વિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

WhatsAppએ રાતોરાત ગાયબ કર્યું આ Feature, જોઈ લો તમારા ફોનમાંથી પણ…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp)એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે. દર બીજી વ્યક્તિ વોટ્સએપ યુઝ કરે છે અને વોટ્સએપ પણ યુઝર્સની સુવિધા માટે દર થોડા સમયે નવા નવા અપડેટ્સ લઈ આવતું છે. કંપની દ્વારા હાલમાં આવું જ એક નવું અપડેટ લાવવામાં આવ્યું હતું જેમાં યુઝર્સને વોટ્સએપ પર એક બ્લ્યુ રિંગ જોવા મળતી હતી.

પહેલાં તો યુઝર્સને આ રિંગનો શું ઉપયોગ છે એની જાણ નહોતી એટલે મૂંઝાતા હતા, પણ બાદમાં જ્યારે તેમને આ રિંગનો યુઝ ખબર પડી તો તેમને મજા આવવા લાગી. પરંતુ હવે અચાનક કંપનીએ રાતોરાત લાખો ફોનમાંથી આ ફિચરને ગાયબ કરી દીધું છે.

વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ મેટા એઆઈ (Meta AI)ની બ્લ્યુ રિંગ હટાવી દીધી છે. આ બ્લ્યુ રિંગનો યુઝ ખૂબ જ મજેદાર હતો. પણ જ્યારે પહેલાં જ્યારે આ રિંગ લોન્ચ કરવામાં આવી ત્યારે લોકો એના યુઝને લઈને કન્ફ્યુઝ હતા કે આખરે આનો શું ઉપયોગ છે? હવે અનેક એન્ડ્રોઈડ અને આઈએએસ તેમ જ વિન્ડોઝના વોટ્સએપમાંથી મેટાએ અચાનક જ આ બ્લ્યુ રિંગ દૂર કરી દીધી છે. લોકો આની મદદથી એઆઈ ચેટબોટનો ઉપયોગ કરતાં હતા.

આ પણ વાંચો: વોટ્સએપ: અપડેટ ને આવિષ્કાર પછી અલવિદા?

જોકે, હજી સુધી કેટલા ફોન અને વિન્ડોઝ એપ પર મેટા એઆઈની આ રિંગ જોવા મળી રહી છે અને એ કામ પણ કરી રહી છે. પણ અનેક યુઝર્સના ફોન અને વિન્ડોઝ એપ પરથી આ બ્લ્યુ રિંગ ગાયબ થઈ ગઈ છે. આ બ્લ્યુ રિંગ એઆઈ ચેટબોટનું શોર્ટકટ છે. આ રિંગ પર ટેપ કરીને મેટા એઆઈનો ઉપયોગ કરે છે.

કંપની દ્વારા મેટા એઆઈની બલ્યુ રંગની રિંગ હટાવવા પાછળનું કારણ એક બગ હોવાનું કહેવાઈ રહ્યું છે, કારણ કે કેટલાક ડિવાઈસમાં આ બ્લ્યુ રિંગ કામ કરે છે તો કેટલાક ડિવાઈસમાંથી આ રિંગ ગાયબ થઈ ગઈ છે. અત્યાર સુધી વોટ્સએપ કે મેટા દ્વારા આ બાબતે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવી.

શરૂઆતમાં મેટાએ મેટા એઆઈ ચેટબોટને લિમિટેડ ફિચર્સ સાથે લોન્ચ કર્યું હતું અને એમાં યુઝર્સને લોકલ લેન્ગ્વેજનો સપોર્ટ નહોતો મળતો. પણ છેલ્લાં કેટલાક દિવસોમાં મેટા એઆઈમાં હિંદી સહિત અનેક ભાષાનો સપોર્ટ મળી રહ્યો છે. તમે હિંદીમાં પણ આ ફિચર્સ પર જવાબ મેળવી શકો છો. પણ હવે અચાનક જ કંપનીએ રાતોરાત આ ફીચર ગાયબ કરી નાખતા યુઝર્સ ગૂંચવણમાં મૂકાઈ ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button