીટ પરનું ચિત્રકામ.
આયના મહેલનું લગભગ ૪૭ ફૂટ લાંબો સ્ક્રોલ એ સૌથી જૂનો નમૂનો છે જેના પર કામાંગર ઇબ્રાહિમ જુમા દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને સાલ ૧૮૭૬ અઉ દર્શાવેલ છે. એ સિવાય ૧૯૦૫માં લાલ મોહમ્મદ જુમા દ્વારા બનાવવામાં આવેલ નાગપંચમીના અન્ય બે સ્ક્રોલ કચ્છ મ્યુઝિયમના સંગ્રહમાં છે. આ શાહી શોભાયાત્રા એ મુઘલો પર કચ્છના જીતની ઉજવણીનું પ્રતીક હોવાથી કચ્છ માટે ખાસ છે. સ્ક્રોલ્સમાં આ શોભાયાત્રાનું ચિત્રણ આકર્ષક રીતે કરવામાં આવ્યું છે જે ઐતિહાસિક ઘટનાના ચિતારને પ્રગટ કરે છે. જેમાં સમૃદ્ધપણે સુશોભિત રથ, હાથી અને પ્રાણીઓ, સશસ્ત્ર સૈનિકો અને ઉચ્ચ ક્રમાંકિત ઉમરાવો જોવા મળે છે.
અઝહર તૈયબજીએ તેમના પુસ્તકમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે અહીં શાહી સરઘસની તેર જેટલી વિવિધતાઓ હતી. જેમાં આરબ ઘોડેસવાર, ડ્રમવાદક, પ્રમાણભૂત ધારક, આરબ પગ સૈનિકો, બળદની જોડી દ્વારા દોરવામાં આવેલ કેનન, લાન્સર્સનું જૂથ, માતા દેવીના રથ અને ઊંટ સવારોના જૂથ સાથે ખૂલે છે. મહારાવશ્રીને બેઠેલા ચિત્રિત કરવામાં આવ્યા છે. પોશાકની શૈલી તથા તે સમયના સામાની પરિસ્થિતિમાં જીવતા લોકોની વિવિધતાને પણ દર્શાવવામાં આવી છે, જે તેમની વંશીય ઓળખને સ્વયંસ્પષ્ટ બનાવે છે. તેમાં દર્શાવેલા કેટલાક રથ અને પાલખીઓ આજે પણ આયના મહેલમાં સચવાયેલા છે.
ભાવાનુવાદ: કચ્છજે કામાંગર ચિત્રકાર ભરાં ઉજવણી ને શોકજી જાત્રાએંજો નિરુપણ સ્ક્રોલ્સરૂપે ભુજજે કચ્છ મ્યુઝિયમમેં સચવાયલ આય જેંજી ગ઼ાલ અજ કેંણી આય. હેવરજા કચ્છ મ્યુઝિયમજે ક્યુરેટર બુલબુલભેંણજે ચેં અનુસાર, ‘વર્ણનાત્મક સ્ક્રોલ ભારતીય ઉપ-સંસ્કૃતિઓએ વાર્તાઓ પસાર કરવા માટે વર્ણનાત્મક સ્ક્રોલનો ઉપયોગ કર્યો છે. કથા કે પ્રસંગોનું નિરુપણ કરતા સ્ક્રોલ તેના પૃષ્ઠભૂમિ તરીકે રજૂ થતાં.’ ભીંતચિતરતે બહોડ઼ે પ્રિમાણમેં યોગડાન ડીંધલ કચ્છી સપૂત પ્રદીપભા ઝવેરી હિન વિસયતે લાટ માહિતી ને ફોટોગ્રાફ્સ ભેરા ક્યા ઐં જેંજો કલાપ્રેમી માડૂએંકે લાભ ડેજો મોકો અજ મિલ્યો આય, કુલા ક બુલબુલભેંણજે હિસાબે સ્ક્રોલ ખાસી હાલતમેં ન હૂંધેજે લિધે પ્રડર્સિત કરે સગાજે તીં નાંય. લોકલ ભિંતચિતર જેન સમુડાયકે આભારી આય ઇ કામાંગરેંજો આશ્રયથાન કચ્છ હૂંધેજે લિધેં હુન સમોજી પ્રિખ્યાત સવારીએંકે સ્ક્રોલ્સમેં જાડ઼ેવેજો પ્રયાસ શાહી પરિવાર ભરાં થ્યો હૂંધો. હિકડ઼ો ત નાગપંચમીજી ઉજવણી તીં નગરમેં નિકરંધી શાહી સવારી ભેરો મહોરમજે તાજિયેજા જુલૂસ ભરાં રજુ થીંધા શોકજે વર્ણનેંજો સમાવેશ થિએતો.
પૈસેટકે પાયમાલ થીંધે કમાંગર કડ઼ીયાકમ જેડ઼ા મામૂલી કમમેં જોતરાજેલા મજબૂર થિઇ વ્યા વા હિન ભેરો શ્રિમંત લોકોજે આશ્રયમેં હિનીજી ઇચ્છ અનુસાર ચૂનજી પ્લાસ્ટર્ડ ધિવાલેંકે રઙેજો ચાલુ ક્યો. હિન સિવા ધાર્મિક નેં સામાજિક પ્રસંગતે ઘરેંકે સજાયજા કમો પ કરે ડિનાં. ધિવાલેં તે ચિતરકમ કરે સિવા હિની બ્યે માધ્યમેંજો ઉપયોગ ક્યો, જકાં કાગર, લકડો, કાચ, વાણમેં વપરાંધા કેનવાસ ને કિતરીક જગ્યાતે છત મથે ચોંટલ ગેલ્વેનાઈઝ્ડ શીટ મથેજો ચિતરકમ.
આયના મહેલજો લગભગ ૪૭ ફૂટ
લમો સ્ક્રોલ ઇ મિણીયા જુનો નમૂનો આય જેન મથે કામંગર ઇબ્રાહિમ જુમાજી સહિ કરલ આય નેં ૧૮૭૬ અઉ જી સાલ લખલ આય. હિન સિવા ૧૯૦૫મેં લાલ મોહમ્મદ જુમા ભરાં ભનાયમેં આવેલા નાગપંચમીજા બ્યા બ સ્ક્રોલ ઐં જુકો શાહી શોભાજાત્રા કે જુકો મુઘલેં તે કચ્છજે જીતજી ઉજવણીજો પ્રતિક હૂંધેજે લિધે ખાસ આય. સ્ક્રોલ્સમેં હિન શોભાજાત્રાજો ચિતરણ લાટ રીતે કરેમેં આયો આય જુકો ઐતિહાસિક ઘટનાજે ચિતારકે પ્રિગટ કરેતા. જેંમેં સમૃદ્ધપણે સુશોભિત રથ, હાથી ને પ્રાણી, સશસ્ત્ર સૈનિક ને ઉચ્ચ ક્રમાંકિત ઉમરાવ ન્યારેલા જુડેતા.
અઝહર તૈયબજી પિંઢજી ચોપડીમેં ચ્યોં અયોં ક હિત શાહી સરઘસજી તેરો જિતરી ખાસિયતું વિઇયું. જેમેં આરબ ઘોડેસવાર, ડ્રમવાદક, પ્રમાણભૂતધારક, આરબ પગ સૈનિકો, બળદ જોડી ચિતરેમેં આવ્યા ઐં. જેમેં મહારાવકે વઠેલા વતાયમેં આયા ઐં. કપડ઼ેજી શૈલી તીં ઉન સમોજી સાધિ પરિસ્થિતીમેં જીવંધા માડૂએંજી વિવિધતાકે પ વતાયમેં આયા ઐં, જુકો ઇનીજી વંશીય ઓરખકે સ્વયંસ્પષ્ટ ભનાઇયેંતા. તેમેં વતાયલા કિતરીક પાલખીયું અજ પ આયના મહેલમેં સચવાયલ આય.