નેશનલ

Guinness World Records: 1500 ડમરુના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું મહાકાલનું ધામ

ઉજ્જૈન: મહાકાલની નગરી ઉજ્જૈનમાં એક સાથે 1500 ડમરુ વગાડીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. વિક્રમ સંવંત મુજબ શ્રાવણના પહેલા સોમવારે મહાકાલ લોક સ્થિત શક્તિપથ પર 1500 જેટલા ડમરુ વાદકોએએ પ્રસ્તુતિ કરીને ફેડરેશન ઓફ ઇંડિયન એસોસિયેશન ઓફ ન્યુયોર્કના 488 ડમરુ વગાડવાના રેકોર્ડને તોડ્યો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના એડિટર ઋષિનાથે ડમરુ વગાડવાના રેકોર્ડનું સર્ટિફિકેટ પ્રદાન કર્યું હતું. રાજ્યના મુખ્યપ્રધાન મોહન યાદવે ડમરુ વગાડવાના વિશ્વ રેકોર્ડને લઈને ઉજ્જૈનને શુભકામના પાઠવી હતી.

1500 કલાકારો જોડાયા:
25 ગૃપના 1500 ડમરુ વાદકોએ ભસ્મ આરતીની ધૂન સાથે ડમરુ વગાડીને ભગવાન મહાકાલની સ્તુતિ કરી હતી. 1500 કલાકારોએ એક સાથે મળીને ગીનીસ બુક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

Coup in Bangladesh: PM Sheikh Hasina resigned, left the country

ડમરુના ગગનભેદી નાદથી ઉજ્જૈન શહેર ગુંજી ઉઠ્યું હતું. મહાકાલ મહાલોકની પાસેના શક્તિપથ પર યોજાયેલા અદ્દભુત અનોખા કાર્યક્રમમાં ભગવા વસ્ત્રોમાં ડમરુ વાદકોની મનમોહક રજૂઆતે સૌનું મન જીતી લીધું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને મહાકાલ વ્યવસ્થાપન સમિતિના પ્રયાસોથી ડમરુ વાદનનો કાર્યક્રમ સફળ રીતે યોજાયો હતો.

મુખ્યમંત્રી ડો.મોહન યાદવની વિશેષ રુચિને કારણે બાબા મહાકાલની સવારી વધુ ભવ્ય અને દિવ્ય બની રહી છે. તેમણે સવારીને વધુ ભવ્યતા આપવા અનોખા પ્રયાસો કર્યા છે. પ્રથમ બે સવારીઓમાં આદિવાસી લોકનૃત્યો અને 350 સભ્યોનું પોલીસ બેન્ડ રજૂ કરવામાં આવ્યું હતું. ત્રીજા સોમવારે નીકળેલી શોભાયાત્રામાં ડમરૂ વગાડવામાં આવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ સોનાક્ષી સિન્હા અને લવ સિન્હાની જેમ બોલીવુડના આ ભાઈ બહેન વચ્ચે પણ છે દરાર… તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી…