તરોતાઝા

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
કોળિયો SMELL
ચાવવું INFLAMMATION
સૂંઘવું MASTICATE
ગ્રંથિ MORSEL
બળતરા GLAND

ઓળખાણ પડી?
મુખ્યત્વે યુરોપ અને અમેરિકામાં ખાવામાં આવતા વેજિટેબલની ઓળખાણ પડી? સ્વાદમાં ગળપણ ધરાવતા આ શાકને ભૂલમાં ‘સફેદ ગાજર’ પણ કહેવાય છે.
અ) Pozole બ) Parsnip ક) Lentil ડ) Courgette

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘હંમેશાં સિફારસ કામ લાગે એ જરૂરી નથી’ વાક્યમાં સિફારસ શબ્દનો અર્થ જણાવો.
અ) સુંદરતા બ) સફાઈ ક) ભલામણ ડ) ભલમનસાઈ

માતૃભાષાની મહેક
કેટલીક ચીજો અને મધ અથવા ગોળ સાથે ઠંડા પાણીમાં નાખી જમીનમાં ૩૦, ૪૦ કે ૬૦ દિવસ સુધી બંધ વાસણમાં દાટી રાખી ખમીર લાવવાથી બનતું ઔષધ આસવ તરીકે ઓળખાય છે. બૌદ્ધ પરિભાષામાં કામ એટલે ભોગની ઈચ્છા, ભવ એટલે પરલોકની વાસના, દ્રષ્ટિ એટલે દુરાગ્રહ અને અવિદ્યા એ ચાર આસવ
ગણાય છે.

ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ LEXICOLOGY ના અભ્યાસ સાથે સંકળાયેલી છે એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) લેન્સ બ) શબ્દ ક) વનસ્પતિ ડ) મુસાફરી

ઈર્શાદ
મુંબઈમાં ધોધમાર દીધે રાખો છો ને કોરુંધાકોર મારું શહેર છે!
કહો, અમદાવાદ સાથે શું વેર છે?

  • કૃષ્ણ દવે માઈન્ડ ગેમ
    અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
    ૫, ૨૬, ૧૨૭, ૬૨૮, ——-
    અ) ૨૪૫૦ બ) ૨૬૪૯
    ક) ૨૯૯૯ ડ) ૩૧૨૯

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
ફણગાવેલા SPROUT
બરુ REED
ખીલેલા BLOSSOM
નીંદણ WEED
શેવાળ MOSS

માઈન્ડ ગેમ
૯૬

ઓળખાણ પડી?
Durian

ગુજરાત મોરી મોરી રે
ધ્વજ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
જનોઈ વિધિ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) નીતા દેસાઈ (૩) ડૉ. પ્રકાશ કટકિયા (૪) મુલરાજ કપૂર (૫) ભારતી પ્રકાસ કટકિયા (૬) સુરેખા દેસાઈ (૭) ભારતી બુચ (૮) પ્રતિમા પમાણી (૯) તાહેર ઔરંગાબાદવાલા (૧૦) શીરીન ઔરંગાબાદવાલા (૧૧) અબ્દુલ્લા એફ. મુનીમ (૧૨) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૩) અરવિંદ કામદાર (૧૪) શ્રદ્ધા આશર (૧૫) ખુશરૂ કાપડિયા (૧૬) વિભા મહેશ્ર્વરી (૧૭) લજિતા ખોના (૧૮) કિશોર બી. સંઘરાજકા (૧૯) પુષ્પા પટેલ (૨૦) જ્યોતિ ખાંડવાલા (૨૧) મહેશ દોશી (૨૨) અમીશી બંગાળી (૨૩) નિખિલ બંગાળી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) અશોક સંઘવી (૨૭) મહેન્દ્ર લોઢાવિયા (૨૮) મીનળ કાપડિયા (૨૯) પુષ્પા ખોના (૩૦) પ્રવીણ વોરા (૩૧) નંદકિશોર સંજાણવાળા (૩૨) હર્ષા મહેતા (૩૩) ભાવના કર્વે (૩૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૫) રજનીકાંત પટવા (૩૬) સુનીતા પટવા (૩૭) દિલીપ પરીખ (૩૮) કલ્પના આશર (૩૯) વિણા સંપટ (૪૦) દેવેન્દ્ર સંપટ (૪૧) ગીતા ઉદ્દેશી (૪૨) શિલ્પા શ્રોફ (૪૩) સુભાષ મોમાયા (૪૪) નિતીન બજરિયા (૪૫) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૬) અલકા વાણી (૪૭) નયના ગિરીશ મિસ્ત્રી (૪૮) મહેશ સંઘવી (૪૯) જગદીશ ઠક્કર (૫૦) જ્યોત્સના ગાંધી (૫૧) રમેશ દલાલ (૫૨) ઈનાક્ષી દલાલ (૫૩) હિના દલાલ (૫૪) કમલેશ મૈઠિઆ (૫૫) કાન્તી ભદ્રા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button