ઉત્સવ

બનો વીડિયો એડિટર દિવસે દિવસે વધી રહી માંગ

ફોકસ -નરેન્દ્ર કુમાર

વિડિયો એડિટિંગનું ક્ષેત્ર કારકિર્દીના વિકલ્પ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે, જેની દરેક ક્ષેત્રમાં ખૂબ જ માંગ છે. કારણ કે આજની લાઇફસ્ટાઇલમાં એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં વીડિયોગ્રાફી મહત્ત્વની ભૂમિકા ભજવતી ન હોય. વિડિયો એડિટર માત્ર મીડિયા કંપનીઓ, જાહેરાત એજન્સીઓ, સોશિયલ મીડિયા નેટવર્કમાં જ નહીં પરંતુ ફિલ્મ અને ટેલિવિઝનના દરેક ક્ષેત્રમાં તેમની મુખ્ય ભૂમિકાઓ માટે જાણીતા છે. વિડિયો એડિટર એ આજે વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓનો મુખ્ય હિસ્સો જ નથી, પરંતુ તાજેતરના વર્ષોમાં ફ્રીલાન્સર્સ તરીકે તેમનું મહત્વ પણ ઘણું વધી ગયું છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે આજે આપણા જીવનના દરેક પાસાઓ વીડિયોનો એક ભાગ છે.

વિડિયો એડિટર વાસ્તવમાં સાદી વિડિયો ક્લિપ્સ અથવા વિડિયો ફૂટેજને ઉચ્ચ ગુણવત્તા અથવા અર્થપૂર્ણ વીડિયો મેસેજમાં રૂપાંતરિત કરે છે. જેનો ઉપયોગ દર્શકોને સૂચનો આપવા, તેમનું મનોરંજન કરવા અને અનેક પ્રકારની લાગણીઓ વ્યક્ત કરવા માટે થાય છે. જ્યાં સુધી વિડિયો એડિટરની નોકરીનો સંબંધ છે, તો તે આવા અવ્યવસ્થિત વિડિયો અથવા અર્થહીન ફોટોગ્રાફીને અર્થપૂર્ણ ક્રમ આપે છે. તેથી જો એવું કહેવામાં આવે કે જ્યાં એક એડિટર શબ્દોની ભાષાને અર્થ અને વાર્તા પ્રદાન કરે છે, તેવી જ રીતે વિડિઓ એડિટર ફોટોગ્રાફીને વાર્તા અને અર્થ પ્રદાન કરે છે. કોઈપણ વિડિયો એડિટર દરેક સૂટ કરેલી ફાઇલને વાર્તામાં ફેરવે છે અને તેને વાર્તામાં ક્રમ બનાવે છે. આ કારણોસર વિડિયો એડિટરની નોકરી ખૂબ મહત્વપૂર્ણ હોય છે.

પરંતુ વિડિયો એડિટરની આ નોકરી તેની સંવેદનશીલતાને કારણે, ઘણી જવાબદારીઓ અને ફરજો પણ ઉમેરે છે. ઉદાહરણ તરીકે, દરેક વિડિયો એડિટર જાણે છે કે દરેક વિડિયોનું ચોક્કસ લક્ષ્ય અને તેની લંબાઈ અને દિશા હોય છે. તેથી દરેક વિડિયો એડિટર કાચા અને એડિટ કરેલા વિડિયો ફાઇલોને ફિલ્મો તરીકે ગણતા નથી, પરંતુ ફિલ્મોના નિર્માણ માટેનો કાચો માલ ગણે છે. દરેક વિડિયો એડિટર સારી રીતે જાણે છે કે વિડિયો ચોક્કસ પ્રશ્ન અથવા વિનંતી અનુસાર શૂટ કરવામાં આવે છે, આમ તેની એક ચોક્કસ દિશા હોય છે. દરેક વિડિયો એડિટર એ પણ સારી રીતે જાણે છે કે દરેક વિડિયોનું ચોક્કસ ગંતવ્ય હોય છે, એટલે કે માત્ર તેના એડિટર જ સારી રીતે જાણે છે કે વિડિયો તેના કંન્ટેન્ટમાં શું કહેવા માંગે છે. તેથી જ, ઉચ્ચતમ પત્રકારત્વના ધોરણોનું પાલન કરીને, કોઈપણ વિડિયો એડિટર તેની જરૂરિયાત મુજબ વિડિયોની લંબાઈ રાખે છે અને તેના કંન્ટેન્ટન જરૂરિયાત મુજબ ફોર્મેટ કરે છે.

જ્યારે પણ વિડિયો એડિટર જોબની જાહેરાત આપવામાં આવે છે, ત્યારે દરેક કંપની ઇચ્છે છે કે તેને એક એવો વિડિયો એડિટર મળે જેની પાસે ઓછામાં ઓછા એક વર્ષનો એડિટિંગનો અનુભવ હોય. આથી જ વિડિયો એડિટિંગનો અભ્યાસ કરતી દરેક વ્યક્તિને મફતમાં અથવા ઓછામાં ઓછા માનદ વેતન સાથે ઇન્ટર્નશિપની જરૂર હોય છે. ઇન્ટર્નશીપ વિના, વિડિયો એડિટર માટે તેની પ્રથમ નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. કારણ કે કોઈપણ ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીને વિડિયો એડિટર જેવી ટેકનિકલ નોકરી મળતી નથી. આ જ કારણ છે કે વીડિયો એડિટિંગનો કોર્સ કરનાર દરેક વ્યક્તિ એક વર્ષની ઇન્ટર્નશિપ ઈચ્છે છે, જ્યાં તે વીડિયો એડિટિંગથી લઈને પોસ્ટ પ્રોડક્શન સુધી બધું શીખી જાય. ભલે તેને આ કામ માટે કોઈપણ પ્રકારનું માનદ વેતન ન મળે.

દરેક વિડિયો એડિટર પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે બિન-રેખીય વિડિઓ સંપાદન સાધનો
અને અન્ય સોફ્ટવેર જેમ કે અડોબ પ્રિમિયર, ફોટોશોપ અને લાઇટરૂમમાં નિપુણ હોય. તેની પાસે વર્તમાન ડિજિટલ ટ્રેન્ડ એડિટિંગ સિદ્ધાંતોની પણ ઊંડી સમજ હશે. એ અલગ વાત છે કે મોટાભાગની ઇન્સ્ટિટ્યૂટ જે વિડિયો એડિટર કોર્સ ઓફર કરે છે, તેમના તમામ વિદ્યાર્થીઓ અને ઉમેદવારોને તમામ પ્રકારના વીડિયો એડિટિંગ ટૂલ્સ અને સોફ્ટવેરમાં નિષ્ણાત બનાવવા માટે તેમની પાસે ન તો પૂરતી સગવડો હોય છે અને ન તો પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે. તેમ છતાં, ડિપ્લોમા અથવા ડિગ્રી પ્રાપ્ત કરનાર એક વિડિયો એડિટર પાસે ઓછામાં ઓછી એટલી સમજ અને સર્જનાત્મક અનુભવ તો હોય જ છે, જેની મદદથી કોઈપણ કંપની તેને પોતાની સાથે જોડી શકે. જો કોઈ વિડિયો એડિટર પાસે ફિલ્મ અથવા સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોય તો કહેવાનું કંઇ બાકી જ નથી રહેતુ. જાણે સોનામાં સુગંધ ભળી ગઈ હોય.

વિડિયો એડિટિંગ અભ્યાસક્રમો ઓફર કરતી મહત્ત્વની સ્થાનિક અને વિદેશી સંસ્થાઓ:

” સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, કોલકાતા.

” ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, પુણે

” મુંબઈ ડિજિટલ ફિલ્મ એકેડમી, મુંબઈ

મલ્ટીમીડિયા સંસ્થા દિલ્હી-એનસીઆર

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ