નેશનલ

કોલકાતા ડોક્ટર ડેથઃ ડોક્ટરોની હડતાળ ‘શસ્ત્ર’ કે પછી…

કોલકાતાની મેડિકલ કોલેજની કંપાવનારી ઘટનાને દેશના અન્ય રાજ્યોમાં વટાવી ખાવાના હેતુ સર જ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) એ હડતાળનું એલાન કર્યું છે. આજે પણ હડતાળ રાખી, શનિવારે પણ ચોવીસ કલાક એટલે કે શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધીની હડતાળનું આગોતરું એલાન કર્યું છે.

રવિવારે મોટા ભાગના ઉચ્ચ વર્ગના તબીબો (અહીં સિનિયર્સ) સરકારી હોસ્પિટલોમાં રજા પર જ હોય છે અથવા તો માત્ર લટાર મારવા જ આવતા હોય છે. એવામાં સોમવારે રક્ષાબંધન આવતા, સતત ચાર દિવસ સુધી સરકારી હોસ્પિટલ્સમાં રીતસર હડતાળનો માહોલ સર્જાતા દાખલ થયેલા દર્દીઓથી માંડીને ગ્રામીણ વિસ્તારમાં અલગ-અલગ બીમારીથી પીડાતા દર્દીઓ માટે ‘આંખ સામે ભમતા કાળચક્ર’ જેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

માનવતા ખાતર અને દર્દીઓને રઝળી પડે નહીં એના માટે ડોક્ટરોએ પોતાની ફરજને ભૂલવી જોઈએ નહીં. બાકી આ દિવસ હડતાળના નામે (કહેવાતા રાજનીતિ પ્રેરિત રોટલા શેકવામાં સહભાગી) સૈર-સપાટા મારવા નીકળી પડશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

આ પણ વાંચો: કોલકાતાના બનાવ પરથી ગુજરાત સરકારે ધડો લીધોઃ સરકારી મેડિકલ કૉલેજોમાં સુરક્ષા વધારી

કોલકાતાની જધન્ય ઘટના અંગે કોલકાતા હાઈ કોર્ટે CBIને તપાસ સોંપી દીધા બાદ ચાર દિવસની હડતાળ જેવું આત્યંતિક પગલું શા માટે? તેવો સવાલ સામાન્ય અને ગરીબી રેખા નીચે જીવતા નાગરિકોને થઈ રહ્યો છે. જે દર્દીઓ, ગુજરાતભરની કે દેશભરની સિવિલ હોસ્પીટલમાં દાખલ છે. તેમના પરિજનો આ હડતાળના સમાચારથી બેબાકળા બન્યા છે.

અમુક દર્દીઓની સ્થિતિ ગંભીર હશે, કેટલાક ગ્રામીણ વિસ્તારોમાંથી સારવાર માટે આવ્યા હશે. તેઓની મન:સ્થિતિ આ પરિસ્થિતિમાં કેવી હોય શકે? તબીબો કહેતા ઇંડિયન મેડિકલ એસોસિએશને, જે રીતે પાછળ (રક્ષાબંધન) રજાને જોતાં ફરજ પર હાજર થવાના બદલે, રજા રાખવાના નિર્ણયની પણ આકરી ટીકા થઈ રહી છે.

આ પણ વાંચો: હેલ્થ વર્કર્સ સામે હિંસાની આટલા કલાકોમાં FIR દાખલ કરવી પડશે, સરકારે આપી કડક સૂચના

સેવાભાવના આ વ્યવસાયને એક ઘટનાને આગળ ધરીને 4 દિવસની હડતાળ કોઈ આકસ્મિક બનનારી ઘટના પછીની કેવી સ્થિતિ થાય તે વિચાર માત્ર કાળજું કંપાવી દેવા સમર્થ છે.

મોંધીદાટ ફી ભરી, સમાજમાં વ્હાઇટ કોલર પ્રોફેશન, અને સેવાભાવના વેશપલટે, આ તબીબો હડતાળ દરમિયાન પોતાનું અને પોતાના પરિવારનું તો મનોરંજન કરશે. પણ દિલમાં કોલકાતાની ઘટના માટે નહીં વેદના હોય કે સંવેદના.

એથી પણ આગળ પોતાના હાથ નીચે સારવાર લઈ રહેલા દર્દીઓની સ્થિતિ વિષે પણ લગારે ચિંતા નહીં હોય. વ્યવસાયમાં, આ કેવો સમર્પણ કે સેવાનો ભાવ? નાનામાં નાનો દર્દી પણ ડોકટરમાં ‘ભગવાનનું રૂપ” જોતાં હોય છે. હવે હડતાળની આ સ્થિતિ કદાચ દર્દીઓના દિલમાં કોઈ અન્ય રૂપ સમજવાની ભાવના વિકસાવી દે, તો તેમાં કોઈ જ નવાઈ નહીં રહે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે?