મરણ નોંધ

હિન્દુ મરણ

દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ગં. સ્વ. ધનલક્ષ્મીબેન પ્રવીણચંદ્ર મહેતા (ઉં. વ. ૮૬) ગામ વાવ હાલ ભિવંડી તા. ૧૬-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રવીણચંદ્ર દામોદર મહેતાના ધર્મપત્ની. જયાબેન, કિરણબેન લાલચંદ મહેતાના દેરાણી. પ્રતિભા પ્રફુલ દોશી, રેખાબેન કમલેશ શાહ, સ્મિતા અશ્ર્વીન તેજાણી, મુકેશ અને મનોજના માતુશ્રી. રાધા, અર્ચનાના સાસુમા. ચિંતન, ધર્મીલના દાદી. રૂપા, નિધી, ભૂમી, કૌશલ, અમીત, કિંજલ, વિનીતના નાની. નેહા, અંકિતા, દીશાના નાની સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી રાજગોર બ્રાહ્મણ
ગામ ભદ્રેશ્ર્વર હાલ ઘાટકોપરના રાકેશ નાકર (ઉં. વ. ૪૬) તા. ૧૫-૮-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. સાવિત્રીબેન નાનજી મયારામ નાકરના પૌત્ર. સ્વ. મણીબેન રેવાશંકર મોતાના દોહિત્ર. ગં. સ્વ. પુષ્પાબેન મહેન્દ્ર નાકરના પુત્ર. નયનાબેન દિનેશભાઇ, ગં. સ્વ. ગીતાબેન પંકજના ભત્રીજા. અંજુ ધીરેન, બિજલ અમિત, નિખિલ પંકજ, ચિંતલ દીપ, બ્રિજેશ દિનેશના ભાઇ. જયાબેન મહેશભાઇ, ગં. સ્વ. અરુણાબેન મહેન્દ્રભાઇ, સ્વ. રાજેશભાઇ રેવાશંકર, ગીતાબેન અરવિંદભાઇ, ગં. સ્વ. લતાબેન જયેશભાઇના ભાણેજ. પ્રાર્થનાસભા તા. ૧૮-૮-૨૪ રવિવારના ૪થી ૬. ઠે. બ્રાહ્મણ સમાજ હોલ માળે, જોશી લેન, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા સોરઠીયા વણિક
માંગરોળ નિવાસી હાલ ભૂલેશ્ર્વર ધીરુભાઇ મંગળદાસ શાહ (ઉં. વ. ૮૬) ગુરુવાર, તા. ૧૫-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે મીનાબેનના પતિ. મનીષ અને સંજીવના પિતા. તૃપ્તી અને યામિનીના સસરા. સ્વ. જયંતીલાલ, સ્વ. રમેશભાઇ, સ્વ. સુશીલાબેન અને શોભનાબેનના ભાઇ. તે સ્વ. પ્રેમજી રવજીના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ બ્રહ્મક્ષત્રિય
ગં. સ્વ. કૌશલ્યાબેન શાંતિભાઇ ઘુમરા (ઉં. વ. ૮૦) તે વર્ષા શરદ મરાઠેના માતુશ્રી.તે સ્વ. રમાબેન છોટાલાલ ઘુમરા, સ્વ. સુશિલાબેન નટવરલાલ ઘુમરાના દેરાણી. સ્વ. ઉષાબેન કનુભાઇ દુબલ, સ્વ. કિર્તીકુમાર ખેતસી તેજાણી, સ્વ. પ્રમોદાબેન અશ્ર્વિનભાઇ વકીલ, નિરુપાબેન વસંતભાઇ ઘેલાના બેન મંગળવાર તા. ૧૩-૮-૨૪ના શ્રીરામ શરણ થયેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. પાર્વતીબેન અને સ્વ. મણીલાલ વેલજી ઠક્કર (રવાણી) ગામ કચ્છ માધાપર હાલે મુલુંડના પુત્રવધુ કલ્પનાબેન (ઉં. વ. ૮૦) તે સ્વ. અશોકભાઇ ઠક્કરના ધર્મપત્ની શુક્રવાર, તા. ૧૬ ઓગસ્ટ ૨૪ના શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. લક્ષ્મીબેન કરસનદાસ સેજપાલ વિંજાણવાળાની સુપુત્રી. તે તિમિરના મમ્મી. તે જેનીશાબેનના સાસુમા. સરોજબેન હિંમતલાલ સોમૈયા, શોભનાબેન પ્રતાપભાઇ ગણાત્રા, સ્વ. ચંદ્રકાન્તભાઇના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ચિંચણ તારાપુર ઘોઘારી દશા પોરવાડ વણિક
દ્યોતપૂર્ણા (ડોલી) (ઉં. વ. ૭૫) તે સ્વ. ધનલક્ષ્મીબેન (ધનુબેન) અમૃતલાલ વિઠ્ઠલદાસ શાહ (મનુભાઇ)ની સુપુત્રી. તે દેવયાની મનમોહન, સ્વ. ગીરીશ, રાજેન્દ્ર, સ્વ. કિરણ બાબુભાઇ, સ્વ. રક્ષા હરેશ મહેતાના બહેન. ધવલ, નિરવ, પૂર્વિ, ભૂષણના ફોઇ તા. ૧૬-૮-૨૪ના મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૮-૮-૨૪ના રવિવારે સાંજે ૫થી ૬.૩૦. ઠે. પુષ્પકુંજ એ-રોડ, ચર્ચગેટ, ગ્રાઉન્ડ ફલોર, મુંબઇ-૨૦.
દશા મોઢ માંડલિયા વણિક
સ્વ. કમળાબેન લાલજીભાઈ મેસવાણીના પુત્ર મુકુંદભાઈ (ઉં. વ. ૮૨) ૧૫/૮/૨૪ના મેંગ્લોર શ્રીજીશરણ પામેલ છે. તે ઉર્મિલાબેનના પતિ. જગદીશચંદ્રના મોટાભાઈ. સંજય તથા બીજલ રાજેશ મહેતાના પિતા. કાંતિલાલ વાઘજી ગાંધીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
અમરેલીવાળા હાલ બોરીવલી સ્વ. દ્વારકાદાસ નારણદાસ પારેખના પુત્રવધૂ ગં. સ્વ. હંસાબેન નરેન્દ્ર પારેખ (ઉં. વ. ૭૭) તા.૧૫/૮/૨૦૨૪ ગુરવારના શ્રીજીશરણ પામેલ છે. પિયરપક્ષે સ્વ.કાકુભાઇ બેચારદાસ ગાંધીની દિકરી તથા આશિષ તથા ભક્તિનાં માતુશ્રી. મીતા પારેખ તથા મનીષકુમાર સંઘવીનાં સાસુમાં. રાધા તથા પ્રણવનાં દાદીમા. તેમની લૌકિક ક્રિયા તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button