આમચી મુંબઈમહારાષ્ટ્રસ્પેશિયલ ફિચર્સ

જાણીતા ખેલફૂદ પત્રકાર અને ‘મુંબઈ સમાચાર’ના ભૂતપૂર્વ સ્પોર્ટ્સ એડિટર દારા પોચખાનાવાલાનું નિધન

મુંબઈ: ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી ‘મુંબઈ સમાચાર’ સાથે સ્પોર્ટ્સ એડિટર તરીકે સંકળાયેલા મુંબઈના જાણીતા ખેલકૂદ પત્રકાર દારા પોચખાનાવાલાનું અવસાન થયું છે. તેઓ 73 વર્ષના હતા. થોડા સમયથી તેમને કિડનીની ગંભીર બીમારી હતી.

શાંત સ્વભાવના, મહેનતુ અને નિષ્ઠાવાન પત્રકાર દારા ક્રિકેટ અમ્પાયરિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ હતા. તેમણે અનેક સ્થાનિક મૅચોમાં અમ્પાયરિંગ કર્યું હતું. ક્રિકેટના અને ખાસ કરીને અમ્પાયરિંગના નિયમોના જાણકાર દારા 1980-’90ના દાયકામાં વિનોદ કાંબળી સહિત ઘણા જાણીતા ક્રિકેટરો માટે માર્ગદર્શક બન્યા હતા.


મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ)ની મૅનેજિંગ કમિટીના ભૂતપૂર્વ મેમ્બર તેમ જ અમ્પાયર્સ સબ કમિટીના ભૂતપૂર્વ મેમ્બર દારા પોચખાનાવાલા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ્સ અસોસિયેશન ઑફ મુંબઈ (એસજેએએમ) સાથે પણ સંકળાયેલા હતા તેમ જ ઑલ ઇન્ડિયા ક્રિકેટ સ્કોરર્સ એન્ડ સ્ટેટિસ્ટિશિયન કમિટીના તેઓ સ્થાપક સભ્ય પણ હતા. સરળ અને સાલસ સ્વભાવના દારા મિત્રતાની ભાવના ધરાવનાર શિસ્તબધ્ધ પત્રકાર હતા. ઘણા વર્ષો પહેલાં તેમણે પોતાની ‘ફોર્ટ યંગસ્ટર્સ’ ક્લબ વેચીને એમાંથી મળેલા 1.30 કરોડ રૂપિયા તેમના 42 ક્લબ મેમ્બર્સમાં (ગોલ્ડ કોઇનના રૂપમાં) વહેંચી દીધા હતા અને પોતાની પાસે ટૉકન તરીકે માત્ર એક રૂપિયો અને નાનો ગોલ્ડ કોઇન રાખ્યો હતો.
પારસી સમુદાયમાં પ્રખ્યાત દારા પોચખાનાવાલામાં બહુ સારી રમૂજવૃત્તિ પણ હતી.

આવતી કાલે કાંગા લીગ ક્રિકેટમાં અમ્પાયરો દારાને અંજલિ આપવા બે મિનિટનું મૌન પાળશે. તેઓ અમ્પાયર દારાના માનમાં ખાસ તેમના નામે બનાવેલા સિક્કાનો ઉપયોગ ટૉસ ઉછાળવામાં કરશે. આ સિક્કો અસોસિયેશન ઑફ ક્રિકેટ અમ્પાયર્સ ઑફ મુંબઈ (એસીયુએમ) દ્વારા થોડા વર્ષ પહેલાં બનાવાયો હતો.

દારા થોડા સમયથી આર્થિક મુશ્કેલીમાં હતા અને એસીયુએમ તરફથી તેમને જે તબીબી સહાય કરવામાં આવી હતી એ બદલ ખુદ દારાએ ગયા અઠવાડિયે અસોસિયેશનને આભાર વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો. દારાને કેટલાક નજીકના મિત્રોએ પણ આર્થિક મદદ કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે?