અમદાવાદ ભાજપમાં નનામાં પત્રથી વિસ્ફોટ : ઝેર તો ઓકયાં જાણી,જાણી !
અમદાવાદ મહાનગરપાલિકા ભાજપ સાશીત છે અને એક વાઇરલ પત્રમાં વર્તમાન ધારાસભ્ય સહિત ચાર મોટા પદાધિકારીઓ સામે માત્ર ભ્રસ્ટ્રાચાર જ નહીં પરંતુ મહિયાળા નેતાઓ સાથે અનૈતિક સંબધોના પણ આક્ષેપો થતાં અમદાવાદ શહેર ભાજપમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે. અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેયરમેન અમૂલ ભટ્ટ જેઓ મણિનગર વિસ્તારમાથી ભાજપના વર્તમાન ધારાસભ્ય છે.
તેમની સાથે હાલમાં જ મહાપાલિકાના પ્રભારી પદેથી હટાવામાં આવેલા ધર્મેન્દ્ર શાહ, મહાપાલિકાના વર્તમાન દંડક શીતલ ડાગાના પતિ આનંદ ડાગા અને વિપુલ સેવક સામે કરોડો રૂપિયાના ભ્રસ્ટ્રાચાર અને ગેર વહીવટનો આરોપ આ વાઇરલ પત્રમાં થતાં તેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે.
હાલ તો વાઇરલ પત્રને લઈને,ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને મહાપાલિકાના પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહે, પોતાની રાજકીય અને સમાજજીવનની છબીને ખરડાવવા માતરેના પ્રયત્ન હોવાનું કહીને વિવાદને વધુ આગળ વધારતો અટકાવવાના પ્રયાસમાં લાગી ગયા છે.
આ પણ વાંચો: પ્રેસ કોન્ફરન્સમાં વાઇરલ પત્રિકાનો મુદ્દો ઉછળ્યો
રાજકોટ પછી અમદાવાદ ભાજપમાં ભડકો-વડોદરામાં પણ ‘ચરુ’ ઊકળે છે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વેળા અને પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર થતાં જે ભડકો થયો હતો તે કઈ પહેલી વારનું નહોતું. વિજય રૂપાણીની મુખ્યમંત્રી પદેથી વિદાય થયા બાદ તુરત જ રાજકોટ ભાજપમાં ઊભા બે ફાડિયા સામે આવ્યા હતા. રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરિયા જૂથ,વિજય રૂપાની જૂથ સામે ખૂલીને સામે આવી ગયા હતા.
તેમાં પણ પ્રદેશ પ્રમુખ પાટિલ સાથેનો સીધો ખટરાગ જગજાહેર હતો એટલે ક્યારેક પાઇટલ રાજકોટ પ્રવાસે હોય તો રૂપાણી રાજકોટ બહાર હોવા જેવા પ્રસંગોથી પણ રાજકોટ ભાજપ કે રાજકોટની પ્રજા અજાણ નથી.
લોકસભાની ચૂંટણીમા કેટલાક પાયાના ભાજપાઈ કાર્યકરો રૂપાલના પ્રચારથી જાણી-બૂઝીને અળગા ચાલ્યા હતા, તો કેટલાક તદ્દન નિષ્ક્રિય રહ્યા હતા. એક અહેવાલ તો એવો પણ આવ્યો હતો કે કેટલાક કાર્યકરો રૂપાલાને ‘આયાતી’ ઉમેદવાર ગણાવી ને પાછલા દરવાજે થી ‘ક્ષત્રિય આંદોલનને હવા’ આપતા રહ્યા હતા.
આ પણ વાંચો: મહિલા જજનું ઈચ્છામૃત્યુની માંગણીના વાઇરલ પત્ર પર CJIએ અલ્હાબાદ HC પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો
રાજકોટ જેવી જ કહાની વડોદરા ભાજપની છે. 2017,ધારાસભ્ય યોગેશ પટેલ, કેતન ઇનામદાર,એ વખતના ધારાસભ્ય (વાધોડિયા) મધુ શ્રીવાસ્તવ વારંવાર કોઈને કોઈ મુદ્દે નારાજ રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય અને તત્કાલિન ઉર્જામંત્રી સૌરભ દલાલ (પટેલ )જ્યારે વડોદારના ધારાસભ્ય હતા ત્યારે ‘ વડ્ફેસ્ટ’ નું આયોજન થયું હતું.
એ વખતે પણ સૌરભ પટેલ સામે બાકીના તમામ સ્થાનિક ધારાસભ્યોએ મોરચો ખોલ્યો હતો. છેલ્લે, લોકસભાની ચૂંટણીમા બે ટર્મ સાંસદ રહી ચૂકેલા રંજન બહેન ભટ્ટનું નામ જાહેર થતાં જ સ્થાનિક મહિલાએ સાંસદ રંજન બહેન ભટ્ટ સામે કરોડો રૂપિયાના ભ્રસ્ટ્રા ચારનાં આક્ષેપો કર્યા, અને વડોદરા ભાજપની આબરૂના વટાણા વેરાઈ ગયા હતા.
અંતે બે ટર્મ સાંસદ રહેલા રંજન બહેન ભટ્ટની જાહેર થયેલી ટિકિટ કપાઈ ગઈ આનાથી ના માત્ર પ્રદેશ ભાજપ, પરંતુ કેન્દ્રિય ભાજપે પણ પારોઠના પગલાં ભરી, શરમથી માથું ઝુકાવી દીધું. આવું સાબરકાંઠામાં પણ થયું . જાહેર ઉમેદવારનું નામ અંતે પડતું મૂકી, નવા મહિલા ઉમેદવારનું નામ જાહેર કરવું પડ્યું હતું.
રાજકોટ-વડોદરા પછી હવે અમદાવાદ ભાજપમાં મોટો ડખો થયો છે. હવે,21 ઓગસ્ટથી ગુજરાત વિધાનસભાનું ત્રિ-દિવસીય સત્ર મળશે. ત્યારે અમદાવાદ ભાજપ અને મહાપાલિકાના પૂર્વ હોદ્દેદારોનો આ આખો મામલો કેવો રંગ લાવે છે તે જોવું દિલચસ્પ રહેશે.