નેશનલ

કોટામાં વધુ એક વિદ્યાર્થીએ કરી આત્મહત્યા…

કોટા: રાજસ્થાનનું કોટા એન્જીન્યરીંગના વિદ્યાર્થીઓ માટે હબ સમાન છે. આ ઉપરાંત પણ કોટામાં ઘણા કોચિંગ ક્લાસિસ ચાલતા હોવાના કારણે વિદ્યાર્થીઓ બહારથી ભણવા માટે પણ કોટામાં આવે છે. પરંતુ આ અભ્યાસનું ભારણ એટલું વધી ગયું છે કે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લે છે. કોટામાં અગાઉ થયેલી આત્મહત્યાઓનો કોયડો હજુ ઉકેલાયો નથી ત્યાં તો
નીટની પરીક્ષાની તૈયારી કરી રહેલા વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે.

આ વિદ્યાર્થીએ પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. યુપીના રહેવાસી વિદ્યાર્થી તનવીર કોઈપણ કોચિંગ સંસ્થામાંથી કોચિંગ લીધા વગર કરી રહ્યો હતો. વિદ્યાર્થીના પિતા મોહમ્મદ હુસૈન પણ કોટામાં રહે છે અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને ભણાવે છે. વિદ્યાર્થી તનવીરે ગઈકાલે રાત્રે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
વિદ્યાર્થીના પિતા અને તેની બહેન પણ તેની સાથે કોટાના કુન્હાડી વિસ્તારમાં રહેતા હતા. વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી કોટામાં રહીને નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.

ગત રાત્રે વિદ્યાર્થી તનવીર તેની બહેનને કપડાં બદલવાનું કહી રૂમમાં ગયો હતો. આ પછી તેણે દરવાજો ન ખોલ્યો તેથી તેની બહેનને શંકા ગઈ. ત્યારબાદ રૂમનો દરવાજો તોડતા વિદ્યાર્થી લટકતો જોવા મળ્યો. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો અને કેસની તપાસ શરૂ કરી છે.

રાજસ્થાનનું કોટા શહેર વિદ્યાર્થીઓને કોચિંગ માટે જાણીતું છે. દર વર્ષે લગભગ 2.5 લાખ વિદ્યાર્થીઓ અહીં એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) અને મેડિકલ કૉલેજમાં એડમિશન માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે આવે છે.

ત્યારે ઘરથી દૂર રહીને અભ્યાસના દબાણ હેઠળ ભણવાનું અને ભણાવવામાં સ્પર્ધા તો ખરી જ. ત્યારે એકલા રહેતા આ વિદ્યાર્થીઓ આટલું પ્રેશર હેન્ડલ કરી શકતા નથી અને માતા પિતાની અપેક્ષાઓ અને તેમને કરેલા ખર્ચા પ્રમાણે જ્યારે તેઓ યોગ્ય પરિણામ ના લાવી શકે એટલે આત્મહત્યા કરવા માટે પ્રેરતા હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button