મેટિની

ઘી લગાવેલી રોટલી ખાવી એ અમારા માટેબહુ મોટી વાત હતી: રાજકુમાર રાવ

વિશેષ -અનંત મામતોરા

કહેવાય છે કે જીવનમાં નિષ્ફળતા અને સંઘર્ષમાંથી પસાર થયા પછી જ સફળતા મળે છે અને આ સફળતા વ્યક્તિને જીવનના ઘણા પાઠ શીખવી જાય છે. જીવનની ચડ-ઉતરમાંથી દરેક વ્યક્તિએ પસાર થવું પડે છે. તે પછી કોઇ ફિલ્મ સ્ટાર હોય, કોઇ બિઝનેસમેન હોય કે પછી આપણા જેવી કોઈ સામાન્ય વ્યક્તિ. ફિલ્મી દુનિયામાં ઝગમગતાં કલાકારો પણ ઘણી સ્ટ્રગલ બાદ સુપરસ્ટાર બને છે. સ્ત્રી, કાઇ પો છે, ગેંગ ઓફ વસેપુર અને અન્ય ઘણી ફિલ્મોમાં જોરદાર અભિનય દ્વારા ફિલ્મી દુનિયામાં એક ખાસ સ્થાન બનાવનાર અભિનેતા રાજકુમાર રાવ તેમના ભૂતકાળના સંઘર્ષને યાદ કરતા કહે છે કે એક્ટર બનવા માટે મુંબઇ આવ્યો ત્યારે તેની પાસે ખાવા-પીવાના પૈસા પણ ન હતા, ત્યારે લંચમાં પાર્લે જી અને ફ્રૂટી ખાઇને દિવસો પસાર કરતા હતા. બેન્ક એકાઉન્ટમાં પણ માત્ર ૧૮ રૂપિયા હતા. શરૂઆતમાં નાના ઘરમાં ભાડે રહેતા રાજકુમાર રાવ આજે રૂ. ૪૪ કરોડના આલીશાન ઘરમાં રહે છે અને ફિલ્મોમાં કરોડો રૂપિયાની કમાણી કરે છે.

રાજકુમાર રાવ કહે છે કે જ્યારે તે હાઈસ્કૂલમાં હતો ત્યારે તે સાત વર્ષની બાળકીના ઘરે જઈને તેને ડાન્સ શીખવતો હતો. રાજકુમાર રાવને ડાન્સ શીખવવા માટે દર મહિને ૩૦૦ રૂપિયા મળતા હતા. તેણે કહ્યું કે એક મહિના પછી જ્યારે તેને ૫૦-૫૦ રૂપિયાની ૬ નોટ મળી તો તેની ખુશીનો પાર રહ્યો નહીં.

રાજકુમાર રાવ વધુમાં કહે કે તે સમયે તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી, તેથી તેણે પોતાનો પહેલો પગાર ઘર માટે કરિયાણા ખરીદવા માટે વાપરવાનું નક્કી કર્યું. જ્યારે તેણે બધુ કરિયાણુ ખરીદી લીધુ તો થોડા પૈસા વધ્યા હતા, ત્યારે તેણે તે પૈસા ઘી ખરીદવા માટે વાપર્યા હતા. તેણે કહ્યું કે તે સમયે અમારા માટે ઘી લગાવીને રોટલી ખાવી એ મોટી વાત હતી.

અમેરિકામાં અભ્યાસ કર્યો. આ વાતચીત દરમિયાન રાજકુમાર રાવે તે સમયનો પણ ઉલ્લેખ કર્યો જ્યારે તેના માતા-પિતાએ તેને અભ્યાસ માટે અમેરિકા મોકલ્યો હતો, પરંતુ જો તે વધારાના પૈસા કમાવવા માગતો હોય તો તેના માતા-પિતાએ તેને ત્યાં થોડું કામ કરવાની મંજૂરી આપી હતી. રાજકુમાર રાવ અમેરિકામાં એક કોફી કેફેમાં કામ કરતો હતો અને અહીં તેનો પગાર ૪૦ ડૉલર હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button