મનોરંજન

Kangna Nailed It: ઈમરજન્સી ફિલ્મનું ટ્રેલર આઉટ, જાણો ક્યારે આવશે થિયેટરોમાં, WATCH

અભિનેત્રી સાથે હવે સાંસદ પણ બની ગયેલી કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ઈમરજન્સીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ઘણા સમય પછી જાણે કંગનાએ અભિનયનો અટેક કર્યો હોય તેમ જણાઈ રહ્યું છે. કંગના રનૌતે ઈન્દિરા ગાંધીના પાત્રમાં ચાર ચાંદ લગાવ્યા છે અને ટ્રેલર જોઈને જ સમજી શકાય તેમ છે કે આ ફિલ્મ તેના અભિનયને માણવા પણ લોકો ચોક્કસ જોશે.
ફિલ્મનું ટ્રેલર 2 મિનિટ 58 સેકન્ડનું છે, જેમાં કટોકટી આસપાસના પોલિટિકલ ડ્રામાની વાત છે. કંગનાએ દેશના પ્રથમ મહિલા વડાં પ્રધાનના પાત્રને ભજવવા કેટલી મહેનત કરી છે તે માત્ર 2.58 સેકન્ડના ટ્રેલરથી સમજી શકાશે. મેક અપની સાથે સાથે બોડી લેગ્વેજ અને અવાજ પર પણ એટલું જ ધ્યાન આપવામાં આવ્યું છે.

ફિલ્મની વાર્તા 1975 પર આધારિત છે, જ્યારે ભારતમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. આ એક પોલિટિકલ ડ્રામા ફિલ્મ છે, જેમાં કંગના સિવાય શ્રેયસ તલપડે, અનુપમ ખેર, મહિમા ચૌધરી અને મિલિંદ સોમન પણ મહત્વના રોલમાં છે. શ્રેયસ તલપડે અટલ બિહારી વાજપેયીની ભૂમિકામાં છે, અનુપમ ખેર જયપ્રકાશ નારાયણની ભૂમિકામાં છે, દિવંગત અભિનેતા સતીશ કૌશિક પણ ભારતના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન જગજીવન રામની ભૂમિકામાં જોવા મળે છે.

કંગના રનૌતે ફિલ્મનું ટ્રેલર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. કંગનાએ કેપ્શનમાં લખ્યું, “ભારત ઈઝ ઈન્દિરા અને ઈન્દિરા ઈઝ ઈન્ડિયા. દેશના ઈતિહાસની સૌથી શક્તિશાળી મહિલા, તેના ઈતિહાસમાં લખાયેલું સૌથી કાળું પ્રકરણ! મહત્વાકાંક્ષા જુલમ સાથે અથડાઈ. #ઇમરજન્સી ટ્રેલરઆઉટ કંગના રનૌતના ચાહકો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ટ્રેલર પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. એક ચાહકે લખ્યું, 5મો નેશનલ એવોર્ડ કન્ફર્મ થઈ ગયો છે. બીજાએ લખ્યું કે હવે રિલીઝની રાહ જોઈ શકતો નથી. કંગનાની એક્ટિંગના વખાણ કરતી વખતે એક યુઝરે તેને રોક સોલિડ ગણાવી છે.

છેલ્લા ઘણા સમયથી કંગના સફળ ફિલ્મ આપી શકી નથી. વારંવાર વિવાદોમાં સપડાતી અને હવે મંડીનાં ભાજપનાં સાંસદ બની ગયેલી કંગનાની આ ફિલ્મ તેના અભિનયના ચાહકો માટે એક ટ્રીટ હશે, તેમ માનવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે