આપણું ગુજરાત

દિવાળી સુધીમાં કેસર જેવી જ મીઠી કેરી તમે આરોગી શકશો, મોં માંથી લાળ ટપકે તે પહેલા સડસડાટ વાંચી જાઓ

કેરીને ફળોનો રાજા કહેવાય છે. વર્ષમાં માત્ર ત્રણ-ચાર મહિના જ મળતી કેરીને લોકો પ્રેમથી આરોગે છે. કેરી જેટલી સ્વાદમાં રસીલી છે તેટલી જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેરીને કેટ-કેટલીય વરાઈટીઑ બજારમાં મળે છે.ઉત્તર ભારતમાં કેરી કેટલાક મહિનાઓ મળે છે તો દક્ષિણમા કેટલીય જગ્યાઓ પર આખું વર્ષ મળી રહે છે.જો તમને પણ કેરી ખાવાનું પસંદ હોય અને તમને એમ થયા કે સિઝન પૂર્ણ થઈ ગઈ છે છ્તા કેરી ખાવાનું મન થઈ ગયું છે તો આનંદો, તમારા માટે આ જ તો ખુશ ખબર છે.

ગુજરાતનાં અમરેલીના એક ખેડૂતે આખું વર્ષ કેરી ખાવા મળે તેવો સરળ ઉકેલ શોધી કાઢ્યો છે

અમરેલીના એક કેરી પ્રેમી ખેડૂતે એક નવી કલમ વિકસાવી છે. આ કલમની ખાસિયત એ છે કે, આ બારે માસ કેરી મળી રહે રહેશે. તેનું નામ પંચરતન છે. એટલે કે હવે તમારે કેરી આરોગવા માટે દર વર્ષે એપ્રિલ- મે મહિના સુધી રાહ નહીં જોવી પડે. અમરેલી જિલ્લાના દિતલા ગામના ખેડૂત હકૂભાઈ ઝાલા એ આ કલમને પોતાના ખેતરમાં રોપી છે. આ આંબાની કેરીઓ બજારમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. ખેડૂત હકૂભાઈના પ્રયાસને જોતાં,અમરેલી જિલ્લાના કેટલાય ખેડૂતો આવી જાત વિકસાવવા પર રિસર્ચ કરી રહ્યા છે. જોઈ કે , હકૂભાઈની મહેનત પણ પાંચ વર્ષ પછી રંગ લાવી છે. આવા જ એક બીજા ખેડૂત હરેશ ભાઈ છે.જેમણે, પોતાના ખેતરમાં અલગ-અલગ 10 જેટલી આંબાની જાત રોપી છે. છ્તા તેમને પંચરતન કલમમાં જ રસ પડ્યો છે. આ કેરી, કેસર કેરી જેટલી જ મીઠી હોય છે .

આ પણ વાંચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણય: તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને મળશે વધુ સાકર અને ખાદ્યતેલ

આ કેરીની વિશેષતા એ છે કે,કેરી પાકી ગયા બાદ 10-15 દિવસ સુધી ખરાબ નથી થતી. આ કેરી ગરમીની સિઝન પૂરી થયા બાદ જ પાકવાનું શરૂ કરે છે.આ નવી કલમ વિકસાવીને હકૂભાઈ એકદમ ખુશ છે. તેઓ કહે છે કે, તેમની આ નવી આંબા કલમને જોવા લોકો દૂર-દૂરથી આવે છે અને આંબો જોઈને ખુશ ખુશ થયા છે.તો આજુબાજુના લોકો જોવા આવે છે તેમના આશ્ચર્યનો પાર નથી રહેતો

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ