સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૧૮-૮-૨૦૨૪ થી તા. ૨૪-૮-૨૦૨૪
ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં સિંહ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. વક્રી બુધ સિંહ રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર સિંહ રાશિમાં શીઘ્ર ગતિએ ભ્રમણ કરે છે. વક્રી શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે, મકર રાશિમાં રહે છે. તા. ૧૯મીએ કુંભ રાશિમાં પ્રવેશે છે. તા. ૨૧મીએ મીન રાશિમાં પ્રવેશે છે. તા. ૨૩મીએ મેષ રાશિમાં પ્રવેશે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં વાયદાના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરી માટે તા. ૧૯, ૨૦, ૨૪ શુભ પુરવાર થશે. નાણાં આવકની વૃદ્ધિ થાય. પરંતુ મોટા રોકાણ કરતા પૂર્વે જન્મકુંડળીના આધારે નિર્ણય લેવો જરૂરી છે. નવા કારોબારનો પ્રારંભ શક્ય છે. મહિલાઓને કાર્યક્ષેત્રે સાનુકૂળતા જણાશે. તીર્થપ્રવાસ શક્ય છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે નિર્ણયો લેવા માટે અનુકૂળતા જણાશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું નાણાંરોકાણ શક્ય છે તથા દૈનિક સાપ્તાહિક વેપાર પણ સફળ બની રહેશે. ધાર્યા મુજબના આ સપ્તાહના આર્થિક વ્યવહાર સંપન્ન થશે. કાર્યક્ષેત્રે યશ મેળવશો. કુટુંબના મતભેદોમાં સાનુકૂળતા જણાશે. મુસાફરી દ્વારા મહિલાઓના પરિવારના જવાબદારીના કામકાજ સંપન્ન થશે તથા સંતાનના શૈક્ષણિક જવાબદારીના કામકાજ સફળ પુરવાર થશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અધ્યયનના પ્રારંભમાં અનુકૂળતા જણાશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાંરોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નોકરી માટે આ સપ્તાહમાં તા. ૨૦, ૨૧, ૨૨ શુભ પુરવાર થશે. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. કારોબારની નાણાંઆવકની વૃદ્ધિ થશે. પ્રવાસ દ્વારા નવા કામકાજના પ્રારંભનો અમલ થઈ શકશે.મહિલાઓના કુટુંબના કામકાજ સંપન્ન થશે. મહિલાઓ કિંમતી ચીજોની ખરીદી કરી શકશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અધ્યયન માટે સફળ તક જણાશે. અભ્યાસના સાધનો મેળવી શકશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારમાંથી નાણાંલાભ મેળવશો. પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ સંપન્ન થશે. તા. ૧૮, ૨૨, ૨૩ શુભ પુરવાર થશે. લાંબા અંતરનો પ્રવાસ સફળ રહેશે. મુસાફરી દ્વારા પરિવારના કારોબારના કામકાજ પણ પૂર્ણ કરી શકશો. કારોબારની નાણાંઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓને નોકરી તથા નીજી પ્રવૃત્તિમાં યશસ્વી અનુભવ થાય. વેપાર વધશે. વિદ્યાર્થીઓનો નિત્ય અભ્યાસ સફળ બની રહેશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. તા. ૧૯, ૨૦ સફળતા સૂચવે છે. મુસાફરી દ્વારા નોકરીના કામકાજ પણ સંપન્ન થશે. નોકરીના જૂનાં અધૂરા કામકાજ પણ પૂર્ણ કરી શકશો. વ્યાપાર વધશે. નાણાંઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓને વડીલોનો સહયોગ, ઉપરી અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં નિયમિતતા અને સફળતાનો અનુભવ થશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જરૂરી માર્ગદર્શન મેળવશો. આવડત અનુભવ અને કાર્યક્ષમતાનો શૅરબજારના કામકાજમાં પૂર્ણપણે ઉપયોગ કરી શકશો. તા. ૨૦, ૨૧, ૨૨ના નિર્ણયો એકંદરે શુભ પુરવાર થશે. નોકરીમાં અધિકારી તથા સહકાર્યકરો ઉપયોગી થશે. ગૃહિણીઓને સંતાનની શૈક્ષણિક જવાબદારીઓમાં યશસ્વી અનુભવ થાય. સાંસારિક, પ્રાસંગિક જવાબદારીઓ પૂર્ણ કરવામાં સફળતા મેળવશો. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં શૈક્ષણિક પ્રવાસ માટે સફળતા જણાશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણની અનુકૂળતા જણાશે. નોકરી માટે તા. ૨૦, ૨૧, ૨૨ શુભ જણાય છે. નોકરીમાં અધિકારીની મદદ મેળવશો. લાંબા અંતરના પ્રવાસ જન્મકુંડળીના આધારે નક્કી કરવા જરૂરી છે. સંતાન પરિવારના કારોબારના જોડાશે. નવા કારોબારનો પ્રારંભ થાય. મહિલાઓને કાર્યક્ષેત્રની નાણાંઆવકની વૃદ્ધિ થતી જણાશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં નિયમિતતા જાળવી શકશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. નોકરીમાં યશ પણ મેળવશો. કિંમતી ચીજોના કારોબારમાં યશ મેળવશો. નાણાં આવક વધશે. ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને અધ્યયનમાં શિક્ષકનો સહયોગ પ્રાપ્ત થશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું નાણાં રોકાણ અને સાહસિકતાથી નવા કામકાજનો પ્રારંભ પણ શક્ય જણાય છે. નાણાં રોકાણ દ્વારા કાર્યક્ષેત્રે પ્રગતિ પણ થાય. વાહન, યંત્ર ઈત્યાદિ મેળવશો. નવા કામકાજ વેપાર વધશે. નાણાં આવક વધશે. મહિલાઓને પડોશ સંબંધોમાં યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં નિયમિતતા જણાશે.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું નાણાં રોકાણ શક્ય જણાય છે. નોકરીમાં નવા કામકાજનો પ્રારંભ શક્ય જણાય છે. તા. ૧૯, ૨૧, ૨૨ સફળ બની રહેશે. પ્રવાસ દ્વારા ધાર્યા મુજબના કારોબારના કામકાજ સંપન્ન થશે. અર્થવ્યવસ્થા સક્ષમ પુરવાર થશે. કુટુંબમાં યશસ્વીપણું અનુભવશો. કુટુંબ જીવનનો મહિલાઓને સુખદ અનુભવ થાય. પ્રસંગો સુખદ બની રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસની મૂંઝવણમાં રાહત અનુભવશે. સરળતા અનુભવશે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં ેરોકાણ માટે નવીન તક મેળવશો. બોનસ પણ મેળવી શકો તેમ છો. નાણાં આવક પોર્ટફોલિયોમાંથી મેળવી શકશો. તા. ૨૦, ૨૧, ૨૨ના નોકરીના નિર્ણયો સફળ પુરવાર થશે. પ્રવાસ દ્વારા ધાર્યા મુજબના નોકરીના કામકાજ સફળ બની રહેશે. નાણાંની આવક જળવાઈ રહેશે. મિલકતની ખરીદી શક્ય જણાય છે. વેપાર વધશે. મહિલાઓને નોકરીના કામકાજમાં સફળતા જણાય છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં યશસ્વીપણું અનુભવશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં વાયદાના વેપાર સફળ બની રહેશે. નોકરીમાં તા. ૨૧, ૨૩, ૨૪ શુભ પુરવાર થશે. પ્રવાસ સફળ બની રહેશે. જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી પ્રવાસ દ્વારા થાય. સહોદરો સાથેના વિવાદોનો ઉકેલ આવશે. કોર્પોર્રેટ કંપનીથી લાભ થાય. મહિલાઓને નોકરીમાં નવીન તકો પ્રાપ્ત થતી જણાશે. અધિકારીનો સહયોગ મેળવશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહઅધ્યાયીઓનો સહયોગ પ્રાપ્ત થશે.