મહારાષ્ટ્ર

…તો મહારાષ્ટ્રમાં આ વખતે દસમા અને બારમાની પરીક્ષા વહેલી લેવાશે

પુણે: મહારાષ્ટ્ર સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (સ્ટેટ બોર્ડ) તરફથી લેવામાં આવતી દસમા અને બારમા ધોરણની પરીક્ષા દર વર્ષની સરખામણીએ આ વખતે આઠથી દસ દિવસ વહેલી લઈ શકાય છે.

તેના માટે અંદાજિત ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે, જે પ્રમાણ બારમા ધોરણની લેખિત પરીક્ષા ૧૧મી ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ સુધી જ્યારે દસમા ધોરણની પરીક્ષા ૨૧ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમિયાન લેવામાં આવનાર છે. પરીક્ષા વહેલી લેવા માટે સલાહ-સૂચનો આપવા માટે બોર્ડ તરફથી ૨૩ ઑગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

સ્ટેટ બોર્ડના સેક્રેટરી અનુરાધા ઓક દ્વારા ઉક્ત ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. નવ વિબાગીય મંડળ દ્વારા દસમા અને બારમા ધોરણની પરીક્ષા લેવામાં આવે છે તે પ્રમાણે બારમાની પરીક્ષા ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયે, જ્યારે દસમા ધોરણની પરીક્ષા માર્ચના પ્રથમ અઠવાડિયામાં લેવામાં આવે છે.

નાપાસ થનારાઓ માટે સપ્લિમેન્ટરી એક્ઝામ, કેટગરી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જુલાઇના ત્રીજા અઠવાડિયામાં શરૂ થાય છે. આગામી શૈક્ષણિક વર્ષની પ્રક્રિયા પૂણ૪ કરવા, વ્યાવસાયિક અભ્યાસક્રમમાં પ્રવેશ પરીક્ષાના અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓને પૂરતો સમય મળે, સપ્લિમેન્ટરી એક્ઝામ જલદીથી લઇને રિઝલ્ટ જાહેર કરવા માટે વર્ષોથી ચાલી આવતાં ટાઇમટેબલમાં ફેરફાર કરીને પરીક્ષા વહેલી લેવાનું આયોજન બોર્ડ તરફથી કરવામાં આવ્યું છે.

સ્ટેટ બોર્ડ દ્વારા જાહેર કરેલા નવા શક્ય ટાઇમટેબલ પ્રમાણે બારમાની ઓરલ, પ્રેક્ટિકલ વગેરે પરીક્ષા ૨૪મી જાન્યુઆથી ૧૦મી ફેબ્રુઆરી તથા લેખિત પરીક્ષા ૧૧ ફેબ્રુઆરીથી ૧૮મી માર્ચ સુધી લેવામાં આવશે. દસમા ધોરણની ઓરલ, પ્રેક્ટિકલ વગેરે પરીક્ષા ત્રીજીથી વીસ ફેબ્રુઆરી તથા લેખિત પરીક્ષા ૨૧ ફેબ્રુઆરીથી ૧૭મી માર્ચ દરમિયાન લેવામાં આવશે. વિસ્તૃત ટાઇમટેબલ સ્ટેટ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ