મનોરંજન

મિસ્ટર ખિલાડી પરિવાર સાથે બ્રિટનમાં કોને મળ્યા, જાણો શું છે મામલો

લંડન: અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’ ટૂંક સમયમાં જ સ્ક્રીન પર આવશે. હાલમાં મિસ્ટર ખિલાડી પોતાના પરિવાર સાથે લંડનમાં વેકેશન માણી રહ્યો છે. અક્ષય અને ટ્વિંકલ લંડનમાં બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકને મળ્યા હતા.

તેણે આ મીટિંગનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં ટ્વિંકલ ખન્ના, ઋષિ સુનક અને અક્ષય કુમારે પોઝ આપ્યા છે. ટ્વિંકલે વિડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે આજે પણ મારા માટે સુધા મૂર્તિ હીરો છે, પરંતુ તેમના જમાઈ, વડા પ્રધાન ઋષિ સુનકને મળીને ખૂબ આનંદ થયો.


આ વીડિયો શેર કરતી વખતે અક્ષય કુમારની પત્ની અને અભિનેત્રી-લેખિકા ટ્વિંકલ ખન્નાએ લેખિકા સુધા મૂર્તિના વખાણ કર્યા છે. ટ્વિંકલનો આ વીડિયો હાલ ખૂબ જ લોકપ્રિય છે. અક્ષય કુમારના કામની વાત કરીએ તો તેની ફિલ્મ મિશન રાનીગંજ 6 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા, રવિ કિશન, કુમુદ મિશ્રા પણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button