સ્પેશિયલ ફિચર્સ

Isha Ambaniને રક્ષા બંધન પર આટલી મોંઘી ગિફ્ટ આપે છે Akash-Anant Ambani, કિંમત એટલી કે…

એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani)ની લાડકવાયી ઈશા અંબાણી (Isha Ambani) માત્ર પપ્પા જ નહીં પણ આખા પરિવારની લાડકી છે એમાં પણ ખાસ કરીને તે પોતાના બંને ભાઈ આકાશ અંબાણી (Akash Ambani) અને અનંત અંબાણી (Anant Ambani)ની ખૂબ જ લાડકવાયી છે.

બંને ભાઈ આકાશ અને અનંત ઈશાના આ દિવસને સ્પેશિયલ બનાવવામાં કોઈ કસર બાકી નથી રાખતા અને એમાં પણ 2024ની રક્ષા બંધન તો ખૂબ જ ખાસ થવાની છે અને એનું કારણ છે અનંતની વાઈફ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant).
અનંત-રાધિકાના લગ્ન બાદની આ રાખી પર ઈશા અંબાણી જ્યારે એન્ટિલિયા ખાતે હશે ત્યારે ફરી એક વખત આખો અંબાણી પરિવાર લાઈમલાઈટમાં આવશે. વાત કરીએ અંબાણી પરિવારના રક્ષા બંધનના તહેવારની તો ભાઈ અનંત અને આકાશ દ્વારા બહેન ઈશાને આપવામાં આવેલી ગિફ્ટ્સ પણ લાઈમલાઈટ ચોરી લે છે.

દરેક બહેન માટે ભાઈએ આપેલી ગિફ્ટ અનમોલ જ હોય છે, પણ તેમ છતાં લોકોને અંબાણી પરિવારમાં આપવામાં આવેલા ગિફ્ટ્સને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. ચાલો તમને જણાવીએ કે આખરે ગયા વર્ષે ઈશાને બંને ભાઈઓએ શું ગિફ્ટ્સ આપી હતી-

આ પણ વાંચો: હેં, Anant-Radhikaના લગ્ન બાદ તરત જ આ કારણે સિમ્પલ આઉટફિટમાં જોવા મળી Isha Ambani!

રિપોર્ટ્સ પર કરવામાં આવેલા દાવા અનુસાર 2023માં રક્ષા બંધન પર આકાશે ઈશા અંબાણીને સ્વિટ્ઝરલેન્ડમાં આવેલો બંગલો ગિફ્ટ કર્યો હતો. આ બંગલાની કિંમત 80 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ બંગલો તામ લેટેસ્ટ સુવિધાઓની સજ્જ છે.

વાત કરીએ અંબાણી પરિવારના નાના કાન કુંવર અનંતની તો અનંત અંબાણીએ ઈશાને રાડોની એક ઘડિયાળ ગિફ્ટમાં આપી હતી. હીરાથી જડેલી આ ઘડિયાળની કિંમત 10 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

ભાઈસાબ, આ તો અંબાણી પરિવારની રક્ષા બંધન છે ખાસ તો હોવાની જ. અંબાણી પરિવાર હંમેસા પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને ગિફ્ટ્સને કારણે ચક્ચામાં આવતો જ રહે છે. જોઈએ હવે આ વખતની રક્ષા બંધનમાં ઈશા અંબાણીને શું સ્પેશિયલ ગિફ્ટ્સ મળે છે એ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button