વડોદરા

વડોદરામાં રિંગરોડ થશે સુવિધાભર્યા : રિંગરોડ નિર્માણ માટે રાજ્ય સરકારે 316.78 કરોડ ફાળવ્યા

વડોદરા: ​વડોદરા શહેર અને તેના આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના સતત વધતા જતા વિકાસ વ્યાપને પગલે ટ્રાફિકનું ભારણ હળવું કરવા સાથેના સુઆયોજીત વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રિંગરોડ નિર્માણ માટે રૂ. 316.78 કરોડ રૂપિયાની ફાળવણી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરી છે.

આ પણ વાંચો: વડોદરા પાલિકામાં વિવિધ વર્ગોની ખાલી પડેલી જગ્યાની ભરતી, નિમણૂક પત્રો અપાયા

વડોદરા મહાનગર અને તેના આસપાસના ઐદ્યોગિક વિસ્તારોના સતત વધતા જતા વિકાસ વ્યાપને પગલે ટ્રાફિકનું ભારણ હળવું કરવા સાથેના સુઆયોજીત વિકાસ માટે વુડાએ રિંગરોડ બનાવવાની જરૂરીયાત દર્શાવતું પ્રેઝન્ટેશન અને દરખાસ્ત GUDM માં કરી હતી. ​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ દરખાસ્ત રજૂ થતાં તેમણે વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ વુડાને રિંગરોડ નિર્માણ માટે આ 316.78 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

​વડોદરા મહાનગરમાં આ રિંગરોડ સમગ્રતયા 66 કિ.મી. લાંબો અને 75 મીટર પહોળાઈ સાથે નિર્માણ થવાનો છે. તેના પ્રથમ તબક્કામાં 45 મીટર પહોળાઈ સાથેના 27.58 કિ.મી. લંબાઈના રિંગરોડ માટે મુખ્યમંત્રીએ આ રકમ ફાળવી છે. આ 27.58 કિ.મી.ના રિંગરોડના પ્રથમ તબક્કા માટે નાણાં ફાળવણી થતાં હવે નિર્માણ કાર્ય વેગવંતુ બનશે. આના પરિણામે પૂર્વ વિસ્તારમાં 10.70 કિ.મી. અને પશ્ચિમ વિસ્તારમાં 16.84 કિ.મી. નું કામ હાથ ધરાશે.

આ પણ વાંચો: રૂ. પાંચ કરોડનો ખર્ચ કર્યો પણ વડોદરામાં દેશનો પહેલો ક્રોકોડાઈલ પાર્ક ન બન્યો, આ છે કારણ

​એટલું જ નહિ, સ્ટેચ્યુ ઓફ યુનિટિ-એક્તા નગર તરફ જતા રસ્તા પરનું ટ્રાફિક ભારણ ઓછું થશે અને મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે-8 પરના વાહન વ્યવહારનો ટ્રાફિક પણ હળવો થશે. પશ્ચિમ વિસ્તારમાં જે 16.84 કિ.મી.ના રિંગરોડનું નિર્માણ થશે તેના કારણે ટ્રાફિક ભારણ ઘટવા સાથે રિંગરોડ ફરતે અને આસપાસના વિસ્તારોમાં વિકાસને નવી ગતિ મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ