વેપાર અને વાણિજ્ય

પાંખાં કામકાજો વચ્ચે ખાંડમાં મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તથા દેશાવરોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૨૦ના ઘટાડા સાથે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં થયા હતા. વધુમાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સપ્તાહના અંતે એકંદરે કામકાજો પાંખાં રહ્યા હોવાથી માગ અને માલની ગુણવત્તાનુસાર ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૩૦નો સુધારો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ ઘટી આવ્યા હતા. વધુમાં આજે મથકો પરનાં નિરુત્સાહી અહેવાલે નાકા ડિલિવરી ધોરણે પણ સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. ૨૦નો અને મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦થી ૨૦નો ઘટાડો આવ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ઉપાડ લગભગ ૨૬થી ૨૭ ટ્રકનો રહ્યો હતો. જોકે, આજે સ્મોલ ગ્રેડની ખાંડમાં અમુક માલની ગુણવત્તા સારી આવી હોવાથી તેમ જ રિટેલ સ્તરની માગને ટેકે વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૩૦ના સુધારા સાથે રૂ. ૩૭૩૬થી ૩૮૪૨માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૮૨૦થી ૩૯૬૨માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ માગ જળવાઈ રહી હોવા છતાં મથકો પરના નિરુત્સાહી અહેવાલે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૦ના ઘટાડા સાથે રૂ. ૩૬૭૦થી ૩૭૨૦માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ અને ઉપલા મથાળેથી રૂ. ૨૦ના ઘટાડા સાથે રૂ. ૩૭૫૦થી ૩૮૨૦માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ