આમચી મુંબઈમહારાષ્ટ્ર
મુખ્ય પ્રધાને વિદેશયાત્રા રદ કરી પણ નાર્વેકરે નહીં
લોકસભાના અધ્યક્ષ ઓમ બિડલા સાથે જશે ઘાનાની મુલાકાતે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણના સૌથી મહત્ત્વના મનાતા વિધાનસભ્યોની અપાત્રતાની સુનાવણી અંગેની પિટિશન પર સુનાવણી થવાની હોવાથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાની બ્રિટન અને જર્મનીની નિર્ધારિત મુલાકાત રદ કરી નાખી છે, પરંતુ આ સુનાવણી જેમણે હાથ ધરવાની છે તે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર પોતે જ એક અઠવાડિયા માટે વિદેશ જવાના છે.
ઘાનામાં 66 દેશના કોમનવેલ્થ સંસદીય પરિષદમાં આખી દુનિયાના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પરિષદમાં મહારાષ્ટ્રના અધ્યક્ષ રાહુલ નાર્વેકર અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિડલા ભારતમાંથી હાજર રહેશે.
30 સપ્ટેમ્બરથી 6 ઑક્ટોબર સુધી આને માટે નાર્વેકર ઘાનામાં હશે અને તેઓ આખી દુનિયાના સંસદીય અને વિધિમંડળ પ્રમુખ સહભાગી થવાના છે.