ઈન્ટરવલ

ભારતીય રમત કબડ્ડી… કબડ્ડી… વિખ્યાત થતી જાય છે…

તસવીરની આરપાર -ભાટી એન.

અત્યારે ઓલિમ્પિક ૨૦૨૪ ચાલુ છે. ત્યારે ભારતનું યુવાધન મેડલ લેવામાં પારંગત થતા જાય છે. ભારતમાં ક્રિકેટનો ક્રેઝ સદાબહાર ખીલેલ છે…! તેમાં લબ્ધ પ્રતિષ્ઠ ખેલાડી ભભકાદાર ધમાકેદાર ચોગા, છક્કા મારી ભારતમાં જન… જન… પ્રિય ક્રિકેટ છે. પણ હું હમણાં વાંકાનેરની એલ.કે. સંઘવી ગર્લ્સ હાઈસ્કૂલનાં ગ્રાઉન્ડમાં ગયો ‘તો મુખ્યત્વે છોકરા (વિદ્યાર્થીઓ) કબડ્ડી… કબડ્ડી… રમતા હતા, પણ તેમાં વાંકાનેરની બે યુવાન કોલેજ છોકરીઓ સારલા વિશાખા તેમ જ કિંજલ બન્ને હાઈસ્કૂલના વિદ્યાર્થી સાથે હાથમાં હાથ પકડી બિન્દાસ કબડ્ડી… કબડ્ડી… રમતી હતી…!? થોડી વાર તો હું વિચારના વૃંદાવનમા સરી ગયો પછી આંખો પહોળી કરી જોયું.’ તો સાચે જ વિશાખા ને કિંજલ છોકરા સાથે રમતા જોઈ મને અમિરખાનનું ‘દંગલ’ ફિલ્મ મારા માનસ પટ પર આવી ગયું. દંગલ ફિલ્મમાં અમિરખાનની બન્ને દીકરીઓ છોકરાઓ સામે કુસ્તી રમી ગોલ્ડમેડલ લાવે છે ને નારી શક્તિનો પરચો બતાવી આજની નારી પુરુષો સમોવડી બનતી જાય છે. ખૂબ સારી વાત છે કે આજની દીકરીને જબરજસ્ત મોકળું મેદાન મા-બાપ આપે છે ને ભણાવી ગણાવી પોતાના પગભર ઊભી રહી શકે તેવી સક્ષમ બનાવે છે. ભારત સરકાર પણ નારી શક્તિને પ્રોત્સાહિત કરતા ચૂંટણી-અભ્યાસ ને નોકરીમાં પ્રાયોરિટી આપે છે. તો આજના ભારતની ૧૦૦૦ વર્ષ પહેલાની પ્રાચીન ભારતમાં ઉદ્ભવી હતી તેવી કબડ્ડી… કબડ્ડી… વિશે જાણીએ.

કબડ્ડી એક એવી રમત છે, જેમાં વિવિધ પ્રકારો છે. કબડ્ડીની ઘણી ભારતીય શૈલીઓ છે…! કારણ કે તે ૧૦૦૦ વર્ષ અગાઉથી અહીંની આપણી રમત છે. દેશના જુદા જુદા ભાગોમાં જુદા જુદા નિયમો પાલન કરવામાં આવે છે. કબડ્ડીના કેટલાક પ્રખ્યાત પ્રકાર છે. જેનાં પંજાબી, સંજીવની અને ગામિની છે. કબડ્ડી દક્ષિણ એશિયામાં ખૂબ પ્રખ્યાત છે તે બાંગલાદેશ, નેપાલની રાષ્ટ્રીય રમત પણ છે. આ રમતનાં આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં બે ટીમના સાત ખેલાડીઓ જીતવા માટે એક બીજા સાથે રમે છે અને જેની પાસે સૌથી વધુ પોઈન્ટ હોય તે જીતે છે. પુરુષની મેચમાં મેદાનનું કદ ૧૦ડ્ઢ૧૩ મીટર છે. જ્યારે મહિલાઓ માટે ૮ ડ્ઢ ૧૨ મીટર છે. દરેક ટીમમાં ત્રણ રિઝર્વ ખેલાડી હોય છે. જેનો ઉપયોગ પરિસ્થિતિના આધારે કરવામાં આવે છે. આ રમત સામાન્ય રીતે ૨૦-૨૦ મિનિટનાં બે ભાગમાં રમાય છે. પ્રથમ ભાગનાં અંતે બન્ને ટીમ પોતાનું મેદાન બદલે છે અને આ માટે પાંચ મિનિટનો વિરામ રાખવામાં આવે છે. ખેલાડીઓ રમતના મેદાનમાં આવ્યા બાદ ટોસ જીતવાવાળી ટીમનો એક ખેલાડી સામેની વિપક્ષી ટીમને મોકલે છે, તે ખેલાડી કબડ્ડી… કબડ્ડી… બોલતો બોલતો જાય છે અને સામેની ટીમના ખેલાડીને આઉટ કરવાનો પ્રયાસ કરે છે. આ દરમ્યાન પોતાનો શ્ર્વાસ તૂટી ન જાય તેની કાળજી રાખી સતત કબડ્ડી… બોલતો રહે છે. શ્ર્વાસ તૂટી જાય તે પહેલા ભાગીને પોતાના મેદાનમાં પરત આવી જવાનું રહે છે…! પણ જો શ્ર્વાસ પૂરો થાય ને ભાગે ત્યાં સામેની ટીમના કબજામાં આવી જાય એટલે પકડી લે તો તેને આઉટ જાહેર કરાય છે. આમ કબડ્ડી રમતમાંથી કસરત, ચપળતા, ધૈર્યને સ્ફુર્તિ ને માનસિક સમતુલનને શ્ર્વાસ રોકવાથી તમારા ફેફસા મજબૂત બને છે. ભારતીય રમત કબડ્ડી હવે વિખ્યાત થતી જાય છે. વાંકાનેરની વિશાખા ને કિંજલ નેશનલ લેવલે કબડ્ડી રમવા જાય છે. તે આગળ વધે ને મેડલ મેળવે તેવી શુભેચ્છાઓ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ