મરણ નોંધ

જૈન મરણ

જામનગર વીશા ઓસવાલ જૈન
સ્વ. જયંતીભાઈ જેસીંગલાલ શાહના સુપુત્ર શૈલેષભાઇના ધર્મપત્ની ક્ધિનરીબેન (ઉં.વ. ૬૪), તે મંજુલાબેનના પુત્રવધૂ. ધ્વનિના માતુશ્રી. ઉદયભાઇના સાસુ. અતુલભાઇ તથા સ્વાતીના ભાભી. સ્વ. ઇન્દિરાબેન દિનેશભાઇ શાહની સુપુત્રી તા. ૧૨-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનક જૈન
જાંબુડા નિવાસી હાલ દાદર ધનેશકુમાર દેવચંદ માધાણી (ઉં.વ. ૮૬) તે કલાબેનના પતિ. સંજીવ, સચીન, અ.સૌ. હીના જયેશ શેઠના પિતાશ્રી. સ્વ. અનંતરાય, સ્વ. ભીખુભાઈ, સ્વ. હીરાબહેન, સ્વ. જસીબહેન, સ્વ. હંસાબેનના ભાઈ. તે સરસઈ નિવાસી સ્વ. હંસરાજ હેમસી દોશીના જમાઈ. સૌ. જ્યોતિ, સૌ. જ્યોતિ, સૌ. રાખી તથા જ્યેશકુમારના સસરા બુધવાર, તા. ૧૩-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૫-૮-૨૪ના ૪ થી ૫.૩૦. શ્રી કરસન લધુ નિસર હોલ, ગ્યાનમંદિર રોડ, એસ.કે. બોલે માર્ગ, દાદર વેસ્ટ. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
જામનગર વીશા ઓશવાળ જૈન
અનસુયાબેન શાહ (ઉં.વ. ૯૦), તે સ્વ. રસીકલાલ કચરાલાલ શાહના ધર્મપત્ની. અપૂર્વભાઈ, બકુલભાઈ, જાગૃતિબેન, દિપીકાબેનના માતુશ્રી. રૂપલબેન, દર્શનાબેન, પુનીલકુમાર, જીગ્નેશકુમારના સાસુ તા. ૧૧-૮-૨૪ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૭-૮-૨૪ના ૧૦ થી ૧૨.૩૦, તેજકિરણ ટેરેસ હોલ, ૨જી દાદી શેઠ લેન, બાબુલનાથ મંદિર પાસે, ચોપાટી બેન્ડ સ્ટેન્ડ ખાતે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વડિયા (દેવળી) હાલ ઘાટકોપર મહેન્દ્રભાઈ તે જયાબેન મણીલાલ ટીમ્બડીયાના સુપુત્ર (ઉં. વ. ૮૬) ૧૩-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ વીણાબેન (વિલાસબેન)ના પતિ. નિમિષભાઈ, અલ્પાબેન દેવાંગભાઈ દેસાઈ, પ્રિતીબેન કેતનભાઈ દફતરીના પિતાશ્રી. તે ચેતનાબેનના સસરા. તે માનસી મિહીરભાઈ શાહ, વિધિ, આદિત્ય, આકાશ, પ્રિયલ તથા હર્ષલના દાદા. તે કિશોરભાઈ, હસમુખભાઈ, હર્ષદભાઈ તથા પન્નાબેન મનહરલાલ રૂપાણીના ભાઈ. તે કરશનદાસ કપૂરચંદ પારેખના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૫-૮-૨૪ ગુરુવારના ૪ થી ૬. સ્થળ: પરમકેશવબાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાગલપુરના કુસુમબેન નવિનચંદ્ર ગોગરી (ઉં.વ. ૭૫) ૯-૮-૨૪ના અવસાન પામ્યા છે. નવિનચંદ્ર દામજીના ધર્મપત્ની. વેલબાઇ દામજી દેવશીના પુત્રવધૂ. તેજલ, નિરલના માતુશ્રી. લક્ષ્મીબેન તેજસી ગોવરના પુત્રી. લક્ષ્મીચંદ, વસંત, મોતીલાલ, બીપીન, પ્રફુલ્લ, સાકર, સુશીલા પ્રેમજી, સુધા રમેશ, શોભા બીપીનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. નવિન દામજી, ૨૦/૨, કિલેદાર મેન્શન, કિલેદાર સ્ટ્રીટ, જેકબ સર્કલ, મું.૧૧.
બિદડા હાલે નવાવાસના રંજન હરખચંદ સાવલા (ઉં.વ. ૬૩) તા. ૧૩-૮-૨૪ના અવસાન પામેલ છે. મોંઘીબાઇ જાદવજીના પુત્રવધૂ. હરખચંદના પત્ની. અનીષા, જતીનના માતુશ્રી. ભુજપુરના મણીબેન હીરજી છેડાના સુપુત્રી. મગનભાઇ, જયંતી, પ્રવિણના બહેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: હરખચંદ સાવલા, બી-૧૧, બ્લુ સ્કાય, કાર્ટર રોડ નં. ૫, બોરીવલી (ઇસ્ટ).
રતાડીયા (ગ.)ના રતનબેન (તેજબાઈ) તલકશી કાનજી છેડા (ઉં.વ. ૮૬) તા. ૧૩-૮-૨૪ના અવસાન પામેલ છે. પાનબાઈ કાનજીના પુત્રવધૂ. તલકશીના પત્ની. નિર્મળા, ભાવના, રમેશ, રાજેશના માતા. કપાયા લાધીબેન રામજી ઉકેડા સંગોઈના પુત્રી. વેલજી, કેશવજી, લક્ષ્મીબેન વીરજી, ગણેશ ગંગાબેન કુંવરજી, કુંવરબાઈ રવજી, લક્ષ્મીબેન નરશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. રમેશ છેડા, ૬૦૨, શિવ ગણેશ બિ., ડી.એસ. રોડ, કસ્તુરબા ગાંધી નગર, વરલી, મું. ૧૮.
લાયજા હાલે ગોધરાના જાદવજી નાગશી છેડા (ઉં.વ. ૮૫) તા. ૧૩-૮-૨૪ના અવસાન પામેલ છે. વેલબાઇ નાગશી મોમાયાના પુત્ર. પ્રભાબેનના પતિ. ચેતન, ચંદન, વંદના, રશ્મિના પિતા. ભીંસરા ગાંગબાઇ નાગશી ગોધરા અમૃતબેન ખેતશીના ભાઇ. ડોણ વેલબાઇ ખીમજી નરશી મારૂના જમાઇ. પ્રાર્થના સભા રાખેલ નથી. દેહદાન કરેલ છે. નિ. પ્રભાબેન છેડા, ૩૭/ ૩૧૬ મોહન નિવાસ, ચંદાવરકર ક્રોસ રોડ, માટુંગા (ઈ).
મોટા લાયજાના મણીબેન ગડા (ઉં.વ. ૯૩) તા. ૧૩-૮-૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. કાંતીલાલ કુંવરજીના ધર્મપત્ની. ભાગબાઇ કુંવરજીના પુત્રવધૂ. બાડાના ભાણબાઇ લાલજી શીવજીના સુપુત્રી. માવજી, ખુશાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: દર્શન વિસરીયા, સ્પાર્ટા, બી-૧૨૦૪, હિરાનંદાની એસ્ટેટ, થાણા (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મીરારોડ સ્વ. શાંતાબેન પ્રભુદાસભાઈ હરખચંદદોશીના સુપુત્ર વિનેશભાઈના ધર્મપત્ની અ.સૌ. પ્રીતિ (ઉં.વ. ૫૬), તે હસ્તીના મમ્મી. સ્વ. રમેશભાઈ અને ગીરીશ, કિરણ, નરેશ, જયેશ તથા હંસાબહેન સંઘરાજકા, ભારતીબહેન ઝાટકિયા, પારૂલબહેન ઘાટલિયાના નાના ભાઈનાં ધર્મપત્ની. સ્વ. ન્યાયલચંદ કપૂરચંદ ઝાટકિયાનાં સુપુત્રી. નવીનભાઈ કુમકુમબહેન અને વર્ષાબહેન ઉદાણીનાં બહેન તા. ૧૨-૮-૨૪ને સોમવારના અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા લૌકિક વ્યવહાર બંધ છે.
ડોણના ગીતા મહેન્દ્ર જેવત ગોગરી / શાહ (ઉં.વ. ૬૫) તા. ૧૩-૮-૨૪ના અવસાન પામ્યા છે. તે વિમલાબેન જેવત લધુના પુત્રવધૂ. અંકિત, નિખીલના માતુશ્રી. બીદડાના વેલબાઇ રામજી કોરશી ફુરીયાની સુપુત્રી. રમેશ જયંત (કુલીન), બેરાજાના જયોતી ચુનીલાલ મામણીયાની બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. અંકિત શાહ ૫૦૨-એ, ગરીમા ટાવર, પાંચ પખાડી, ગુરૂકુળ, થાણા (વે.).
મેરાઉના દેવજી કુંવરજી દેઢીયા (ઉં.વ. ૮૫) તા. ૧૩-૮-૨૪ના મુંબઇમાં અવસાન પામ્યા છે. દેમીબાઇ કુંવરજી હેમાના પુત્ર. સ્વ. સાકરબેનના પતિ. ગીતા, અનિતા, વિણા, પ્રીતીના પિતા. સ્વ. પ્રેમજી, રતનશી, કાનજી, લખમશી, સ્વ. લીલબાઇ દેવશી, કંકુબેન મુરજીના ભાઇ. ગોધરોના પાનબાઇ પુનશી માઇઆના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દેવજી કુંવરજી, ૧૦૮/૧, સાઇ અમર જ્યોતિ સોસાયટી, કીશન નગર-૧, વાગલે એસ્ટેટ, થાણા (વે.).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ કલ્યાણ બળવંતભાઈ (બચુભાઈ) દોશીના સુપુત્ર અશોકભાઈ દોશી (ઉં.વ. ૬૮) તા. ૧૩-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે માલીની દોશીના પતિ. રવિના પિતાશ્રી. નિશીના સસરા. ભુપતભાઈ, બીપીનભાઈ, સ્વ. દિલીપભાઈ, શોભનાબેન, કીર્તિબેન, બીનાબેનના ભાઈ. કલ્યાણ નિવાસી વીમળાબેન ઈન્દુલાલ સંઘવીના જમાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
વંથલી સોરઠ નિવાસી હાલ બોરીવલી સ્વ. નવલબેન કેવળચંદ શેઠના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં.વ. ૬૨) તે ૧૩/૮/૨૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. ભાવનાબેનના પતિ. શિખા ઋષભ વસા, હનીના પિતા. સ્વ. વસંતબેન, સ્વ. વિનોદભાઈ, સ્વ. બિપીનભાઈના ભાઈ. જયંતીલાલ કાનજી શાહના જમાઈ. ભાવયાત્રા ૧૬/૮/૨૪ના ૯.૩૦ થી ૧૨.૩૦. પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
સુરત વિસા ઓસવાલ મૂ. પૂ. જૈન
રાજુલબેન નરેન્દ્રભાઈ ઝવેરી (ઉં.વ. ૮૫) ૧૩/૮/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રકાશભાઈ તથા શ્રીપાલના માતુશ્રી. તનુજા, કોમલના સાસુ. પ્રિયંકા, રાજ અને હિરલના દાદી. રીઆન દર્શિત ઝવેરીના પરદાદી, પ્રાર્થનાસભા ૧૫/૮/૨૪ના ૧૧ થી ૧. હિંદુજા હોલ, દૌલત નગર રોડ ૯, બોરીવલી ઈસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button