Israel એ ગાઝામાં શાળા પર હુમલો કર્યો, 100 લોકોના મોત
નવી દિલ્હી : ઈઝરાયેલ(Israel)અને હમાસ વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ઇઝરાયેલ ફરી એક વાર ગાઝામાં હુમલો કર્યો છે. સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ઈઝરાયેલે પૂર્વ ગાઝામાં એક શાળાના મકાનને નિશાન બનાવી છે. આ હુમલામાં 100 થી વધુ લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે લોકો નમાજ અદા કરી રહ્યા હતા.
વિસ્થાપિત લોકોને નિશાન બનાવ્યા
હમાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇઝરાયલી હુમલાઓએ વિસ્થાપિત લોકોને નિશાન બનાવ્યા છે. જ્યારે તેઓ નમાઝ અદા કરી રહ્યા હતા. આનાથી જાનહાનિ વધી છે. ગત અઠવાડિયે ગાઝામાં ચાર શાળાઓ પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલે આ હુમલો કર્યો છે.
ઇઝરાયેલના હુમલામાં 30 લોકો માર્યા ગયા
આ પૂર્વે 4 ઓગસ્ટના રોજ ગાઝા શહેરમાં વિસ્થાપિત લોકો જયા વસવાટ કરતા હતા તે બે શાળાઓ પર ઇઝરાયેલના હુમલામાં 30 લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. જ્યારે ગાઝા શહેરની હમામા સ્કૂલ પર થયેલા હુમલામાં 17 લોકો માર્યા ગયા હતા. 1 ઓગસ્ટના રોજ દલાલ અલ-મુગરાબી સ્કૂલ પર ઈઝરાયેલના હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા.
કમ્પાઉન્ડની અંદર આતંકીઓ હતા
ઈઝરાયેલે ગત ઓક્ટોબરમાં પેલેસ્ટિનિયન સંગઠન પર મોટા પાયે સૈન્ય હુમલો શરૂ કર્યા બાદથી ગાઝામાં શાળાઓ સહિતની ઈમારતો પર હુમલો કરી રહ્યું છે. ઈઝરાયલનો દાવો કર્યો છે કે કમ્પાઉન્ડની અંદર આતંકીઓ હતા જે હમાસ કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી કમાન્ડ મેળવતા હતા.
Also Read –