આમચી મુંબઈમનોરંજન

હાથમાં મંજીરા લઈને ગણેશ પંડાલમાં બાળકોની જેમ નાચતા જોવા મળ્યા બોલિવુડની આ દિગ્ગજ કલાકારો….

મુંબઈ: મહારાષ્ટ્રમાં ગણેશોત્સવનું એક આગવું મહત્વ છે. લોકો ઘેર ઘેર ગણપતિ બાપાને લાવે છે અને આમાં બોલીવુડના કલાકારો પણ બાકાત નથી. ત્યારે એક વાઇરલ વીડિયોમાં જગ્ગુ દાદા અને પંકજ ત્રિપાઠી ગણેશ ઉત્સવમાં હાથમાં મંજીરા લઈને બાળકોની જેમ નાચતા જોવા મળ્યા હતા.

જેમાં જેકી શ્રોફ કરતાલ વગાડતા મસ્તીમાં ડાન્સ કરતા હતા અને તેમની સાથે એક્ટર પંકજ ત્રિપાઠી પણ દેશી અંદાજમાં જોવા મળ્યા હતા.


મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવને લઈને ઘણી ધામધૂમ જોવા મળે છે. લોકો ખુબજ હરખ અને ઉત્સાહથી ગણેશોત્સવ ઉજવે છે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી છે જ્યાં ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ દર્શન કરવા આવ્યા હતા. ‘જગ્ગુ દાદા’ એટલે કે જેકી શ્રોફ જેઓ બોલિવૂડમાં પોતાની આગવી શૈલી માટે પ્રખ્યાત છે, તેમણે પણ મુખ્ય પ્રધાનના ઘરે ગણેશ ઉત્સવમાં ભાગ લીધો હતો. આ દરમિયાન જેકી શ્રોફ કરતાલ વગાડતા અને નાચતા જોવા મળ્યા હતા, તેમની સાથે એક્ટર પંકજ ત્રિપાઠી પણ દેશી સ્ટાઈલમાં જોવા મળ્યા હતા, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

સુનીલ શેટ્ટી પણ હાથમાં મંજીરા વગાડતા બાજુમાં ઉભેલા જોવા મળે છે.

આ વીડિયોને અત્યારસુધીમાં લાખો લોકોએ જોયો અને લાઈક કર્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, અમને આવું જ બોલિવૂડ જોઈએ છે, જય હિંદ, જય મહારાષ્ટ્ર. જ્યારે બીજાએ લખ્યું, તમારી અંદરના બાળકને ક્યારેય મરવા ન દેવો જોઈએ.જ્યારે ત્રીજા એક યુજરે લખ્યું હતું કે ગણેશ ઉત્સવનો આ જ સાચો ઉત્સાહ છે, ગણપતિ બાપ્પા મોર્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button