આપણું ગુજરાત

તિરંગા યાત્રા દરમ્યાન દેશભક્તિના રંગે રંગાયું સિદ્ધપુર

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. જેને અનુલક્ષીને કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે તિરંગા યાત્રાને એલ.એસ.હાઇસ્કુલ, સિદ્ધપુર મુકામે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

વહીવટી તંત્રના નેજા હેઠળ નીકળેલ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ, બાળકો, બાલિકાઓ વગેરે જોડાયા હતા. દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે.

જે કાર્યક્રમને સફળ બનાવવા આજે સિદ્ધપુર શહેરમાં તિરંગા યાત્રા યોજાઇ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત યાત્રામાં સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સિદ્ધપુર નગરજનો સહિત હજારોની સંખ્યામાં જનમેદની તિરંગા યાત્રામાં જોડાઈ હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં આવતીકાલથી શરુ થશે ‘હર ઘર તિરંગા અભિયાન’

આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પાટણ સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, જીલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા રવીન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, સંગઠનના હોદ્દેદારો ડૉ દશરથજી ઠાકોર, નંદાજી ઠાકોર ઉપરાંત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આમ પદાધિકારીઓ તિરંગા યાત્રામાં સહભાગી બનીને રેલીનો જુસ્સો વધાર્યો હતો.

સિદ્ધપુરની એલ.એસ. હાઈસ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. તિરંગા યાત્રામાં વીરોને સમર્પિત દેશ ભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિ ગીતોની સરવાણી કરવામાં આવી હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button