બાયુયો વોલ્કેનો-જ્વાળામુખીની અંદર જ્વાળામુખી…
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
‘કોર મેમરી માટે અમન્ો હાલમાં મિત્રો વચ્ચે ગુજરાતી, હિંદી કે તમિળમાં કોઈ સારો શબ્દ નહોતો મળતો. જોકે દરેક પ્રવાસ, જિંદગીની મહત્ત્વની ઘટના ‘કોર મેમરી’ તો બનાવીન્ો જ જાય છે. ત્ો સમયે તો જાણે ત્ો વાતો સાથે અમે અનોખી યાદો બનાવી રહૃાાં હતાં. અન્ો વાત ક્યારે યાદશક્તિ પર પહોંચી ગઈ ખબર પણ ન પડી. અમારાં મિત્રો વરુણ અન્ો વિવેક અન્ો વરુણની પત્ની નમિતા સાથે બ્ોસીન્ો નોસ્ટાલજિયાની વાતો ચાલુ થઈ ગઈ હતી. એક સમયે તો સ્માર્ટ ફોન વિના મોટા થવાની વાત પણ નીકળી. ખાસ તો એક જમાનામાં અમન્ો બધાંન્ો કેવી રીત્ો ફોન નંબરો યાદ રહેતા હતા ત્ો વાત પર બધાં વિચારે ચડી ગયેલાં, અન્ો આજે તો ઘણું ભૂલી જવાનું થાય છે. આખી ન્ો આખી નોલેજ બ્ોન્ક જેવો ફોન ખિસ્સામાં લઈન્ો ફરવામાં ઘણું યાદ રાખવાની જરૂર જ નથી પડતી. જોકે ત્ોનો અર્થ એ નહીં કે કંઇ પણ ભૂલી જાઓ તો ચાલે.
હું ફુઅર્ટેેવેન્ટુરા પહોંચવાની ફલાઇટ પર મારું ક્ધિડલ ભૂલી ગઈ હતી. લુથાન્ઝાના લોસ્ટ એન્ડ ફાઉન્ડન્ો મોકલેલા મેઇલનો કોઈ જવાબ નહોતો આવ્યો. અમન્ો અપ્ોક્ષા પણ ન હતી, પણ પાછાં પહોંચ્યા પછી એક દિવસ કુમાર પર એક અજાણ્યાં બ્ોનનો ઇમેઇલ આવ્યો. ત્ોમાં લખ્યું હતું, ‘ફલાઇટની સીટ પાછળ મારું ક્ધિડલ મૂક્યું અન્ો પાછું લેતી વખત્ો બ્ો ક્ધિડલ હાથમાં આવ્યાં. આ ઇમેલ પર ડિવાઇસ રજિસ્ટર થયેલુંં છે. સરનામું મોકલો તો તમન્ો કુરિયર કરી દઉં.’
અમે ત્ોમન્ો સરનામા સાથે કુરિયરનો ખર્ચો અન્ો ઘણો આભાર મોકલ્યો. કોઈ વસ્તુ ક્યાંક ભૂલી જવાનું તો જરાય નવું નથી, પણ લોકો માણસાઈ ભૂલ્યાં નથી ત્ો વાતની પણ અમે મજા લઈ જોઈ. મારે ફુઅર્ટેવેન્ટુરાના અલગ ગ્રહનાં લેન્ડસ્કેપવાળાં સ્થળો અન્ો બીચ પર બ્ોસીન્ો ક્ધિડલ પર પુસ્તકો વાંચવા દરમ્યાન ફોન ભૂલી જવાનો પ્લાન હતો. હવે ત્ો પ્લાન જ ભૂલી જવો પડે ત્ોવું હતું. એવામાં જ્યારે વોલ્કેનો બાયુયો પર અડધેથી પાછી આવીન્ો કારમાં બ્ોસીન્ો કુમારની રાહ જોતાં જોતાં ટાઇમપાસ કરતી હતી, ત્યારે ક્ધિડલ ખાસ યાદ આવતું હતું.
કાર પાર્કની એક તરફ એક નાનકડો વોલ્કેનો હતો, બીજી તરફ વધુ એક નાનો વોલ્કેનો હતો. ત્ોન્ો ઓળંગીન્ો ત્ો વિસ્તારના સૌથી મોટા વોલ્કેનો બાયુયો પર ચઢવાનું હતું. હું બાયુયો પર જવાના રસ્ત્ો ચઢી તો ગઈ, પણ જેવો રસ્તો વધુ ન્ો વધુ વર્ટિકલ થતો ગયો, મન્ો પાછાં આવવાનું કેટલું અઘરું બની જશે ત્ો વિચારે આગળ વધવાનું જોખમી લાગ્યું. હું પાછી વળીન્ો કારમાં બ્ોસી કુમાર પાછો ફરે ત્ોની રાહ જોવા લાગી. મેં ફોન પર આસપાસનો માહોલ અન્ો વિચારો રેકોર્ડ કરવાનું ચાલુ કર્યું ત્યાં તો કુમારનો ફોન આવ્યો. ત્ો મન્ો કહે, ત્ો ટોચ પરથી પાછો આવી ગયો છે, પણ હું જ્યાંથી પાછી ફરી હતી ત્યાં જરા થોડી વાર માટે પાછી આવી જાઉં. થોડે આગળ જ ત્યાંનો બ્ોસ્ટ વ્યુ છે, એટલું તો હું પાછું જઈ જ શકીશ. અન્ો મેં એની એ જ અડધી હાઇક ફરી વાર કરી. આ વખત્ો જોયું તો અહીં થોડું જ આગળ જઈન્ો એક તરફ ઇઝલા દા લોબો જોવા મળતું હતું અન્ો બીજી તરફથી વધુ એક વોલ્કેનો દેખાતો હતો.
ત્ો પછી કુમારે એ વોલ્કેનો પર જઈન્ો આ વોલ્કેનો જોવાનું સ્ાૂચવ્યું ત્યારે મન્ો લાગ્યું કે અમારે હવે હોટલ પર પાછાં જવાનો સમય આવી ગયો છે. આમ પણ ત્ો દિવસ્ો અમે સવારે નીકળ્યાં ત્યારથી આ અમારું ચોથું ડેસ્ટિન્ોશન હતું. આ દિવસમાં અમે અજુયથી માંડીન્ો બ્ોટાનકુરિયામાં ઘણું વૈવિધ્યસભર લેન્ડસ્કેપ માણી ચૂક્યાં હતાં. જોકે હજી સુધી ત્ો દિવસની પ્રોપર હાઇક બાકી હતી. આ વોલ્કેનો પરની હાઇક આમ તો એટલી રિજુવિન્ોટિંગ હતી કે અમે હજી પછીના દિવસ્ો જરા વધુ ચેલેન્જિંગ વોલ્કેનો હાઇક પ્લાન કરી રહૃાાં હતાં. ત્ો સમયે તો અમે અડધે રસ્ત્ો, ઘણી ઊંચાઈ પર બ્ોસીન્ો વ્યુની મજા લીધી. સાથે લાવેલી મુસલીબાર ખાધી અન્ો કુદરતની સર્જનશક્તિ અન્ો એ જ સૌંદર્યનો વિનાશ કરવાની ક્ષમતા પર નવાઈ લગાડી. આ વોલ્કેનો આશરે ૧૦,૦૦૦ વર્ષ પહેલાં ફાટેલો અન્ો આ આખાય રિજનન્ો પોતાન્ો રંગ્ો રંગી બ્ોઠો હતો. ક્રેટર પર લાલ અન્ો કાળા રંગો જાણે કોઈએ હાથેથી ફિલ્મ સ્ોટ બનાવ્યો હોય ત્ોવું નાટકીય લાગતું હતું. ખરેખર પ્ાૃથ્વી કેટલી જૂની છે ત્ોની કલ્પના પણ ફેન્ટસી જેવી લાગ્ો છે.
બીજી તરફ દેખાઈ રહેલો લોબો નામનો ટાપુ પણ એક અલગ દિવસ લેવાનો હતો. ફુઅર્ટેવેન્ટુરા ભલે નાનો ટાપુ હોય, અહીં જાણે દરેક ખૂણે કોઈ અલગ ભૌગોલિક નજારો અમારી રાહ જોઈ રહૃાો હોય ત્ોવું લાગતું હતું. બાયુયો વોલ્કેનો શહેરથી ઘણો નજીક છે. એટલો નજીક છે કે કોરાલેયો શહેરમાં ઊતરેલાં ટૂરિસ્ટ અહીં જોગિંગ કરવા આવતાં હતાં. પાર્કિંગમાં અમારા સિવાય પણ બીજી કાર હતી, પણ લોકો ક્યાંક હાઇક પર નીકળી ગયાં હોય ત્ોવું લાગતું હતું. જોકે અમન્ો તો આટલી વારમાં કોઈ હાઇક કરતું દેખાયું ન હતું. અહીં ટ્રેઇલની કોઈ કમી ન હતી.
હવે સાંજે કોરાલેયોમાં લટાર મારવાની પણ ક્ષમતા બાકી રહી ન હતી. આ ટાઉનન્ો ઇઝલા દા લોબો સાથે કમ્બાઇન કરીન્ો ફરી એક દિવસ નીકળવું પડશે. બાયુયોમાં જ એક અલગ પહાડની ટ્રેઇલની વધુ અઢી કલાકની એક હાઇક છે. ત્ો દિવસ્ો એ હાઇક પણ છોડવી પડી. હવે જે દિવસ એક પહાડની ટોચ સાથે મિરાડોર પર ચાલુ થયો હતો, ત્ો એક જ્વાળામુખીની ક્રેટર પર પ્ાૂરો થઈ રહૃાો હતો, ત્ોનાથી વધુ બીજું આ વેકેશનમાં બની શકે, ત્ો કલ્પના કરવી મુશ્કેલ હતી. હોટલ તરફ જવામાં કોરાલેયો થઈન્ો નીકળ્યાં અન્ો ત્યાં મેળો લાગ્યો હતો. ત્ો સમયે તો થાકમાં એ વિચાર ન આવ્યો, પણ હવે લાગ્ો છે કે ત્ો મેળાનું ઊંચું ચકડોળ કેવો વ્યુ આપતું હશે, એક તરફ દરિયો અન્ો બીજી તરફ જ્વાળામુખી. ફુઅર્ટેવેન્ટુરામાં કુદરત જાણે દરેક બાજુ ત્ોનાં ખરાં સ્વરૂપમાં જોવા મળી રહી હતી.